પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

૩૭ દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ વકીલ વિનાના હતા ત્યારે ટા દ મ્યુન્ડિયા પત્રે અમારી વકીલાત કરી છે. કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ હમેશાં અમારું કામ કર્યું છે. લંડનના ટાર્મ્ત પત્રની શક્તિશાળી સહાય માત્રથી જ અમે દક્ષિણ આફ્રિકાવાળાઓની નજરે એક પગથિયું ઊંચા ચડયા છીએ. શ્રી ભાવનગરી પાર્લમેન્ટમાં દાખલ થયા ત્યારથી હમેશાં અમારે માટે અવિરત પ્રયત્નો કરી રહ્યા છે. હિંદનાં જાહેર મંડળો અમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે એ અમે જાણીએ છીએ, પરંતુ અમારી મુસી- બતો ખાસ કરીને હિંદની જાહેર જનતા સમક્ષ મૂકવામાં અમારો હેતુ હિંદની બધી જાહેર સંસ્થા- ઓની સક્રિય સહાનુભૂતિ મેળવવાનો છે. આ જ કામ મને સોંપવામાં આવ્યું છે, અને અમારો સવાલ એવો મહત્ત્વનો તથા ન્યાયી છે કે હું સંતોષકારક પરિણામ સાથે નાતાલ પાછો ફરીશ એમાં મને શંકા નથી. મો. ક. ગાંધી રાજકોટ, કાઠિયાવાડ ૧૪ ઑગસ્ટ, ૧૮૯૬ તા. ક. કોઈ સજ્જન દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓના સવાલનો વિશેષ અભ્યાસ કરવા ઉત્સુક હોય ને તેમને અહીં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિવિધ વિનંતીપત્રો જોઈતાં હોય તો તેમને એની નકલો મોકલવાનો પ્રયત્ન કરવામાં આવશે. [મૂળ અંગ્રેજી] પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય હોવાથી, મદ્રાસ, પ્રાઈસ કરન્ટ પ્રેસમાં ૧૮૯૬માં છપાયેલી બીજી આવૃત્તિની નકલ પરથી. ગાંધીજીનું મુખત્યારનામું અમે નીચે સહી કરનાર દક્ષિણ આફ્રિકામાં વસતી હિંદી કોમના પ્રતિનિધિઓ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ જે કર્યુ ભોગવી રહ્યા છે તે હિંદના રાજ્યાધિકારીઓ, જાહેર કાર્યકરો તથા જાહેર મંડળો આગળ રજૂ કરવા મો. ક. ગાંધી, ઍડવોકેટ, ડરબનની આ પત્રથી નિમણૂક કરીએ છીએ. ડરબન, નાતાલ, ૧૮૯૬ની સાલના મે માસની તા. ૨૬ અબદુલ કરીમ હાજી આદમ (દાદા અબદુલ્લા ઍન્ડ કું.) અબદુલ કાદર (મહમદ કાસિમ કમરુદ્દીન) પી. દાવજી મહમદ હુસેન કાસિમ મો. ક. ગાં. મણિલાલ ચતુરભાઈ એમ. ઈ. કથરાડા ડી. એમ. તિમોલ દાવજી મહમદ શીદાત ઇસ્માઈલ તિર્માલ શેખ ફ્રીદ ઍન્ડ કં. ૧. લીલા ચેાપાનિયાનું આ છેલ્લું પૃષ્ટ છે અને એના મુસદ્દો ઘણું કરીને ગાંધીજીએ જ ઘડયો હતા. તેમણે પુસ્તિકાની પ્રારંભિક કંડિકામાં (જીએ પા. ૧) અને મુંબઇ તથા મદ્રાસનાં ભાણેામાં તેના ઉલ્લેખ કર્યા છે. (ન્નુએ પા. ૫૦ અને પા. ૬૭, ) મૂળ અંગ્રે છ પુસ્તિકામાં જે સહીએ ગુજરાતીમાં છાપેલી છે, તે ફૂદડીથી દર્શાવી છે.