પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ આ પ્રશ્નને સામ્રાજ્યનો પ્રશ્ન ગણ્યો છે, અને કશા ભેદભાવ વિના સૌ પક્ષોએ દક્ષિણ આફ્રિકાના બ્રિટિશ હિંદીઓને ટેકો આપ્યો છે. આ પ્રશ્નની ચર્ચા કરતા જે લેખો લંડનના ટાન્ન પત્રમાં આવેલા તેની તારીખો નીચે મુજબ છે: ૫૦ ૨૮ જૂન, ૧૮૯૫ ૩ ઑગસ્ટ, ૧૮૯૫ ૧૩ સપ્ટેમ્બર, ૧૮૯૫ ૬ સપ્ટેમ્બર, ૧૮૯૫ ૧૦ જાન્યુઆરી, ૧૮૯૬ ૭ એપ્રિલ, ૧૮૯૬ ૨૦ માર્ચ, ૧૮૯૬ ધટાફ્સ સાપ્તાહિક આવૃત્તિ ધિ ટ્રાફ્સ ૨૭ જાન્યુઆરી, ૧૮૯૬ ડેલાગોઆ બેના ફિરંગી પ્રદેશોમાં કશી ફરિયાદો નથી. ત્યાં બીજાં સંસ્થાનોથી જુદી એવી અનુકૂળ પરિસ્થિતિ છે (બિડાણ ૩). મો. ક. ગાંધી સાપ્તાહિક આવૃત્તિ [મૂળ અંગ્રેજી] છાપેલી નકલની છબી પરથી: એસ. એન. ૧૧૪૫. 13 33 ,, ૩. મુંબઈમાં વ્યાખ્યાન [ગાંધીજીએ સપ્ટેમ્બર ૨૬, ૧૮૯૬ના રોજ મુંબઈમાં ધિ બૉમ્બે પ્રેસિડેન્સી ઍસોસિયેશનના ઉપક્રમે દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓની મુસીબતો વિષે વ્યાખ્યાન આપ્યું હતું. સભા ફરામજી કાવસજી ઇન્સ્ટિટયૂટમાં થઈ હતી અને પ્રમુખસ્થાને માનનીય સર ફિરોજશાહ મહેતા હતા. વ્યાખ્યાનની છાપેલી પત્રિકા પ્રાપ્ત ન થઈ શકવાથી નીચેનું લખાણ ટા! ઍલ્ડ ફન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા ઉતારા તથા ચૅમ્બ નૅશૅટના આ વ્યાખ્યાનના હેવાલમાં મળતી વધારાની સામગ્રી ઉપરથી તૈયાર કર્યું છે.] સપ્ટેમ્બર ૨૬, ૧૮૯૬ આ દસ્તાવેજ ઉપર સહી કરનારાઓના પ્રતિનિધિ તરીકે હું આજે આપ સમક્ષ ઉપસ્થિત થાઉં છું. દક્ષિણ આફ્રિકા જે જોહાનિસબર્ગની સોનાની વિશાળ ખાોથી તથા મિસનની ધાડથી એકદમ પ્રસિદ્ધિમાં આવ્યો છે ત્યાં અત્યારે વસતા ૧,૦૦,૦૦૦ બ્રિટિશ હિંદીઓના પ્રતિનિધિઓ હોવાનો આ સહી કરનારાઓનો દાવો છે. એમના પ્રતિનિધિ તરીકેની મારી આ એક જ લાયકાત છે. હું ઓછાબોલો માણસ છું. પરંતુ જે કાર્ય માટે આજે સાંજે આપની આગળ દાદ ગુજારવા માગું છું તે એવું મહાન છે કે વક્તાની અથવા ખરું કહું તો, આ પત્રિકાના વાંચનારની ભૂલોને આપ ૧. આ ટાÄ પત્ર લખેલા અગ્રલેખા હતા. ર. ગાંધીજીનું મુખત્યારનામું પા. ૩૭-૮ પર છપાયું છે તેને આ ઉલ્લેખ છે.