પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ કંપ કૉોની કેપ કૉલોનીમાં મેયરોની કોંગ્રેસે એક ઠરાવ પસાર કરીને કૉલોનીમાં એશિયાવાસીઓની ભરતી અટકાવવા કાયદો ઘડવામાં આવે એવી ઇચ્છા પ્રદર્શિત કરી છે અને એ બાબત તાબડ- તોબ પગલાં લેવાશે એવી આશા વ્યક્ત કરી છે. તાજેતરમાં ત્યાંની ધારાસભાએ એક કાયદો પસાર કરીને તે સંસ્થાનમાં આવેલી ઈસ્ટ લંડન મ્યુનિસિપાલિટીને એવી સત્તા આપી છે કે જેથી તે પેટા કાયદા ઘડીને આદિવાસીઓ તથા હિંદીઓને અમુક નક્કી કરેલા લત્તાઓમાં જઈને વસવાની ફરજ પાડી શકે તથા પગથી પર ચાલતાં પણ અટકાવી શકે. નિર્દય કનડગતનું આથી ચડિયાનું દૃષ્ટાંત કલ્પવું મુશ્કેલ છે. ૨૩ માર્ચ, ૧૮૯૬ના મર્ક્યુરી અનુસાર કેપ સરકારના રાજ્યમાં ઈસ્ટ ગ્રિકવાલૅન્ડમાં હિંદીઓની સ્થિતિ નીચે પ્રમાણે છે: ૧૯ ઈસ્ટ ગ્રિકવાલેન્ડમાં ઇસ્માઈલ સુલેમાન નામના આરબે દુકાન બાંધી, આણેલા માલ પર જકાત ભરી, અને પરવાના માટે અરજી કરી. મૅજિસ્ટ્રેટે પરવાનો કાઢી આપ વાની ના પાડી. એ આરબ તરફથી મિ. ઍટર્ની ટ્રાન્સિસે કેપ સરકારને અપીલ કરી. સરકારે મૅજિસ્ટ્રેટનો ચુકાદો કાયમ રાખ્યો, અને એવા હુકમ કાઢયા છે કે ઈસ્ટ ગ્રિકવા- લૅન્ડમાં કોઈ કુલી કે આરબને વેપારના પરવાના ન આપવા અને જે એક બે જણ પાસે પરવાના છે તેમનો ધંધો બંધ કરાવી દેવો. આમ, દક્ષિણ આફ્રિકામાં તાજનાં સંસ્થાનોના કેટલાક ભાગમાં તાજની હિંદીયતના સ્થાપિત હકોનું પણ રક્ષણ કરવામાં આવતું નથી. અંતે એ હિંદીનું શું થયું તે હું ચોક્કસ જાણી શકર્યા નથી. હિંદીઓને વેપારના પરવાનાની ઘસીને ના પાડવામાં આવ્યાના ઘણા દાખલા છે. નાતાલમાં આદિવાસીઓની બાબતો ઉપર એક સરકારી પુસ્તિકા (બ્લ્યુ બુક) પ્રસિદ્ધ થયેલી છે. એમાં એક મૅજિસ્ટ્રેટ જણાવે છે કે હું હિંદીઓને વેપારનો પરવાનો આપવાની સીધી ના પાડું છું ને એ રીતે એમનો પગપેસારો અટકાવું છું. સનદી પ્રદેશો સનદી પ્રદેશોમાં હિંદીઓ તરફ એ જ પ્રકારનું વર્તન રાખવામાં આવે છે. હમણાં થોડા જ સમય પર એક હિંર્દીને વેપારનો પરવાનો આપવાની ના પાડવામાં આવી હતી. એણે સુપ્રિમ કોર્ટમાં દાદ માગી, ને કોર્ટે ચુકાદો આપ્યો કે એને પરવાનો કાઢી આપવાની ના ન પાડી શકાય. હવે રોડેશિયનોએ સરકારને અરજી કરીને હિંદીઓને પરવાના આપવાનું કાયદાથી અટકાવી શકાય એવી રીતે કાયદામાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. સરકારનું વલણ તેમની વિનંતી સ્વીકારવાનું છે એમ કહેવાય છે. જે સભા દ્વારા અરજી મોકલવામાં આવી તે વિષે દક્ષિણ આફ્રિકાના પત્ર ફેરી ટપ્રિા નો ખબરપત્રી કહે છે: સભા કોઈ રીતે પ્રતિનિધિત્વ ધરાવતી ન હતી, એ હું કહી શકું છું, અને સચ્ચાઈપૂર્વક કહી શકું છું તેથી મને આનંદ થાય છે. જો સભા પ્રતિનિધિત્વવાળી હોત તો તેથી નગર- વાસીઓની પ્રતિષ્ઠા કંઈ વધત નહીં. પાંચ-છ આગળ પડતા સ્ટોરના માલિકો, એક છાપાનો તંત્રી, છૂટાછવાયા નીચલા વર્ગના સરકારી કર્મચારીઓ, અને મોટે ભાગે ખનિજો શોધ- નારા, મિસ્ત્રીઓ અને કારીગરોની આ સભા હતી, ને જેમની દોરવણી હેઠળ એ મળી હતી તેઓ અમને એમ મનાવવા માગતા હતા કે એ સેલ્સબરીની જાહેર જનતાનો અવાજ રજૂ કરતી હતી. જે ઠરાવો મેં તમને દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનારનાં નામ