પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ||દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ|૩૧}

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૩૧ કહીએ કે હિંદ માત્ર જ્યાં ત્યાં ઊભાં કરેલાં ઝૂંપડાંનો દેશ નથી તો ત્યાં કોઈ અમારી એ વાત માને પણ નહીં. લંડનના ટાર્સે પત્રે, કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ અને શ્રી ભાવનગરીએ તથા હિંદમાં ધિ ટામ્સ છ ક્રિયા પત્રે અમારા તરફથી જે કામ કર્યું તેનાં ફળ કથારનાં આવ્યાં છે. અલબત્ત, હિંદીઓના દરજ્જાના સવાલને સામ્રાજ્યનો સવાલ ગણવામાં આવ્યો છે, ને અમે જેને જેને મળ્યા તે લગભગ દરેક રાજકારણી પુરુષે અમારા તરફ પૂરી સહાનુભૂતિ દર્શાવી છે. ઇંગ્લંડની આમસભાના રૂઢિચુસ્ત (કૉન્ઝરવેટિવ) તથા વિનીત (લિબરલ) બંને પક્ષના સભ્યો તરફથી અમને સહાનુભૂતિના પત્રો મળ્યા છે. સેફ્ટી ટેબ્રિા પત્રે પણ અમને ટેકો આપ્યો છે. જ્યારે મતાધિકાર બિલ પ્રથમ વાર પસાર થયુંર અને તેને નામંજૂર કરવાની કંઈક વાત ચાલતી હતી, ત્યારે નાતાલમાં જાહેર કાર્યકર્તાઓ ને વર્તમાનપત્રો કહેવા લાગ્યાં કે સમ્રાજ્ઞીની સરકાર થાકી જાય ત્યાં લગી ફરી ફરીને એ બિલ પસાર કરવામાં આવશે. હિંદીઓ બ્રિટિશ રૈયત છે એ વાતને તેઓએ ‘‘તૂત” કહીને નકારી કાઢી અને એક છાપાએ તો એટલે સુધી કહી નાંખ્યું કે જો બિલ નામંજૂર કરવામાં આવશે તો રાણીનું આધિપત્ય ફગાવી દઈશું. સંસ્થાનના પ્રધાનોએ પણ ખુલ્લેખુલ્લું જણાવી દીધું કે જો બિલ નામંજૂર થશે તો અમે વસાહતનો રાજ્યકારભાર ચલાવ- વાની જ ના પાડીશું. આ તે સમય હતો કે જ્યારે લંડનના ટાર્મ્સ પત્રનો “વસાહતી બાબતો”નો સંવાદદાતા નાતાલના બિલની તરફેણ કરતો હતો. પણ ધન્ડરરે આ વિષય પર લખતાં ખાસ કરીને તેનો સૂર બદલ્યો હતો. સંસ્થાન ખાતાના સચિવ મક્કમ હોય તેમ લાગતું હતું, અને ટ્રાન્સવાલવાળી લવાદીને લગતો ખરીતો પણ વખતસર આવી પહોંચ્યો હતો. એથી નાતાલમાં વર્તમાનપત્રોનો આખો સૂર બદલાઈ ગયો. એમણે વિરોધ તો દર્શાવ્યો, પણ તેઓ બ્રિટિશ સામ્રાજ્યના અવિભાજ્ય અંગરૂપે હતાં, જેણે એક વાર એશિયાઈ-વિરોધી મંડળ સ્થાપવા સૂચના કરેલી, તે નાતાજડવર્ટાક્ષર પત્રે હવે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૯૫ના અગ્રલેખમાં હિંદી પ્રજા વિષે નીચેના વિચારો દર્શાવ્યા. મતાધિકાર બિલને નામંજૂરી મળ્યાના સમાચારનો તથા આ પહેલાં નિર્દેશ કર્યા છે એ કેપ કૉલોનીમાં મળેલી નગરપતિ કોંગ્રેસના ઠરાવનો ઉલ્લેખ કરીને તે જણાવે છે: તેથી આ પ્રશ્ન સામ્રાજ્યના દૃષ્ટિબિંદુથી માંડીને શુદ્ધ સ્થાનિક દૃષ્ટિબિંદુ સુધીનાં તમામ દૃષ્ટિબિંદુઓથી જોવામાં આવે તો એ બહુ મોટો ને જટિલ પ્રશ્ન છે. પરંતુ જુદાં જુદાં ક્ષેત્રો આ પ્રશ્નને કેવળ સ્થાનિક દૃષ્ટિબિંદુથી જોવા ગમે તેટલાં ઉત્સુક હોય, જેઓ સર્વ બાજુએથી આ વસ્તુનો અભ્યાસ કરવા ઇચ્છે છે (અને સાચા તથા લાભદાયક નિર્ણય પર આવવા માટે આ જ એક માર્ગ છે) તેમને એ સ્પષ્ટ દેખાવું જોઈએ કે વિશાળતર અથવા સામ્રાજ્ય સંબંધી બાબતોનો વિચાર કરવો પણ જરૂરી છે. વળી આ બાબતની શુદ્ધ સ્થાનિક બાજુ સંબંધમાં એ જાણી લેવું એટલું જ જરૂરી, અને કદાચ એટલું જ મુશ્કેલ છે કે પરિસ્થિતિનો વ્યાપક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે કે કેમ, અથવા દ્વેષભાવ કે સ્વાર્થને કારણે સ્વીકારવા જેવી લાગે એવી જ હકીકતોને આધારે આ કે તે બાજુએ કાચા મતો બાંધવામાં આવે છે કે કેમ? હિંદથી આવનાર હિંદી લોકોની બાબતમાં આખા ૧. હિંદી રાષ્ટ્રીય મહાસભાએ લંડનમાં બ્રિટિશ કમિટીની સ્થાપના કરી હતી. એના મુખ્ય સભ્યો- માંના એક સર મંચેરજી ભાવનગરી હતા. ૨. તુલાઇ ૭, ૧૮૯૪; જીએ પુસ્તક ૧, પા. ૮૬.