પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારીખવાર વૃત્તાંત ૨૮૭ જાન્યુઆરી ૧૪: સાંસ્થાનિક ખાતાના પ્રધાનને નાતાલ સરકારે બનાવનો અહેવાલ મોકલી ગાંધીજીનો દોષ કાઢયો કે પોતે ખોટી સલાહ અનુસરી કવખતે કિનારે ઊતર્યા હતા. જાન્યુઆરી ૨૦: ઍટર્ની જનરલે મુલાકાત લીધી ત્યારે ગાંધીજીએ હુમલો કરનારા પર કામ ચલાવરાવવા ના પાડી, ને આ બાબત પર ધ્યાન ન દેવાની પોતાની ઇચ્છા લખી જણાવી. જાન્યુઆરી ૨૨ : ટોળાના હુમલા વખતે મિ. અને મિસિસ ઍલેકઝાન્ડરે કરેલી મદદ માટે તેમનો આભાર માનતા અંગત પત્રો લખ્યા અને તેમને ભેટો મોકલી. જાન્યુઆરી ૨૮: દાદાભાઈ નવરોજી, હંટર અને ભાવનગરીને તારથી ઉતરાણ સમયના બનાવોનો હેવાલ મોકલ્યો. જાન્યુઆરી ૨૯: તારનું સમર્થન કરતા પત્રો તેમને લખી વિગતો આપી. ફેબ્રુઆરી ૨, ૩, ૪: ‘હિંદ દુકાળ રાહત ફંડ’માં મદદ માટે અપીલ કરતા પો વર્તમાનપત્રોને લખ્યા, ને તે હેતુથી અંગ્રેજી તથા કેટલીક હિંદની ભાષાઓમાં પરિપત્રો બહાર પાડયા. ફેબ્રુઆરી ૬: ડરબનના પાદરીઓને દુકાળ રાહત માટે ટેકો મેળવી આપવા અપીલ કરી. માર્ચ ૨: નાતાલના પ્રધાનોએ ગવર્નરને લખી જણાવ્યું કે ગાંધીજીને થયેલી ઈજાઆ ગંભીર ન હતી અને “એમની ઇચ્છાને અનુસરીને સુલેહના ભંગ માટે કોઈ અદાલતી પગલાં લેવાયાં ન હતાં.” માર્ચ ૧૫: હિંદી વિરોધી દેખાવો ને પછીના બનાવો સંબંધે મિ. ચેમ્બરલેન પરની અરજી પૂરી કરી. માર્ચ ૨૬ : નાતાલની ધારાસભાઓ સમક્ષ આવેલાં હિંદી વિરોધી બિલો બાબત તે ધારાસભાઓને વિનંતીપત્રો મોકલ્યા. એપ્રિલ ૬ : લાગવગ ધરાવનાર બ્રિટિશ અને હિંદી મિત્રોને સર્વસામાન્ય પત્ર લખી, સાથે મિ. ચેમ્બરલેન પરની અરજીની નકલો બીડી. મૂળ અરજી મિ. ચેમ્બરલેનને મોકલવા માટે નાતાલના ગવર્નરને મોકલી. ઉતરાણ વખતના બનાવો સંબંધી નાતાલ સરકાર સાથે થયેલો પત્રવ્યવહાર વર્તમાનપત્રોને છાપવા મોકલ્યો. એપ્રિલ ૧૩: હિંદીઓના પ્રવેશ બાબત પોતાની વિરુદ્ધ થયેલા આક્ષેપોનો રદિયો આપતો પત્ર વર્તમાનપત્રોને લખ્યો. મે ૭: દુકાળ રહિતમાં નાતાલના હિંદીઓએ ભરેલા પાઉન્ડ ૧૫૩૯–૧–૯ના ફાળા બાબત મધ્યસ્થ દુકાળ રાહત સમિતિ, કલકત્તાના અધ્યક્ષને ખબર આપી. મે ૧૮: પ્રિટોરિયા ખાતે બ્રિટિશ એજન્ટની મુલાકાત લીધી અને લેખિત દાદ માગી કે ૧૮૮૫- ના કાયદા નં. ૩નો અર્થ કરવા સંબંધે કસોટી (ટેસ્ટ) કેસ કરવાનો ખર્ચ બ્રિટિશ સરકારે ભોગવવો. જૂન ૯: કૉરૅન્ટીન, વેપારી પરવાના, દેશપ્રવેશ નિયંત્રણ, અને ગિરમીટમુક્ત હિંદીઓનું રક્ષણ એ બાબત થયેલા કાયદાઓ સંબંધે હંટરને તાર કર્યો. જૂન ૨૨: મહારાણી વિકટોરિયા હીરક મહોત્સવ દિને હિંદીઓના પુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચન કર્યું.