પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ ૪૫ હિંદીઓ ઉપર કાયદાથી લદાયેલી ગેરલાયકાતો બાબત પૂરેપૂરી માહિતી મળી શકતી નથી. ૧૮૯૪માં ત્યાંની પાર્લમેન્ટ હિંદીઓને ફૂટપાથ ઉપર ચાલતા અટકાવવા માટે તથા તેમને નિશ્ચિત કરેલ લોકેશનોમાં રહેવાની ફરજ પાડવા માટે પેટા કાયદાઓ કરવાની ઈસ્ટ લંડન મ્યુનિસિપાલિટીને સત્તા આપતું બિલ પસાર કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાંથી આ બાબતને લગતું કોઈ ખાસ વિનંતી- પત્ર મિ. ચેમ્બરલેનને મોકલવામાં આવ્યું નથી. પરંતુ ગયે વરસે જે હિંદી ડેપ્યુટેશને તેમની મુલાકાત લીધેલી તેણે આ બાબત થોડી ચર્ચા તો કરી જ હતી. કેપ કોલોનીના જુદા જુદા ભાગોમાં હિંદીને વેપારના પરવાના મળવા અત્યંત મુશ્કેલ છે. અનેક વાર મૅજિસ્ટ્રેટો પરવાના આપવાની એકદમ ના પાડી દે છે અને તેનાં કારણો પણ આપતા નથી. કારણ આપવાની ના પાડવી એ મૅજિસ્ટ્રેટોના અધિકારની વાત છે, પણ લગભગ હમેશાં એવું જોવામાં આવ્યું છે કે જ્યારે હિંદીઓને પરવાના આપવાની ના પાડવામાં આવી છે ત્યારે યુરોપિયનોને તે આપવામાં આવ્યા છે. માર્ચ ૩, ૧૮૯૬ નાતાજી મયુંરી પત્ર અનુસાર કેપ કોલોનીના એક જિલ્લા ઈસ્ટ ગ્રીકવાલૅન્ડમાં હિંદીઓની સ્થિતિ નીચે મુજબ છે: ઈસ્ટ ગ્રિકવાલૅન્ડમાં ઇસ્માઈલ સુલેમાન નામે આરબે દુકાન બાંધી, આણેલા માલ પર જકાત ભરી, અને પરવાના માટે અરજી કરી, તે મૅજિસ્ટ્રેટ નામંજૂર કરી. એ આરબ તરફથી (દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને કોઈ કોઈ વાર આરબ કહેવામાં આવે છે) મિ. ઍટર્ની ટ્રાન્સિસે કેપ સરકારને અપીલ કરી. સરકારે મૅજિસ્ટ્રેટનો ચુકાદો મંજૂર રાખ્યો તથા એવી સૂચનાઓ આપી છે કે ઈસ્ટ ગ્રિકવાલૅન્ડમાં કોઈ કુલી કે આરબને વેપાર કરવાનો પરવાનો ન આપવો અને જે એક બે જણ પાસે પરવાના છે તેમની દુકાનો બંધ કરાવી દેવી. આ તો ટ્રાન્સવાલને પણ ટપી જાય એવું છે. સનદી પ્રદેશ આ પ્રદેશોમાં મેશોનાલૅન્ડ અને મેટાબેલેૉન્ડનો સમાવેશ થાય છે. આશરે ૧૦૦ હિંદી વેઇટરો અને મજૂરો ત્યાં વસેલા છે. થોડાક વેપારીઓ પણ ત્યાં ગયેલા છે, પણ આરંભમાં તો તેમને વેપારી પરવાના આપવાનો ઇન્કાર થયેલો. કાયદો હિંદીઓની તરફેણમાં હોવાથી, ગઈ સાલ એક સાહસિક હિંદી કેપટાઉનની વડી અદાલત દ્વારા વેપારના પરવાનો મેળવવામાં સફળ થયો હતો. હવે આ સનદી પ્રદેશોના યુરોપિયનોએ કાયદો બદલાવવા માટે અરજી કરી છે, જેથી એ પ્રદેશોમાં હવેથી હિંદીઓને વેપારી પરવાના મળતા અટકાવી શકાય. દક્ષિણ આફ્રિકાનાં વર્તમાન- પત્રો કહે છે કે કેપ સરકારનું વલણ એવો ફેરફાર કરવાની તરફેણમાં છે. ટ્રાન્સવાલ અથવા દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક ડચ અથવા બોઅર લોકના શાસન તળે આ એક સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય છે. ત્યાં બે ગૃહોવાળી ધારાસભા છે જેને ફૉકસરાડ કહે છે. એ ઉપરાંત વહીવટકર્તા સરકાર છે જેના અધ્યક્ષ પ્રમુખ પોતે છે. તેનું ક્ષેત્રફળ આશરે ૧,૧૩,૬૪૨ ચોરસ માઈલ અને ગોરા લોકની વસ્તી ૧,૧૯,૨૨૮ છે. ત્યાંના કાળા લોકની વસ્તી ૬,૫૩,૬૬૨ કહેવાય છે. પ્રજાસત્તાકનો મુખ્ય ઉદ્યોગ ટ્રાન્સવાલના સૌથી મોટા નગર જોહાનિસબર્ગમાં આવેલી સોનાની ખાણોનો છે. કુલ હિંદી વસ્તી અડસટ્ટે ૫,૦૦૦ કહી શકાય. તેઓ મુખ્યત્વે જોહાનિસબર્ગમાં અને પ્રજાસત્તાક