પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૮ ગાંધીજીનો અક્ષરદેહ આવે છે કે, તેમને માટે જે ધિક્કારવાચક શબ્દ ‘કુલી’નો ઉપયોગ થાય છે તે ન થવો જોઈએ. હિંદમાં ગોરા લોકોનો નીચલો વર્ગ જ ત્યાંના વતનીને ‘નિગર’ કહે છે અને તેની સાથે જાણે તે કાંઈ પણ આદરમાનને લાયક ન હોય તેવી રીતે વર્તે છે. માત્ર તેમની નજરમાં -- જેમ અહીં આ સંસ્થાનમાં ઘણાની નજરમાં છે તેમ — હિંદી એક ભારે બોજારૂપ અથવા કળવાળા સંચારૂપ છે. . . . અજ્ઞાન અને અસંસ્કારી લોકને, હિંદીઓને વિષે તેઓ પૃથ્વીનો ઉતાર હોય એવી રીતે વાત કરતા સાંભળવા એ સામાન્ય વાત છે અને દુ:ખદાયક વાત છે. ગોરાઓ તેનાં વખાણ નહીં, કેવળ નિંદા કરે છે. હિંદીઓને પશુવત્ ગણી રેલવે કર્મચારીઓ વર્તે છે એ મારા વક્તવ્યના સમર્શનમાં હું માનું છું કે, મેં બહારનો પુરાવો પૂરતો આપ્યો છે. ઘણી વાર ટ્રામગાડીમાં હિંદીઓને અંદર બેસવા દેવામાં આવતા નથી પણ, ત્યાં વપરાતા શબ્દ અનુસાર, ‘અપડૅર્સ’ (માળ પર) મોકલવામાં આવે છે. ઘણી વાર તેમને એક જગાએથી ઉઠાડી બીજી જગ્યાએ બેસાડવામાં આવે છે. અથવા આગળની પાટલીઓ પર બેસતા અટકાવવામાં આવે છે. હું એક એવા તામિલ સજ્જનને ઓળખું છું જેઓ હિંદી અમલદાર છે, જેમણે છેલ્લામાં છેલ્લી યુરોપિયન ઢબનો પોશાક પહેરેલો હતો તેમને, અંદર જગા હતી છતાં ટ્રામગાડીના પાટિયા પર ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યાંની અદાલતોમાં હિંદીઓને ન્યાય મળે છે એમ કહેવામાં આવ્યું છે. એ બાબતમાં હું નમ્રતાપૂર્વક કહું છું કે એમને ન્યાય નથી મળતો એવું મેં કદાપિ કહ્યું નથી, તેમ જ એમને દરેક વખતે દરેક કચેરીમાં ન્યાય મળે છે, એ પણ હું સ્વીકારવા તૈયાર નથી. હિંદી વસ્તીની આબાદી સાબિત કરવા આંકડા આપવાની જરાયે જરૂર નથી. નાતાલ જનાર હિંદીઓ આજીવિકા પેદા કરે છે તેની કોઈ ના પાડતું નથી, પણ તે તેમને પડતી હેરાનગતિ છતાં પેદા કરે છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની આવી સ્થિતિ છે. તેમાં એક અપવાદ છે ડેલાગોઆ બે. ત્યાં હિંદીઓ પ્રત્યે ઘણું માન છે, તેમને કોઈ ખાસ નિયંત્રણની મુસીબત ભોગવવી નથી પડતી અને એ શહેરના મુખ્ય મહોલ્લાઓમાં લગભગ અર્ધી સ્થાવર મિલકતના તેઓ માલિક છે. તે બધા મોટે ભાગે વેપારીઓ છે. કેટલાક સરકારી નોકરીમાં પણ છે. બે પારસી ગૃહસ્થો ત્યાં ઇજનેર છે. બીજા એક પારસી સજ્જનને તો ‘સેનોર એદલ’ એટલે મહાશય એદલ નામે કદાચ ડેલાગોઆબેનું નાનું બાળક પણ ઓળખે છે. પણ ત્યાંના વેપારી વર્ગમાં તો મુખ્યત્વે મુસલમાન અને વાણિયા છે જેઓ પોર્ટુગીઝ હિંદમાંથી આવેલા છે. આ દુ:ખદ સ્થિતિનું કારણ, અને તેનો ઉપાય પણ તપાસવાનું હજી બાકી છે. યુરોપિયનો કહે છે હિંદીઓની ટેવો ગંદી છે. તેઓ કંજૂસ છે તથા અસત્યવાદી ને ચારિત્ર્યહીન છે. નરમ વિચારનાં વર્તમાનપત્રોને આટલા વાંધા છે. બીજાં તો અલબત્ત ગાળો જ દે છે. ગંદી અને અસત્ય બોલવાની ટેવોનો આરોપ અંશત: સાર્ચો છે, એટલે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્વચ્છતા જાળવવાની ટેવો ઉચ્ચ દૃષ્ટિએ જોતાં જેવી જોઈએ તેવી સારી નથી એ ખરું, પરંતુ યુરોપિયન કોમ અમારી સામે એ આરોપ જે રીતે મૂકે છે અને જે રીતે તેનો ઉપયોગ કરે છે તે ૧. મદ્રાસવાળા વ્યાખ્યાનની આ ડિકા લીલા ચોપાનિયામાંની બીજી આવૃત્તિમાં સરતચૂકથી છાપવી રહી ગઈ હતી.