પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૪૬ ગાંધીજીનો અક્ષરદેહ રાજધાની પ્રિટોરિયામાં વસેલા વેપારી, દુકાનદારોના ગુમાસ્તા, ફેરિયા, રસોઇયાઓ, વેઇટરો અગર મજૂરો છે. વેપારીઓ પૈકી લગભગ ૨૦૦ એવા છે, જેમની કુલ મિલકતની રોકડ કિંમત લગભગ ૧,૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી થાય. આમાંના કેટલાક વેપારીઓની શાખાઓ દુનિયાના બીજા ભાગોમાં પણ છે અને એ શાખાઓના અસ્તિત્વનો મુખ્ય આધાર ટ્રાન્સવાલના તેમના ધંધા ઉપર છે. પ્રજાસત્તાકમાં લગભગ ૨,૦૦૦ ફેરિયા છે, જેઓ માલ ખરીદીને તેની ફેરી કરે છે. યુરોપિયન હોટેલો અગર ઘરોમાં સામાન્ય નોકર તરીકે આશરે ૧,૫૦૦ જણ રોકાયેલા છે. આ અંદાજ ૧૮૯૪માં કાઢો હતો. ત્યાર પછી દરેક વિભાગમાં સંખ્યા ઘણી વધી છે. ટ્રાન્સવાલ નામદાર સમ્રાશીના આધિપત્યને આધીન છે. ઇંગ્લેન્ડની તથા ટ્રાન્સવાલની સરકારો વચ્ચે બે સંધિઓ થયેલી છે. ૧૮૯૪ની લંડનની સંધિની કલમ ૧૪ તથા ૧૮૮૧ની પ્રિટોરિયાની સંધિની કલમ ૨૬ નીચે મુજબ છે: દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓ સિવાયના સૌને, જેઓ ટ્રાન્સવાલ રાજ્યના કાયદા મુજબ વર્તતા હોય તેમને ટ્રાન્સવાલ રાજ્યના કોઈ પણ ભાગમાં પોતાનાં કુટુંબો સહિત દાખલ થવાની, પ્રવાસ કરવાની તથા વસવાની પૂર્ણ સ્વતંત્રતા રહેશે. તેમને ઘરો, કારખાનાં, ગોદામો, દુકાનો તથા જગ્યાઓનો કબજો રાખવાનો કે તે ભાડે રાખવાનો હક રહેશે. તેઓ પોતે અગર તેમને યોગ્ય લાગે તેવા આતિયાઓ દ્વારા પોતાનો વેપારધંધો કરી શકશે. તેમની પોતાની જાત તથા મિલકતને નાતે, તેમના વેપાર કે ઉદ્યોગને નાતે તેમને એવા કોઈ સામાન્ય અથવા સ્થાનિક કરને પાત્ર ગણવામાં નહીં આવે જે કર સમગ્ર ટ્રાન્સવાલના નાગરિકો પાસે ન લેવાો હોય અગર નહીં લેવાય. આમ આ સંધિ બ્રિટિશ હિંદીઓના વેપાર તથા મિલકતવિષયક હકોનું પૂરેપૂરું રક્ષણ કરે છે. ૧૮૮૫ના જાન્યુઆરીમાં ટ્રાન્સવાલ સરકાર આ સંધિની કલમ ૧૪માં આવતા શબ્દ “આદિ- વાસી’નો અર્થ એવો ઘટાવવા માગતી હતી જેથી તેમાં એશિયાઈ લોકોનો પણ સમાવેશ થાય, દક્ષિણ આફ્રિકા માટેના ત્યારના બ્રિટિશ સરકારના હાઈ કિંમશનર સર હકર્યુલીસ રૉબિન્સન, સંસ્થાન- ના વડા ન્યાયાધીશ સર હેન્રી દ વિલ્લિયર્સ સાથે મસલત કર્યા પછી એવા અભિપ્રાય પર આવ્યા હતા કે “આદિવાસી” શબ્દનો ટ્રાન્સવાલ સરકારે ઘટાવેલો અર્ધ ટકી શકે એવો નથી, અને “એશિયાઈ લોકો આદિવાસીઓથી ભિન્ન છે.” ત્યાર બાદ ટ્રાન્સવાલ સરકાર તથા બ્રિટિશ સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી, જેનો હેતુ સંધિમાં એવો ફેરફાર કરવાનો હતો જેથી “આદિવાસી ન હોય એવા બધા માણસો” માટે સુરક્ષિત થયેલા અધિકારોમાંથી હિંદીઓને બાકાત રાખી શકાય. સર હર્યુલિસ રૉબિન્સનનું વલણ ટ્રાન્સવાલ સરકારની તરફેણમાં હતું, અને તેમણે કરેલા સૂચનનો લૉર્ડ ડર્બી તરફથી તા. ૧૯ માર્ચ, ૧૮૮૫ને રોજ નીચેનો ઉત્તર મળ્યો : સંધિમાં સુધારો કરવા બાબત તમે કરેલાં સૂચન વિશે મેં કાળજીપૂર્વક વિચારણા કરી છે, અને જો તમારો અભિપ્રાય એવો હોય કે તમે કરેલી દરખાસ્ત મુજબ આગળ ચાલવાનું દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક પસંદ કરશે અને તેથી એને વધારે સંતોષ થશે તો સૂચન મુજબ સંધિ સુધારવા માટે નામદાર સમ્રાજ્ઞીની સરકાર સંમત છે. છતાં એક વાત વિચારવા જેવી લાગે છે કે, ઇચ્છિત દિશામાં યોગ્ય ધારો ઘડવામાં આડે આવે એવો સંધિના