પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ ૪૭ શબ્દોનો અર્થ ઘટાવવાનો આગ્રહ નામદાર સમ્રાજ્ઞીની સરકાર નહીં રાખે એવી ખાતરી મેળવ્યા પછી ફૉસરાડ પોતે સૂચિત અર્થ અનુસાર કાયદો ઘડી લે એવધુ ઊંચત નથી? લૉર્ડ ડર્બીના સૂચનને અનુસરીને ટ્રાન્સવાલની ફૉસરાડે ૧૮૮૫નો પેટા કાયદા નં. ૩ પસાર કર્યા. તે હિંદીઓ તથા બીજા બિનગોરા લોકોને લાગુ પડે છે, ને તેમાં એવી જોગવાઈ છે કે તેઓ પૈકી કોઈ મતાધિકાર પ્રાપ્ત કરી શકશે નહીં, સ્થાવર મિલકતના માલિક થઈ શકશે નહીં, અને આવા જે બિનગોરા લોકો પ્રજાસત્તાકમાં વેપારધંધો કરવાના હેતુથી આવી વસે તેમણે પોતાના આવ્યાના આઠ દિવસની અંદર પોતાનાં નામ નોંધાવવાં જોઈશે અને તેની ફી લેખે ૨૫ પાઉન્ડ આપવા જોઈશે. આ કાયદાનો કોઈ પ્રકારે ભંગ કરનાર ૩૦થી ૧૦૦ પાઉન્ડ સુધીના દંડને પાત્ર થાય છે અને જો દંડ ન ભરે તો એકથી છ માસની કંદને પાત્ર થાય છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે આવા કાળા લોકોને વસવાટ માટે મહોલ્લા, લત્તા તથા લોકેશનો નક્કી કરી આપવાનો સરકારને હક રહેશે. ૧૮૮૬માં આ કાયદો સુધારીને ફીના ૨૫ પાઉન્ડ ઘટાડીને ૩ કરવામાં આવ્યા, પરંતુ બીજી કલમો જેમની તેમ રાખવામાં આવી. ટ્રાન્સ- વાલના હિંદીઓને લાગુ પડતો એ કાયદો અત્યારે અમલમાં છે. કાયદો પસાર થયા બાદ હિંદીઓએ તારથી તેમ જ બીજી રીતે હિંદની તથા ઇંગ્લેન્ડની સરકારોને વિનંતીપત્રો મોકલ્યાં, ને તેમાં ૧૧૮૫ના કાયદા નં. ૩ અને તે ઉપરના સુધારાઓ સામે વાંધો ઉઠાવ્યો તથા દર્શાવ્યું સૌ લંડનની સંધિનો સીધો ભંગ કરે છે. આને પિરણામે લૉર્ડ નટ્સફર્ડ તરફથી હિંદીઓ વતી રજૂઆતો થઈ. ‘વસવાટ' શબ્દનો અર્થ ઘટાવવા બાબત બંને સરકારો વચ્ચે મોટા પ્રમાણમાં પત્રવ્યવહાર થયો. ઇંગ્લેન્ડની સરકારનો એવો આગ્રહ હતો કે “વસવાટ”નો અર્થ માત્ર રહેઠાણ થાય. ટ્રાન્સવાલ સરકારે આગ્રહ રાખ્યો કે “વસવાટ”માં માત્ર રહેઠાણ નહીં પણ વેપારધંધાની દુકાનો પણ આવી જાય. છેવટે પરિણામ એ આવ્યું કે ‘‘ગૂંચવાડો વળી વધારે ગૂંચવાયો” અને બંને સરકારો વચ્ચે સમજૂતી થઈ ૧૮૮૫ના કાયદા નં. ૩ની કાયદેસરતા, તેનો સુધારો અને અર્થઘટન ત્રણે વસ્તુ લવાદને સોંપવી. એકમાત્ર લવાદ તરીકે ઑરેન્જ ટ્રી સ્ટેટના વડા ન્યાયાધીશ- ની પસંદગી કરવામાં આવી. એમણે ગઈ સાલ ચુકાદો આપ્યો અને ૧૮૮૫નો કાયદો નં. ૩ તથા તેના સુધારા પસાર કરવાના ટ્રાન્સવાલ સરકારના કાર્યને ન્યાય સંગત ઠરાવ્યું. પરંતુ અર્થઘટનનો પ્રશ્ન તેમણે અનિર્મીત રહેવા દીધો અને કહ્યું કે જે બે પક્ષો અર્થ બાબત એકમત ન થઈ શકે તો એ સવાલના નિરાકરણ માટે ટ્રાન્સવાલની કોર્ટો યોગ્ય ન્યાયાલયો છે. (બિડાણ ૮.)૧ ટ્રાન્સવાલના હિંદીઓએ ઇંગ્લંડની તથા હિંદની સરકારો ઉપર વિનંતીપત્રો મોકલ્યાં. મિ. ચેમ્બરલેને પોતાનો નિર્ણય આપ્યો છે અને એમાં કચવાતે મને લવાદનો ચુકાદો સ્વીકાર્યો છે, પણ તેઓ હિંદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેમને માટે “શાંતિપ્રિય, કાયદો પાળનાર, ગુણવાન મનુષ્યસમાજ” એવા શબ્દો વાપરી જણાવે છે કે એમની નિ:શંક ઉદ્યમશીલતા, બુદ્ધિ અને અદમ્ય ખંત હવે એમને પોતાના કામધંધામાં જે વિનો ઉપસ્થિત થાય તે પાર કરવા માટે કદાચ પૂરતાં થશે. આગળ ઉપર ટ્રાન્સવાલ સરકાર સમક્ષ મિત્રદાવે રજૂઆતો કરવાની પોતાની સ્વતંત્રતા એમણે અનામત રાખી છે. ૧. આ ઘણું કરીને લવાદના ચુકાદો હશે. ૨. ઝુઆ પુસ્તક ૧, પા. ૧૪૧-૫૮ અને પા. ૧૭૬–૭૮.