પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ કેસની સુનાવણી વખતે ખબર પડી કે બચાવના સાક્ષીઓ પૈકી એકને ભણાવી તૈયાર કરવામાં આવ્યો હતો. તે ઉપર જણાવેલા કર્મચારીઓ પૈકી એક સાક્ષી હતો. એને ન્યાયાધીશે પૂછ્યું કે હિંદી મુસાફરો તરફ વાજબી વર્તન રાખવામાં આવે છે કે કેમ? સાક્ષીએ જવાબમાં હા કહી એટલે કેસ ચલાવનાર મૅજિસ્ટ્રેટે કહ્યું : “તો મારા મતથી તમારો મત જુદો છે, અને એ વિચિત્ર વાત છે કે રેલવે સાથે જેમને સંબંધ નથી તેઓ તમારા કરતાં વધારે જોઈ શકે છે.” આ કેસ વિશે ડરબનના યુરોપિયન દૈનિક પત્ર નાતાજઇવર્ટાફ્સમાં નીચે મુજબ ટીકા આવી હતી : એ આરબ મુસાફર તરફ ખરાબ વર્તણૂક બતાવવામાં આવી હતી; એ બાબત જુબાની જોતાં કશી શંકાને સ્થાન રહેતું નથી. આવા હિંદીઓને બીજા વર્ગની ટિકિટ આપવામાં આવે છે એ જોતાં, વાદીને અનાવશ્યક ત્રાસ અને અપમાનનો ભોગ નહોતો બનાવવો જોઈતો. . . . યુરોપિયનો અને બિનગોરા મુસાફરો વચ્ચે સંઘર્ષ ઊભો થવાનો ભય ઓછામાં ઓછો રહે એવા કોઈ ચોક્કસ ઉપાયો લેવા જોઈએ, ને તે ઉપાયોના અમલથી કાળા કે ગોરા કોઈને ત્રાસ ન થવો જોઈએ. એ જ કેસ વિષે ટીકા કરતાં નાતાલ્ફ મળ્યુંરી લખે છે: સમગ્ર દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ સાથે તેઓ શિક્ષિત છે કે નહીં, તેમની ટેવો સ્વચ્છ છે કે નહીં, એ જોયાવિચાર્યા વિના હિંદીમાત્ર નર્યા કુલી હોય એ રીતે વર્તવાની વૃત્તિ છે. • અમે અનેક વાર જોયું છે કે આપણી રેલવે ગાડીઓમાં બિનર્ગારા મુસાફરો સાથે સભ્ય વર્તન રાખવામાં નથી આવતું, અને જોકે એન. જી. આર.ના ગોરા કર્મચારીઓ યુરોપિયન મુસાફરો તરફ જેવું માનભર્યું વર્તન રાખે છે તેવું જ બનોરા તરફ રાખે એવી આશા રાખવી વાજબી ન ગણાય, પણ અમે એમ તો માનીએ છીએ કે જો કર્મ- ચારીઓ બિનગોરા મુસાફરો સાથે કામ પાડતી વખતે કંઈક વધારે સભ્યતાથી વર્તે તો તેથી એમની પ્રતિષ્ઠાને આંચ નહીં આવે. દક્ષિણ આફ્રિકાનું આગળપડતું વર્તમાનપત્ર પ ટાર્સ કહે છે: નાતાલમાં વિચિત્ર દૃશ્ય નજરે પડે છે, જે વર્ગના લોકો વિના અને ચાલી શકે એમ નથી તે જ વર્ગના લોકો તરફ એ ભારેમાં ભારે ધિક્કાર ધરાવે છે. એ સંસ્થાનમાંથી હિંદી વસ્તી પાછી ખેંચી લેવાય તો વેપાર અનિવાર્યપણે અટકી પડે અને તેથી જે સ્થિતિ ઊભી થાય તેની તો કલ્પના જ કરવી રહી. અને છતાં ત્યાં હિંદી વધારેમાં વધારે ધિક્કારપાત્ર પ્રાણી છે. તે ટ્રામગાડીમાં બેસી શકે નહીં, રેલવેગાડીના ડબામાં યુરોપિયનો સાથે એક જ ખાનામાં બેસી શકે નહીં. હોટેલવાળા અને ભોજન કે રહેવાની જગ્યા આપતા નથી. અને જાહેર સ્નાનગૃહોનો ઉપયોગ કરવાનો અધિકાર ભોગવવાની પણ તેને મનાઈ છે! (૫-૭–૧૮૯૧) નાતાલમાં હિંદીઓ સાથે નિકટ સંબંધ ધરાવનાર એંગ્લો-ઇન્ડિયન સજ્જન મિ. ડ્રમન્ડનો અભિપ્રાય જુઓ. નાતાજી મર્ક્યુરીમાં લખતાં તેઓ કહે છે: અહીંના લોકોનો મોટો ભાગ એ ભૂલી જતો લાગે છે કે હિંદીઓ બ્રિટિશ રૈયત છે, તેમની સમ્રાજ્ઞી આપણી રાણી છે, અને માત્ર તેટલા જ કારણે એવી આશા રાખવામાં ૧. નાતાલ ગવર્નમેન્ટ રેલવે,