પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ આવા લેખો (અને જુદાં જુદાં છાપાંમાંથી એવા તો ડઝનબંધ ઉતારી શકાય એમ છે) દર્શાવે છે કે જો ઇંગ્લંડની સરકાર તરફથી પૂરનું દબાણ કરવામાં આવે તો વસાહતી રાજ્યોની હિંદી સંબંધી રાજનીતિમાં સારું પરિવર્તન થઈ શકે. અને ખરાબમાં ખરાબ સ્થળોમાં પણ બ્રિટિ- શોની સ્વાભાવિક ન્યાયપ્રિયતા અને ઔચિત્યપ્રિયતા જાગ્રત કરી શકાય. એ બે વસ્તુઓ પર અમારી આશાનો મુખ્ય આધાર છે. એ અત્યંત આવશ્યક દબાણ સિવાય અમે પોતે હિંદ સંબંધી માહિતીનો ગમે તેટલો ફેલાવો કરીએ તેથી કાંઈ વળે એમ નથી. ૩૪ દક્ષિણ આફ્રિકાના એક વિશાળ અનુભવી પત્રકારની કલમથી લખાયેલો નીચેનો લેખ બતાવી આપે છે કે દક્ષિણ આફ્રિકામાં પણ એવા પુરુષો છે કે જે પોતાની આસપાસના વાતા- વરણથી પર થઈને સાચા બ્રિટિશ ગુણોનું દર્શન કરાવે છે: જીવનમાં કેટલીક વાર માણસને સ્વાર્થ અને ન્યાય વચ્ચે છેવટની પસંદગી કરવી પડે છે. પ્રામાણિક વૃત્તિવાળા મનુષ્યો માટે આ પસંદગીનું કામ ઘણું મુશ્કેલ હોય છે, પણ જેમના નીરસ જીવનના આરંભમાં રહેલી સદસદ્-વિવેકની વૃત્તિ જેમણે કયારની ફગાવી દીધી છે તેમને એ કામમાં તેવી મુશ્કેલી જણાતી નથી. જે લોકો નકામી બની ગયેલી કંપનીઓને વેચતી વખતે જ તેનાં ખોટાં વખાણ કરે છે તેઓ અને તેમના જેવા આચરણ- વાળા બીજા લોકોમાં સ્વાર્થ સિવાય બીજી કોઈ ભાવના પ્રબળ હોય એવી આશા રાખવી એ તન મૂર્ખાઈ છે. પરંતુ સામાન્ય વેપારી આગળ નીતિઅનીતિનો સંઘર્ષ થાય છે ત્યારે ઘણુંખરું ન્યાયની જીત થાય છે. સામાન્ય રીતે સૌ દક્ષિણ આફ્રિકાવાસીઓને અને ખાસ કરીને બ્રિટિશ ટ્રાન્સવાલવાસીઓને આવા નૈતિક ઘર્ષણનાં જે કારણો મળે છે તેમાંનું એક કારણ છે ‘કુલી વેપારી”નો પ્રશ્ન. આપણા હિંદી અને આરબ નાગરિક બંધુઓને એ જ નામ અપાયું છે. આ વેપારીઓ જેઓ ખરેખર વેપારી છે તેમના મોભાએ જ આટલું બધું ધ્યાન ખેંચ્યું છે ને હજી પણ એને લીધે જે હિતસંબંધ અને દુશ્મનાવટ પેદા થાય છે તે ઓછાં નથી. અને તેમના મોભાનો ખ્યાલ કરીને જ તેમના વેપારી હરીફોએ રાજયસરકાર દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માટે જે નિયંત્રણો ઠોકી બેસાડવાનો પ્રયત્ન કર્યો છે તેમાં કંઈક અન્યાય જેવું છે, એમ પહેલી નજરે જ દેખાઈ આવે છે. હિંદી અને આરબ દુકાનદારોનાં કામકાજ બાબત સવારનાં વર્તમાનપત્રોમાં ફકરાઓ કોઈ કોઈ વાર આવ્યા કરે છે પરથી, થોડા જ સમય પહેલાં કુલી વેપારીઓ સામે ટ્રાન્સવાલના પાટનગરમાં જે બુમરાણ મચ્યું હતું તે યાદ આવે છે. r જ્યારે આ રીતે યાદ તાજી કરાવવાનું ચાલુ રહેતું હોય ત્યારે, જે આદરપાત્ર અને સખત મહેનત કરનારા લોકોને એવા ખોટી રીતે સમજવામાં આવ્યા છે કે તેમની રાષ્ટ્રીય- તાની જ ઉપેક્ષા થાય છે અને તેમને એવા નામનું લેબલ લગાડવામાં આવ્યું છે જેથી તે પોતાના બાંધવાની નજરમાં ખૂબ નીચા ઊતરી જાય, તેમની કોઈ ક્ષણભર ચર્ચા કરે તો તે વાજબી રીતે ક્ષમાપાત્ર ગણાવાની આશા સખી શકે. વળી, નાણાકીય વહેવારમાં, તેમને વખોડનારા ઘણા લોકો તેમની ઈર્ષા કરે એવી ફતેહ તેમને મળી છે તે જોતાં, તેમને અર્ધ જંગલી આદિવાસીની કક્ષાએ ઉતારી પાડવાની, લોકેશોમાં પૂરવાની તથા હબસીઓને જે કાયદા લાગુ પડે છે તે તેમને લાગુ પાડવાની ચળવળ સમજી શકાતી નથી. ટ્રાન્સ- વાલમાં તથા આ સંસ્થાનમાં એક એવો ખ્યાલ વ્યાપી ગયો છે કે શાંત તથા તદ્ન નિર્દોષ ‘આરબ’ દુકાનદાર અને પોતાનો કીમતી નાજુક માલ લઈને ઘરે ઘરે ફરનાર તેટલો જ