પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નોંધા આર્કાનમ : દક્ષિણ રેલવેનું એક જંકશન સ્ટેશન. આસનસોલ : ઈસ્ટ ઇન્ડિયા રેલવેનું જંકશન. કલકત્તાથી લગભગ ૭૦ માઈલ. ઈસ્ટ લંડન : કેપ કૉલોનીનું શહેર જુઓ ગ્રંથ ૧, પા. ૨૯૧. એકાધિકાર, ઇલિઝાબેથકાલીન: આ એકાધિકારો આપવાનું મુખ્યત્વે એવા ખ્યાલથી શરૂ કર- વામાં આવ્યું હતું કે દેશની ઉન્નતિ માટે ઉદ્યોગોના વિકાસની આવશ્યકતા છે. આ અધિ- કારો મુજબ ઉદ્યોગપતિઓને પોતપોતાના ઉદ્યોગો વધારવા માટે સરકાર પાસેથી વગર વ્યાજે લોન અને પોતાના કામની તમામ ઊપજ કે કાચો માલ ખરીદી લેવાનો એકાધિકાર મળતો હતો. બદલામાં સરકારને પણ તેમનો તૈયાર કરેલો તમામ માલ ખરીદી લેવાનો અધિકાર હતો. આ એકાધિકારો ઇંગ્લંડમાં રાણી ઇલિઝાબેથના સમયમાં પ્રચલિત હતા. એસ્કમ્બ, સર હૅરી: (૧૮૩૮–૯૯) નાતાલના મુખ્ય ઍડ્વોકેટ અને પ્રધાનમંત્રી, જુઓ પુસ્તક ૧, પા. ૨૯૨. એસ્કોર્ટ (અથવા ઇસ્ટકોર્ટ): નાતાલનો એક કસબો, જુઓ પુસ્તક ૧, પા. ૨૯૧, કાઠિયાવાડ : સૌરાષ્ટ્ર; હવે ગુજરાત રાજ્યનો ભાગ. ક્રાંઝકલૂ : ડરબનથી ૨૩ માઈલ ઉપર આવેલું એક રેલવે સ્ટેશન. ગોખલે, ગોપાળ કૃષ્ણ : (૧૮૬૬–૧૯૧૫): હિંદના એક પ્રતિષ્ઠિત નેતા અને રાજનીતિજ્ઞ, ડેક્કન એજ્યુકેશન સોસાયટીની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિત, અંગ્રેજી અને રાજનીતિના અધ્યાપક. સક્રિય રાજકારણમાં પ્રવેશ, ૧૮૯૦. હિંદના નાણા વ્યવહાર બાબત વેલ્બી કમિશન આગળ બાની આપી, ૧૮૯૬. મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય ચૂંટાયા, ૧૮૯૯. ભારત સેવક સમાજ (સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી)ની સ્થાપના કરી અને બનારસ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ ૧૯૦૫. ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય, ૧૯૦૨- ૧૯૧૫, કેળવણીની બાબતમાં બહુ રસ લીધો અને પ્રાથમિક કેળવણી બિલ (એલિમેન્ટરી એજ્યુકેશન બિલ) રજૂ કર્યું; રૉયલ મિશન ઑન પબ્લિક સર્વિસિસના સભ્ય તરીકે કામ કર્યું. દક્ષિણ આફ્રિકાના ગિરમીટિયા હિન્દીઓના પક્ષમાં ચળવળ કરી અને ગાંધીજીના આમંત્રણથી ૧૯૧૨માં દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી. ચાર્લ્સટાઉન: નાતાલનો એક કસો. જુઓ પુસ્તક ૧, પા. ૨૯૩. ચેમ્બરલેન, જોસેફ (૧૮૩૬-૧૯૧૪): બ્રિટનના સંસ્થાન ખાતાના પ્રધાન. ૧૮૯૫-૧૯૦૨. જુઓ પુસ્તક ૧, પા. ૨૯૩. જેમિસનની ધાડ (જેમિસન રેડ): ૧૮૯૫માં બ્રિટિશ સાઉથ આફ્રિકા કંપનીના એડમિનિસ્ટ્રેટર ડૉ, જેમિસને કેપ કૉલોનીમાંથી ટ્રાન્સવાલ પર હુમલો કરીને તે લઈ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે નિષ્ફળ ગયો હતો. પરદેશીઓએ (ઑઇટલૅન્ડર્સ) તે સમયે બળવો કરવાની યોજના ઘડી રાખી હતી. ડૉ. જેમિસને આ તકના ખ્યાલથી હુમલો કર્યો હતો. પણ બળવો ગાં. ૨-૧૯