પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૨૧ તેનો વિરોધ કર્યો અને ઇંગ્લંડની સરકારને દરમ્યાનગીરી કરવા વિનંતી કરી. પહેલાં તો એવી મતલબનો જવાબ આપવામાં આવ્યો કે અમે ટ્રાન્સવાલ પ્રજાસત્તાકના કામકાજમાં દરમિયાનગીરી કરી નહીં શકીએ. પરંતુ વર્તમાનપત્રો ધગી ઊઠયાં, અને ફરીથી જોરદાર શબ્દોમાં વિનંતીપત્રો મોકલવામાં આવ્યાં. અંતે અંગ્રેજ સરકારે ટ્રાન્સવાલ સરકારને બ્રિટિશ રૈયતની ભરતી ન કરવા વિનંતી કરી. એ દરમિયાનગીરી નહોતી, વિનંતી હતી, પણ તે સ્વીકારવી પડી અને બ્રિટિશ રૈયતની ભરતી બંધ થઈ. અમારી બાબતમાં પણ આવી સફળ વિનંતી કરવામાં આવશે, એવી આશા રાખીએ ? અમે નમ્રતાપૂર્વક નિવેદન કરીએ છીએ કે અમારો સમાજ ભલે ભરતીવિરોધી આંદો- લન સાથે સંકળાયેલા સમાજ જેટલી અગત્ય ન ધરાવતો હોય પણ અમારી ફરિયાદો તો તેમની ફરિયાદો કરતાં ઘણી વધારે અગત્યની છે. આવો અથવા કોઈ પણ અનુરોધ કરવામાં આવે કે ન આવે, પણ લવાદના ચુકાદામાંથી મિ. ચેમ્બરલેનને ધ્યાન આપવું પડે એવા પ્રશ્નો ઉપસ્થિત થશે. ટ્રાન્સવાલમાં હિંદીઓની જે સેંકડો દુકાનો છે તેનું શું થશે? શું તે બધી બંધ કરવામાં આવશે? શું તેમને સૌને લોકેશનોમાં રહેવાની ફરજ પાડવામાં આવશે, ને તેમ થાય તો કેવાં લોકેશનોમાં ? દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકની રાજધાની પ્રિટોરિયામાં મલાઈ લોકને ખસેડવા સંબંધમાં બ્રિટિશ એજન્ટે ટ્રાન્સવાલનાં લોકેશનોનું વર્ણન નીચે મુજબ કર્યું છે: નગરનો કચરો ઠાલવવા વપરાતા સ્થળ પર કોઈ નાના લોકેશનમાં, જ્યાં નગર અને લોકેશન વચ્ચે આવેલી નીક કે ખાડીમાંના ગંદા પાણી સિવાય બીજું પાણી નથી ત્યાં, બળજબરીથી રહેવું પડે તેનું અનિવાર્ય પરિણામ એ આવે કે ત્યાં ઝેરી તાવ અને અન્ય રોગો ફાટી નીકળે, અને અંતે તેમના જાન તથા નગરની વસ્તીનું આરોગ્ય જોખમમાં આવી પડે. ગ્રીન બુક નં ૨, ૧૮૯૩, પા. ૭૨) જો તેમને દુકાનો વેચી દેવાની ફરજ પાડવામાં આવશે તો તેમને કંઈ વળતર મળશે કે નહીં? વળી, કાયદો જ પોતે ટ્રુિઅર્થી છે. લવાદને અર્થ નક્કી કરવાનું સોંપ્યું હતું, અને તેણે તે હવે ટ્રાન્સવાલની હાઈકોર્ટ પર છોડયું છે. અમારો દાવો છે કે એ કાયદા પ્રમાણે રાજ્ય અમને લોકેશનમાં વસવાટની જ ફરજ પાડી શકે. રાજ્ય એવો દાવો કરે છે કે રહેઠાણમાં દુકાનો પણ આવી જાય છે અને તેથી કાયદા પ્રમાણે અમારાથી લોકેશનો સિવાય અન્યત્ર ધંધો પણ ન થઈ શકે. હાઈકોર્ટ રાજ્યે કરેલા અર્થના પક્ષમાં છે એમ કહેવાય છે. ટ્રાન્સવાલમાં પડતાં કષ્ટો કંઈ આટલાં જ નથી. આટલાં તો લવાદ સમક્ષ મૂકવામાં આવ્યાં હતાં. પણ ત્યાં એવો એક કાયદો રેલવે કર્મચારીઓને અમને પહેલા કે બીજા વર્ગની ટિકિટ આપતાં અટકાવે છે. અમારા પોશાક, વર્તન કે સ્થિતિનો ખ્યાલ કર્યા વિના અમને ઘેટાંની માફક આદિવાસીઓ તથા બીજી બિનગોરી પ્રજા માટે ખાસ રાખેલા એક પતરાંના ડબામાં અક્ષરશ: ઠાંસીને પૂરવામાં આવે છે. નાતાલમાં આવો કોઈ કાયદો નથી, પણ નાના કર્મચારીઓ હેરાનગતિ કરે છે. આ મુશ્કેલી કંઈ ઓછી નથી. ડેલાગોઆ બેમાં અધિકારીઓ હિંદીઓ માટે એટલો આદર ધરાવે છે કે તેમને ત્રીજા વર્ગમાં મુસાફરી કરવા દેતા નથી; એટલે સુધી કે જો કોઈ ગરીબ હિંદી બીજા વર્ગનું ભાડું ભરી શકે એમ ન હોય તો તેને ત્રીજા વર્ગની ટિકિટથી બીજા વર્ગમાં મુસાફરી કરવા દેવામાં આવે છે. એ જ હિંદીને ટ્રાન્સવાલની હદે પહોંચતાં જ પોતાનો માનમરતબો ખિસ્સા- માં મૂકવાની ફરજ પડે છે, તેની પાસે પાસ માગવામાં આવે છે અને પછી વગર વિધિએ તેને ત્રીજા વર્ગના ડબામાં ધકેલી દેવામાં આવે છે પછી ભલેને તેની પાસે પહેલા કે બીજા વર્ગની