પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૯૨ ગાંધીજીનો અક્ષરદેહ દક્ષિણ આફ્રિકામાં નિયુક્ત કરવામાં આવ્યા. પરંતુ તબિયતને કારણે થોડા વખત પછી રાજીનામું આપ્યું. લંડન કરાર ( સમજૂતી) (લંડન કન્વેન્શન): ટ્રાન્સવાલની પ્રજાના નાગરિક અધિકારો બાબત બોઅરો અને અંગ્રેજો વચ્ચે ૧૮૮૪માં થયેલા કરાર. જુઓ પુસ્તક ૧, પા. ૨૯૫. લેડીસ્મિથ : ડરબનથી ૨૦૩ માઈલ પર આવેલું નાતાલનું સૌથી મોટાં બંદરોમાંનું ત્રીજું. વઢવાણ : કાઠિયાવાડનું એક રેલવે જંકશન, રાજકોટ-મુંબઈ માર્ગમાં. વાછા, સર દિનશા એદલજી (૧૮૪૪–૧૯૩૬): હિન્દના મુખ્ય પારસી રાજનીતિજ્ઞ, કોંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેની સાથે જોડાયેલા હતા. અને ૧૯૦૧માં તેના કલકત્તા અધિ- વેશનના પ્રમુખ ચૂંટાયા. નાણાકીય બાબતોમાં અધિકારી પંડિત. વાઈસરૉયની લેજિસ્લેટિવ કાઉન્સિલના નિયુક્ત સભ્ય. વૉકસરસ્ટ : નાતાલનું એક શહેર જુઓ ગ્રંથ ૧, પા. ૨૯૬. વેડરબર્ન, સર વિલિયમ : હિન્દી સિવિલ સર્વિસના એક પ્રતિષ્ઠિત સભ્ય. પાછળથી હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયા. જુઓ પુસ્તક ૧, પા. ૨૯૬. સાર્વજનિક સભા, પૂના: રાનડે તથા ગણેશ વાસુદેવ જોષીએ ૧૮૭૦માં કાઢી. તે સમયે એ હિંદની એક મહત્ત્વની રાજકીય સભા હતી. હંટર, સર વિલિયમ (૧૮૪૦–૧૯૦૦): હિંદી સિવિલ સર્વિસના એક પ્રતિષ્ઠિત સભ્ય, લેખક અને હિન્દી બાબતોના અધિકારી વિદ્ગાન. જુઓ પુસ્તક ૧, પા. ૨૯૬. Kr ૫૫-૧૩.