પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ જાતે ભોગવવા માગીએ એ બ્રિટિશ સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે. રાણી ઇલિઝાબેથના સમયના ઇજારા નાબૂદ થયા ત્યારથી સૌને વેપારનો સમાન અધિકાર પ્રાપ્ત થયો છે અને તે ઇંગ્લંડના રાજ્યબંધારણનો લગભગ એક ભાગ બની ગયો છે, અને જો કોઈ એ હકની આડે આવે તો બ્રિટિશ નાગરિકતાના અધિકારનો પ્રશ્ન તરત જ સામે આવીને ઊભો રહેશે. હિંદી વેપારી હરીફાઈમાં વધારે સફળ નીવડે છે અને અંગ્રેજ વેપારી કરતાં ઓછામાં ગુજારો કરે છે, એ દલીલ સૌથી અન્યાયી ને સૌથી લૂલી છે. બીજાં રાષ્ટ્રો સાથે વધારે સફળતાપૂર્વક હરીફાઈ કરવાની આપણી શક્તિ એ તો અંગ્રેજોના વેપારનો પાયો જ છે. જ્યારે અંગ્રેજ વેપારીઓ ઇચ્છે કે રાજ્ય વચમાં પડીને તેમના હરીફોના વધારે સફળ વેપાર સામે તેમને રક્ષણ આપે, ત્યારે એ સંરક્ષણ ખરેખર ગાંડપણની હદે પહોંચે છે. વેપારમાં તેમની સફળતાના કારણસર જ હિંદીઓ સાથે આફ્રિકાના આદિવાસીઓ જેવું વર્તન રાખવામાં આવે એવી ઇચ્છા આપણા દેશબાંધવો રાખે તેમાં જે ખુલ્લો અન્યાય રહેલો છે તેની શરમ આવે છે. સત્તા ભોગવતી પ્રજા સામે હિંદીઓ આટલા બધા સફળ નીવડયા છે એ જ કારણ એમને પેલા અપમાનકારક સ્તરથી ઊંચે ચડાવવા માટે પૂરતું છે. (લેપ ટાન્સ, ૧૩–૪–૧૮૮૯) આ પ્રશ્નનો સાદો અર્થ આ નીકળે છે: લંડનના ટામ્સના શબ્દોમાં “જ્યારે બ્રિટિશ હિંદીઓ હિંદથી નીકળે ત્યારે તેમને બીજી બ્રિટિશ રૈયતને કાયદામાં જે સ્થાન મળે છે તે મળે કે નહીં? એક બ્રિટિશ સંસ્થાનમાંથી બીજામાં એ લોક છૂટથી જઈ શકે કે નહીં, અને મિત્ર રાજ્યોમાં બ્રિટિશ રૈયતના હક માગી શકે કે નહીં?” એ જ વર્તમાનપત્ર વળી કહે છે: હિંદ સરકાર અને હિંદીઓ પોતે માને છે કે તેમના દરજ્જાના આ પ્રશ્નનું નિરા- કરણ દક્ષિણ આફ્રિકામાં જ આવવું જોઈએ. જો દક્ષિણ આફ્રિકામાં તેમને બ્રિટિશ રૈયત તરીકેનું સ્થાન મળે તો અન્યત્ર તેમને એ સ્થાન આપવાનો ઇન્કાર કરવાનું લગભગ અશકય થઈ જશે. દક્ષિણ આફ્રિકામાં એ સ્થાન મેળવવામાં તેઓ નિષ્ફળ નીવડશે તો તેમને માટે અન્યત્ર એ સ્થાન મેળવવું અત્યંત મુશ્કેલ થઈ પડશે. ૩૬ આમ, આ પ્રશ્નના નિર્ણયની અસર હાલ દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ પર જ નહીં, પણ હિંદીઓના સારાયે ભાવિ પરદેશગમન પર તથા સમ્રાજ્ઞીનાં સંસ્થાનો અને મિત્ર- રાજ્યોમાં પ્રવેશ કરનાર હિંદીઓના સ્થાન પર પણ થશે. ઑસ્ટ્રેલિયામાં હિંદીઓના પ્રવેશને રોકવા માટે કાયદા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ વાત સાચી કે હાલ બેઉ સરકારો સમક્ષ જે દાખલા પેશ થયેલા છે તેમાં કામચલાઉ સ્થાનિક રાહત મળે એ તદ્દન આવશ્યક છે, પરંતુ જ્યાં સુધી સમગ્ર પ્રશ્નનું કાયમી નિરાકરણ ન થાય ત્યાં સુધી એનો કશો ઉપયોગ નથી; કારણ કે, “શરીરના અમુક ભાગો નહીં પણ આખું શરીર સડેલું છે.” “નાતાલ અને આફ્રિકામાં આવેલાં તાજનાં બીજાં સંસ્થાનોમાં આ પ્રકારના ધારા ઘડાતા અટકાવવા માટે તમે તાત્કાલિક પગલાં લેશો કે કેમ?” એવો પ્રશ્ન મિ. ભાવનગરીએ મિ. ચેમ્બરલેનને પૂછયો છે. અહીં જે કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સિવાય બીજા પણ કાયદા અને નિયમો હોવા સંભવ છે જે આપણે ન જાણતા હોઈએ. તેથી જ્યાં લગી ભૂતકાળમાં ઘડાયેલા આવા સઘળા કાયદા રદ કરવામાં ન આવે અને બીજા કાયદા ઘડવાનું અટકાવવામાં ન આવે ત્યાં સુધી અમારું ભાવિ ઘણું અંધકારમય છે; કેમ કે સંઘર્ષ બે સમાન પક્ષો વચ્ચે નથી અને અમે સંસ્થાન ખાતાની કચેરીને તથા હિંદી સરકારને કર્યાં સુધી તસ્દી આપ્યું જઈશું? જ્યારે અમે લગભગ