પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૨૩ આવી છે અને અમને તેનું કશું વળતર આપવામાં આવ્યું નથી. આ બાબતમાં ખાસ સંબંધ ધરાવતા હિંદી વેપારીઓના ભાવિને નષ્ટ કર્યાની વાત જવા દઈએ, પણ મિ. ચેમ્બરલેન આ ફરિયાદ પણ સાચી માનશે અને ઑરેન્જ ટ્રી સ્ટેટ પાસેથી અમારા ૯,૦૦૦ પાઉંડ અપાવશે? હું એ સૌ વેપારીઓને ઓળખું છું. તેમને હાંકી કાઢવામાં આવ્યા તે સમયે તેમની પેઢીઓ સૌથી ધનિક ગણાતી હતી છતાં હજી એમાંની ઘણીખરી પોતાની અસલ સ્થિતિએ પહોંચી શકી નથી. “એશિયાટિક બિનગોરી પ્રજાનો ધસારો અટકાવવાનો કાયદો” એ નામે ઓળખાતો કાયદો ઑરેન્જ ફ્રી સ્ટેટમાં કોઈ પણ હિંદીને બે માસથી વધુ સમય રહેતાં અટકાવે છે, સિવાય કે પ્રજાસત્તાકના પ્રમુખ તરફથી એ પરવાનગી મેળવે. વળી પ્રમુખ પણ પરવાનગીની અરજી મળ્યા બાદ ત્રીસ દિવસ વીતે ને અન્ય વિધિઓ પૂરી થાય તે પહેલાં અરજી પર વિચાર ન કરી શકે. વળી ત્યાં કોઈ હિંદી કોઈ હિસાબે સ્થાયી મિલકત ધારણ ન કરી શકે તેમ જ વેપાર કે ખેતી પણ ન કરી શકે. પ્રમુખ ત્યાં રહેવા માટેની આવી ભાંગીતૂટી પરવાનગી “પરિસ્થિતિ અનુસાર” આપે કે ન આપે. વળી, ત્યાં વસતા દરેક હિંદીએ વાર્ષિક દસ પાઉંડનો માથાવેરો ભરવો પડે છે. વેપાર કે ખેતીને લગતી કલમના પ્રથમ ભંગ માટે ગુનેગારને ૨૫ પાઉંડ દંડ અથવા ત્રણ માસની સાદી અગર સખત કેદની સજા કરવામાં આવે છે. તે પછીના બધા ગુનાઓ માટે બેવડી સજા કરવામાં આવે છે. પરંતુ, સજ્જનો, થોડા સમય પર આપને નાતાલના એજન્ટ જનરલે જણાવ્યું કે નાતાલ માં હિંદીઓ પ્રત્યે જેવો વર્તાવ રાખવામાં આવે છે તેથી સારો બીજે કયાંય રાખવામાં આવતો નથી. મોટા ભાગના ગિરમીટિયા મજૂરો રિટર્ન ટિકિટનો લાભ નથી લેતા એ જ મારા ચોપાનિયાનો સૌથી સારો જવાબ છે અને રેલવે તથા ટ્રામના કર્મચારીઓ હિંદીઓ સાથે પશુ જેવું વર્તન નથી રાખતા તેમ જ અદાલતો એમને ન્યાય આપવાની ના નથી પાડતી. એજન્ટ જનરલ પ્રત્યે પૂરા માન સાથે હું એમના પહેલા કથન પરત્વે એટલું જ કહી શકું કે રાતે નવ વાગ્યા પછી પાસ વિના ફરવા માટે કોટડીમાં પૂરવામાં આવે, મુક્ત દેશમાં પ્રાથ- મિકમાં પ્રાથમિક ગણાતા નાગરિક હકનો ઇન્કાર કરવામાં આવે, ગુલામના સ્થાનથી, બહુ કરો તો મુક્ત મજૂરના સ્થાનથી, ચડિયાનું સ્થાન આપવાની ના પાડવામાં આવે, તથા ઉપર કહેલાં અન્ય નિયંત્રણો મૂકવામાં આવે એ જો સારા વર્તાવનાં દૃષ્ટાંતો હોય તો એજન્ટ જનરલના સારા વર્તાવનો ખ્યાલ બહુ વિચિત્ર હોવો જોઈએ. અને જો આ વર્તાવને દુનિયાભરમાં હિંદીઓ પ્રત્યે રાખવામાં આવતા વર્તાવમાં શ્રેષ્ઠ લેખવામાં આવે તો દુનિયાના અન્ય ભાગોમાં અને અહીં પણ હિંદીઓની દશા ખરેખર બહુ કમનસીબ હોવી જોઈએ. ખરી વાત એમ છે કે એજન્ટ જનરલ મિ. વૉલ્ટર પીસને સરકારી કચેરીનાં ચશ્માં દ્રારા જોવું પડે છે, એટલે દરેક સરકારી વસ્તુ તેમને ૧. લીલા ચેાપાનિયાની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં, ૧૪મી સપ્ટેમ્બરને રાજ રાઈટરે તેને ગેરરસ્તે દોરનારા સાર વર્તમાનપત્રોને મેકલી આપ્યા હતા. એટલે નાતાલના એજન્ટ જનરલે ગાંધીજીએ ગેરવર્તાવના કરેલા આરેાપાના વિદેશ આપ્યા હતા. પરંતુ, સજ્જના . . થી માંડીને હિંદી વસ્તીની આબાદી સાબિત કરવા આંકડા આપવાની . . .’’ (પા.૨૮) એ કંડિકાએ એજન્ટ જનરલને મદ્રાસની સભા સમક્ષ આપેલા જવાબરૂપ છે. લીલા ચેાપાનિયાની બીજી આવૃત્તિમાં એ કંડિકાએ સામેલ કરવામાં આવી હતી અને પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ “પરિશિષ્ટ’’ તરીકે કરવામાં આવ્યેા હતેા. જીએ પા. ૭૫–૮૦, આ વિષય બાબતમાં વૃત્તપત્રોને ગાંધીજએ લખેલા પત્ર માટે નુએ, નીચે પા. ૬૧-૬૪.