પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૨૯ જોતાં અમે એનો સદંતર ઇન્કાર કરીએ છીએ, તે અમે દક્ષિણ આફ્રિકાના દાક્તરોના અભિપ્રાય ટાંકીને બતાવ્યું છે કે “વર્ગ તરીકે જોઈએ તો, નીચામાં નીચા વર્ગના ગોરા કરતાં નીચામાં નીચા વર્ગનો હિંદી વધારે સાચી રીતે ને વધારે સારાં રહેઠાણમાં રહે છે અને આરોગ્યવિષયક બાબતોનો વધારે ખ્યાલ રાખે છે.” ડૉ. વીલ બી.એ. એમ.બી.બી.એસ.(કૅન્ટાબ) કહે છે, મેં જોયું છે કે હિંદીઓ “શરીરે સ્વચ્છ અને ગંદકી કે બેદરકારીથી તથા રોગોથી મુક્ત” છે, તેમ જ “તેમનાં મકાન સામાન્ય રીતે ચોખ્ખાં રહે છે અને સ્વચ્છતાની બાબતમાં તેઓ પોતાની મેળે ધ્યાન આપે છે.”૧ તેમ છતાં અમે એમ નથી કહેતા કે આ બાબતમાં અમારે સુધારો કરવા જેવું કંઈ છે જ નહીં, આરોગ્ય બાબત કશા નિયમો ન હોય તો આપણે સંતોષકારક રીતે જીવી ન શકીએ. વર્તમાનપત્રોમાં આવેલી માહિતી પરથી જણાય છે કે બંને કોમ આ બાબતમાં સરખી ભૂલ કરે છે. પરંતુ અમારા પર લાદવામાં આવેલાં બધાં ગંભીર નિયંત્રણોનું આ કારણ ન હોઈ શકે. એનું કારણ બીજે ઠેકાણે છે. તે હું હમણાં જણાવીશ. આરોગ્યના નિયમો ભલે તેઓ પૂરી સખ- તાઈથી પળાવે; તેથી તો અમને વળી વધારે લાભ થશે. અમારામાં જેઓ આળસુ છે તેઓ એમના એદીપણામાંથી જાગ્રત થશે; અને એ સારું છે. અસત્યવાદી હોવાનો આરોપ ગિરમીટિયા હિંદી સંબંધે અંશત: ખરો છે, પણ વેપારીઓની બાબતમાં એમાં સદંતર અતિશયોક્તિ છે. અને ગિરમીટિયા હિંદીઓની બાબતમાં હું કહેવાની હિંમત કરું છું કે તેઓ જે પરિસ્થિતિમાં મુકાયા છે તેમાં બીજી કોઈ કોમ વર્તે તે કરતાં તેઓ ઘણી સારી રીતે વર્ત્યા છે. ગોરા સાંસ્થાનિકો તેમને નોકર તરીકે પસંદ કરે છે અને તેમને “ઉપયોગી ને વિશ્વાસુ” કહે છે, એ હકીકત જ બતાવે છે કે ગિરમીટિયા લોક કહેવામાં આવે છે તેવા સુધરી જ નહીં શકે એવા જૂઠા નથી. હિંદ છોડીને નીકળે છે તે પળથી તેમને સાચને સાંકડે માર્ગે રાખનાર, તંદુરસ્ત નિયંત્રણોમાંથી મુક્ત થઈ જાય છે. દક્ષિણ આફ્રિકામાં ધાર્મિક શિક્ષણની એમને બહુ જરૂર છે, પણ તે એમને મળતું નથી. તેને પોતાના સાથી બંધુ માટે શેઠ વિરુદ્ધ સાક્ષી આપવા કહેવામાં આવે છે. આ ફરજ તેઓ ઘણુંખરું બજાવતા નથી. પરિણામે, સત્યને કોઈ પણ સંજોગોમાં વળગી રહેવાની તેમની વૃત્તિ ધીમે ધીમે ભ્રષ્ટ થતી જાય છે અને પછી તો તેઓ લાચાર બની જાય છે. હું કહું છું કે તેઓ ધિક્કાર કરતાં કરુણાને પાત્ર વધારે છે. બે વરસ પર મેં આ અભિપ્રાય દક્ષિણ આફ્રિકામાં જાહેર પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો અને તેમણે તેની સામે કશો વાંધો ઉઠાવ્યો ન હતો. દક્ષિણ આફ્રિકાની યુરોપિયન પેઢીઓ સેંકડો હિંદીઓને અક્ષરશ: તેમના વચન પર મોટી રકમના ‘ માલનું ધિરાણ કરે છે, ને તેમ કરવામાં તેમને કદી પસ્તાવાનું કારણ મળ્યું નથી; બેંકો હિંદીઓ ને લગભગ અમર્યાદિત ધિરાણ કરે છે, જ્યારે વેપારીઓ ને બેંકો યુરોપિયનો પર એટલો વિશ્વાસ રાખતા નથી. આ હકીકત પરથી સાબિત થાય છે કે હિંદી વેપારીઓ કહેવામાં આવે છે તેટલા અપ્રામાણિક ન હોઈ શકે. અલબત્ત મારા કહેવાનો અર્થ એવો નથી કે યુરોપિયન પેઢીઓ હિંદી- ઓને યુરોપિયનો કરતાં વધારે સત્યવાદી માને છે. પણ હું એટલું તો જરૂર માનું છું કે તેઓ બંને કોમનો સરખો વિશ્વાસ તો કરે, પણ તેઓ હિંદીની કરકસર, પોતાને માલ ધીરનારને પાયમાલ નહીં કરવાનો તેનો નિશ્ચય, અને તેની રહેણીકરણીની ઓછી ખર્ચાળ ટેવો પર ભરોસો રાખે છે. એક બેંક એક હિંદીને શાખ ઉપર બહુ મોટા પ્રમાણમાં ધિરાણ કરતી આવી છે. બેંકના ઓળખીતા અને આ હિંદીના મિત્ર એક યુરોપિયનને સટ્ટો કરવા ૩૦૦ પાઉંડ જોઈતા હતા. તેને અવેજ ૧. તુ પુસ્તક ૧, પા. ૧૫૩.