પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ અત્યારે પ્રશ્ન આટલે આવીને અટકયો છે. પંચના ચુકાદાનો જોકે સ્વીકાર કરવામાં આવ્યો છે પણ આગળ જે કહેવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાયું હશે કે હજી નક્કી કરવાના ઘણા સવાલ બાકી રહ્યા છે. ટ્રાન્સવાલમાં હવે હિંદીઓનું શું સ્થાન હશે? શું એમની દુકાનો બંધ કરી દેવાશે ? જો એમ થાય તો એ ૨૦૦ કે ૩૦૦ ધંધાદારીઓએ રોટલો રળવા શું કરવું? શું એમને વેપારધંધો પણ “લોકેશન”માં જ કરવો પડશે? પણ આટલેથી ટ્રાન્સવાલમાં પડતી મુસી બતોની યાદી પૂરી થતી નથી. ૪૮ કાયદો નં. ૨૫ (જાન્યુઆરી ૧૦, ૧૮૯૩)ની કલમ ૩૮ જણાવે છે: આદિવાસીઓ અને બીજા બિનગોરા લોકોને ગોરાઓ માટેના ડબામાં, અર્થાત્ પહેલા અને બીજા વર્ગમાં, મુસાફરી કરવાની પરવાનગી નથી. ટ્રાન્સવાલ રેલવેના પહેલા અગર બીજા વર્ગમાં શિષ્ટ અને બિલકુલ ડાઘા વિનાનાં સ્વચ્છ કપડાં પહેરેલો ગમે તેવો પ્રતિષ્ઠિત હિંદી પણ હકથી મુસાફરી કરી શકતો નથી. બધી જાતના ને સ્થિતિના આદિવાસીઓ ભેગો એને ત્રીજા વર્ગના ડબામાં જેમતેમ ધકેલી દેવામાં આવે છે. ટ્રાન્સવાલમાં હિંદી કોમ માટે આ એક મોટી અગવડનું કારણ છે. ટ્રાન્સવાલમાં પાસની પતિ છે, જે અનુસાર આદિવાસી પેઠે હરકોઈ હિંદીએ એક સ્થળેથી બીજે સ્થળે જતી વખતે એક શિલિંગનો પ્રવાસ-પાસ લેવો પડે છે. ૧૮૯૫માં નામદાર સમ્રાજ્ઞીની સરકાર અને ટ્રાન્સવાલ સરકાર વચ્ચે કમાન્ડોઝ ટ્રીટી (ફરજિયાત ભરતી સંબંધી સંધિ) થઈ હતી. તેની રૂએ ફરજિયાત લશ્કરી સેવામાંથી બ્રિટિશ પ્રજાજનોને મુક્તિ મળી હતી. એ સંધિ તે જ વરસે મંજૂરી માટે ટ્રાન્સવાલ ફૉકસરાડ (પાર્લા- મેન્ટ) આગળ આવી. આ કરારને ફૉકસરાડે ‘‘બ્રિટિશ પ્રજાજન” તરીકે માત્ર “ગોરા” જ ગણાશે એવા સુધારા સાથે અગર એવી શરતે મંજૂરી આપી. હિંદીઓએ તરત જ મિ. ચેમ્બરલેનને તાર કરી જણાવ્યું અને વિનંતીપત્ર પણ મોકલી આપ્યું. (બિડાણ ૯.) એ પ્રશ્ન હાલ તેમની વિચારણા હેઠળ છે. આ વિષય પર લંડનના ટારૂમ્સ પત્રે ઘણો સહાનુભૂતિભર્યો અને સખત અગ્રલેખ લખ્યો હતો. (સાપ્તાહિક આવૃત્તિ, તા. ૧૦–૧–૯૬.) જોહાનિસબર્ગના સોનાની ખાણોના કાયદાઓ મુજબ સ્થાનિક પેદાશનું સોનું રાખવું એ હિંદીઓ માટે ફોજદારી ગુનો છે. ટ્રાન્સવાલમાં કર્યુ પણ અમલમાં છે, જે હિંદીઓને લાગેવળગે છે ત્યાં સુધી સદંતર બિનજરૂરી છે. અહીં એ પણ જણાવી દેવું ઠીક થશે કે, જેમણે મેમણનો પોશાક પહેર્યો હોય તેમને સામાન્ય રીતે, અમુક કારણોસર, કનડગત થતી નથી. (બિડાણ ૩, પૃ. ૬.) જોહાનિસબર્ગમાં ફૂટપાથને લગતો પેટાકાયદો છે અને પ્રિટોરિયામાં પોલીસને એવી મતલબની સૂચનાઓ આપવામાં આવેલી છે કે હિંદીઓને ફૂટપાથ પર ચાલવા દેવા નહીં. ૧૮૯૪માં મદ્રાસ યુનિવર્સિટીના એક ગ્રેજ્યુએટને ફૂટપાથ પરથી લાત મારીને ઉતારી મૂકવામાં આવ્યો હતો. ૧. જીએ પુસ્તક ૧, પા. ૧૯૬-૯૭.