પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જનરલના નિવેદનનું ખંડન કરવામાં કર્યો. તેમણે અનેક પ્રમાણ આપીને પોતાનાં વિધાનોનું સમર્થન કર્યું. એથી મદ્રાસનું તેમનું વ્યાખ્યાન હિંદની મુલાકાત દરમ્યાન કરેલાં બીજાં બધાં ભાષણોમાં સૌથી વધારે અસરકારક નીવડયું. એ વ્યાખ્યાન આપ્યું આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. પ્રચારકાર્ય માટે દેશમાં કરેલા પ્રવાસ દરમ્યાન ગાંધીજીએ કરેલા ખર્ચનો વિગતવાર હિસાબ પણ એક અસાધારણ વસ્તુ તરીકે વાચકો સમક્ષ અહીં મૂકવામાં આવે છે. તે હિંદમાં તેમણે કરેલા પ્રવાસ તથા પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડે છે. પ્રસંગવશાત્ એ ઓગણીસમી સદીના અંત સમયે ચીજવસ્તુના ભાવ અને મજૂરીના દર કેવા હતા તે સંબંધી રસપ્રદ આર્થિક માહિતી પૂરી પાડે છે. પરંતુ એનું ખાસ મહત્ત્વ તો તે જાહેર ફંડમાંથી થતા સઘળા ખર્ચની યોગ્ય નોંધ રાખવા ગાંધીજી કેવી ચિંતા રાખતા, તેનું ઉદાહરણ આપે છે તેમાં રહેલું છે. વાચક જોશે કે અર્ધ આના (ત્રણ પૈસા) જેવી નાની રકમો પણ છોડી દેવામાં આવી નથી. એ નાની વયે તેમનામાં ચારિત્ર્યનું આ જે લક્ષણ જોવામાં આવે છે તે તેમના આખા જીવન દરમિયાન એમને હાથે થયેલા જાહેર નાણાંના વહીવટમાં સ્પષ્ટ જણાઈ આવે છે. ગાંધીજીની સ્ટીમર ડરબન પહોંચતાં જે વિરોધી પરિસ્થિતિનો એમને અનુભવ થયો તે, તેમનો જીવ લેવાના પ્રયત્નની ઘટના, અને પોતાના પર હુમલો કરનાર સામે કાં પગલાં ન લેવાવાં જોઈએ એવો તેમનો નિર્ણય – આ સૌને લીધે વર્તમાનપત્રોને, નાતાલ સરકારને, અને લંડન ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીને અનેક પત્રોની લાંબી હારમાળા લખ- વાની થઈ. આ મુલાકાતો, તારો અને પત્રો, આ ગ્રંથના સૌથી મહત્ત્વના દસ્તાવેજ સાથે વાચકનો પરિચય કરાવે છે. એ દસ્તાવેજ તે આગળ પડતા, દક્ષિણ આફ્રિકાવાસી બત્રીસ હિંદી- ઓની સહીવાળો, તા. ૧૫ માર્ચ ૧૮૯૭ને રોજ ત્યારના સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવ મિ. જૉસેફ ચેમ્બરલેનને મોકલેલો વજન પડે એવો વિનંતીપત્ર. જે બનાવોથી નાતાલમાં હિંદી-વિરોધી આંદોલન ઊભું થયું અને અંતે ડરબનના બ્રિટિશ નાગરિકો દ્વારા થયેલા વિરોધી સામૂહિક દેખાવોની યોજનામાં પરિણમ્યું, તે બનાવોનું તેમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીજી અને અન્ય હિંદીઓને સ્ટીમર પરથી ઊતરતા અટકાવવા માટે, કેટલાકે એવું સૂચવ્યું હતું કે “પોતે હાથમાં હાથ અને ખભે ખભા મિલાવી ત્રણથી ચાર હારમાં ઊભા રહી એક માનવ દીવાલ ખડી કરવી, જેથી પાકો અવરોધ ઊભો થાય.” ઘેર જતાં માર્ગમાં ગાંધીજી પર થયેલા હુમલાનું આ વિનંતીપત્રમાં વર્ણન છે, જેમાં તેમને “લાતો મારવામાં આવી, ચાબુકો ફટકારવામાં આવી, અને તેમના પર વાસી મચ્છી તથા બીજી વસ્તુઓ ફેંકવામાં આવી, જેને લીધે એમની આંખને ઈજા થઈ, કાન કાર્યા, અને માથા પરથી પાઘડી ઊછળીને દૂર પડી.” ઉશ્કેરાયેલા, દેખાવો કરનાર લોકના મિજાજ બાબત, સરકારના પ્રતિનિધિરૂપ મુખ્ય અમલદારોના વલણ બાબત, અને જાતિ વિષયક અસહિષ્ણુતા તથા અન્યાય સામે બ્રિટિશ લોકમતના વધારે જવાબદાર વર્ગે પોતે લઘુમતી- માં હોવા છતાં ધારણ કરેલા દૃઢ વલણ બાબત ત્યાંનાં સ્થાનિક વર્તમાનપત્રોમાંથી એકત્ર કરેલું બહોળું સાહિત્ય આ વિનંતીપત્રમાં મળે છે. એમાં છેવટે નાતાલમાં હિંદીઓ તરફની સરકારી નીતિની મૂલગત પુનર્વિચારણા કરવા, બ્રિટિશ સામ્રાજ્યમાં હિંદીઓના દરજ્જા બાબત નવી જાહેરાત કરવા, તથા નાતાલ સરકારે દાખલ કરવા ધારેલા હિંદી-વિરોધી ધારા ઘડવાનું માંડી વળાવવા માટે જોરદાર દલીલો કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને જે ખમવું પડતું હતું તેટલાથી હજી બ્રિટિશ ન્યાયમાંથી ગાંધી- જીનો વિશ્વાસ ડગ્યો ન હતો. આથી એમણે મહારાણી વિકટોરિયાના હીરક મહોત્સવના પ્રસંગનો