પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ પાડનારા કાયદા ઘડાતા નથી. ત્યાં નર્યા વર્ઝનુલક્ષી કાયદા કરવામાં આવે છે અને હિંદીઓને અસ્પૃશ્યની કોટિએ ઉતારી પાડવામાં આવે છે. ૪૨ ઉપર જણાવેલા પ્રથમ બિલ વિષે લખતાં લંડનના ટામ્સ પત્રે મતાધિકારનો પ્રશ્ન આ સ્વરૂપે રજૂ કર્યો છે: મિ. ચેમ્બરલેન સમક્ષ હાલ જે પ્રશ્ન રજૂ થયેલો છે તે માત્ર સૈદ્ધાંતિક નથી. એ પ્રશ્ન દલીલનો નહીં, પણ કોમી ભાવનાઓનો છે. આપણી જ રૈયતમાં કોમ કોમ વચ્ચે લડાઈ જામે તે આપણને પરવડે નહીં. નાતાલ જતા મજૂરોને અટકાવી દઈ નાતા લના વિકાસને અટકાવી દેવાનું હિંદ સરકાર માટે જેટલું અયોગ્ય ગણાય, તેટલું જ અયોગ્ય નાતાલ સરકાર માટે બ્રિટિશ હિંદના પ્રજાજનોને નાગરિક હક આપવાનો ઇન્કાર કરવો એ છે. બ્રિટિશ હિંદના પ્રજાજનો તો સંસ્થાનમાં વરસોની કરકસર તથા સારું કામ કરીને નાગરિકના વાસ્તવિક દરજ્જા સુધી પહોંચી ગયા છે. (લંડન ટાસ, ૨૭ જૂન, ૧૮૯૬.) આ લેખમાં હિંદીઓનો મતાધિકાર છીનવી લેવાના ટેકામાં સાંસ્થાનિકોએ રજૂ કરેલી વિવિધ દલીલોની ચર્ચા કરીને દર્શાવ્યું છે કે યુરોપિયન મતદાર સંખ્યાને દબાવી દેવાનો પ્રશ્ન છે જ નહીં, કેમ કે છેલ્લામાં છેલ્લી મતદાર યાદી અનુસાર લગભગ ૧૦,૦૦૦ મતદારો પૈકી, માત્ર ૨૫૧ હિંદીઓ છે અને મિલકત અંગેની લાયકાત ધરાવનાર હિંદીઓ સંસ્થાનમાં બહુ જૂજ છે. (બિડાણ ૫.) વર્તમાન બિલનો હેતુ માત્ર હિંદી કોમને હેરાન કરવાનો અને તેમને છેડા વિનાની કાયદાબાજીમાં સંડોવવાનો છે. (બિડાણ ૨.) બીજી ફરિયાદ — હિંદીઓનો પ્રવેશ સન ૧૮૯૩ની સાલમાં નાતાલ સરકારે એક કમિશન હિંદ મોકલ્યું હતું તેના સભ્યો નાતાલની ઉપલી ધારાસભાના સભ્ય મિ. બિન્સ તથા નાતાલમાં હિંદી પ્રવેશકોના હાલના સંરક્ષક અમલદાર મિ. મેસન હતા. એ મિશન મોકલવાનો હેતુ ઉપર ઉલ્લેખેલા હાલમાં હિંદીઓએ કરી આપેલા કરારની શરતોમાં નીચે જણાવેલા ફેરફ કરવા હિંદ સરકારને સમજાવવાનો હતો : (૧) ગિરમીટની મુદત પાંચ વરસથી વધારીને અનિશ્ચિત સમય સુધી લંબાવવી, અને તેની સાથે સાથે વેતન વધારતા જઈને તે માસિક વીસ શિલિંગ લગી વધારવું. (૨) પ્રથમ પાંચ વરસની મુદત પૂરી થતાં જો હિંદી ગિરમીટિયો ઉપર મુજબ વધારે સમયનો કરાર કરવા ના પાડે તો સંસ્થાનને ખર્ચ અને હિંદ પાછા ફરવા ફરજ પાડવી. હાલના વાઈસરૉય સાહેબે નાતાલના ગવર્નર પરના પોતાના ખરીતામાં જણાવ્યું છે કે સાંસ્થાનિકો આવો માર્ગ લેવા ઇચ્છે એ બાબત જોકે મને અંગત રીતે દિલગીરી થાય છે, છતાં બ્રિટિશ સરકારની સંમતિ મળવાની શરતે હું આ ફેરફારોને મંજૂરી આપવા તૈયાર છું. શરત એ કે ફરજિયાત સ્વદેશગમનની કલમના ભંગને કદાપિ ફોજદારી ગુનો ગણવામાં નહીં આવે. (બિડાણ ૫.)૨ હિંદ આવી ગયેલા કમિશને આપેલા રિપોર્ટ અનુસાર ૧૮૯૫માં નાતાલ સરકારે ફન્ડિયન ફમિગ્રેશન ફૅૉ મેન્ડમેન્ટ વિજ ત્યાંની પાર્લમેન્ટ સમક્ષ રજૂ કર્યું. એમાં બીજી વસ્તુઓ ૧. આગળનાં પૃષ્ઠમાં જેના ઉલ્લેખ છે તે વાઈસરોયને ખરીતા આ બિડાણમાં હતા. ૨. ન્નુએ ઉપરની પાટીપ.