પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
મુંબઈમાં વ્યાખ્યાન

મુંબઈમાં વ્યાખ્યાન ૫૩ ધંધો શિકારનો છે અને જેની મહત્ત્વાકાંક્ષા બૈરી ખરીદી લાવવા પૂરતાં અમુક સંખ્યામાં ઢોર એકઠાં કરવાં ને પછી આળસમાં ને નગ્નાવસ્થામાં જિંદગી ગુજારવી એટલી જ છે. આપણા વાંચવામાં એવું આવે છે કે ખ્રિસ્તી સરકારોનું ધ્યેય પોતે જે પ્રજાના સંપર્કમાં આવે અગર જેમના પર તેમનો અંકુશ હોય તેમની ઉન્નતિ કરવાનું છે. દક્ષિણ આફ્રિકામાં એથી ઊલટું છે, ત્યાં વિચાર- પૂર્વક એવું ધ્યેય પ્રગટ કરવામાં આવ્યું છે કે સંસ્કૃતિની સીડી પર હિંદીને ઊંચે ચડવા દેવો નહીં, પણ તેને કારની પાયરીએ ઉતારી પાડવો. નાતાલના ઍટર્ની જનરલના શબ્દોમાં, તેને “લાકડાં કાપનાર ને પાણી ખેંચનાર” મજૂર રાખવો; “જે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે તેનું અંગ તેને ન બનવા દેવો જોઈએ”; નાતાલના બીજા એક ધારાસભ્યના શબ્દોમાં, એ ધ્યેય “હિંદીનું જીવન નાતાલ કરતાં એના સ્વદેશમાં વધારે સગવડવાળું બનાવવાનું છે.” આવા અપમાન સામે ઝૂઝવું એવું તો કપરું છે કે અમારી તમામ શક્તિ એ સામનો કરવામાં ખપી જાય છે. પરિણામે, અંદરથી સુધારો કરવા માટે અમારી પાસે બહુ જૂજ શક્તિ બાકી રહે છે. હવે હું અમુક અમુક રાજ્યોની વાત પર આવીશ અને બતાવીશ કે ત્યાં જુદાં જુદાં રાજ્યોની સરકારોએ “બ્રિટિશ હિંદીઓનું રહેવું અશકય” કરી મૂકવા માટે હિંદીઓની કનડગત કરવામાં ત્યાંની વસ્તી સાથે કેવા હાથ મિલાવ્યા છે. નાતાલ સ્વાયત્ત બ્રિટિશ સંસ્થાન છે. ત્યાં મતદારોએ ચૂંટેલા ૩૭ સભ્યોની બનેલી નીચલી ધારાસભા છે અને ગવર્નરે નિયુક્ત કરેલા ૧૨ સભ્યોની બનેલી ઉપલી ધારાસભા છે. ગવર્નર સમ્રાજ્ઞીના પ્રતિનિધિ તરીકે ઇંગ્લંડથી આવે યુરોપિયનોની વસ્તી ૫૦,૦૦૦, આદિવાસી એટલે ઝૂલુ લોકની વસ્તી ૪,૦૦,૦૦૦ અને હિંદીઓની વસ્તી ૫૧,૦૦૦ છે. હિંદીઓને લાવવા માટે આર્થિક સહાય આપવાનું ૧૮૬૦માં નક્કી થયું, જ્યારે, નાતાલની નીચલી ધારાસભાના એક સભ્યના શબ્દોમાં તો, “વસાહતી સંસ્થાનની પ્રગતિ અને લગભગ તેનું અસ્તિત્વ ડામાડોળ હતું” અને ઝૂલુ આદિવાસીઓ કામમાં બેહદ આળસુ પુરવાર થયા હતા. હાલ આખા નાતાલ સંસ્થાનના મુખ્ય ઉદ્યોગો અને તેનું જાહેર આરોગ્ય હિંદી મજૂરો પર અવલંબે છે. હિંદીઓએ નાતાલને ‘દક્ષિણ આફ્રિકાનો બગીચો’ બનાવ્યું છે. બીજા એક અગ્રગણ્ય નાતાલવાસીના શબ્દોમાં, “હિંદીઓના આગમનથી આબાદી આવી, ચીજવસ્તુના ભાવ વધ્યા, લોકો હવે સસ્તે વેચાઈ જાય એવા પાક ઉગાડી કે વેચીને સંતોષ માનતા નથી.” ૫૧,૦૦૦ હિંદી વસ્તી પૈકી ૩૦,૦૦૦ ગિરમીટની મુદત પૂરી કરી ચૂકથા છે ને હવે મુક્ત મજૂર, બાગવાન, ફેરિયા, ફળફળાદિવાળા, નાના દુકાનદાર એમ વિધવિધ ધંધામાં રોકાયેલા છે. કેટલાકે પ્રતિકૂળ ‘સંજોગો છતાં પોતાની મહેનતથી જાતે ભણી કરીને શિક્ષકો, દુભાષિયા તથા સામાન્ય કારકુનની જગ્યા માટે લાયકાત મેળી છે. ૧૬,૦૦૦ હાલ ગિરમીટ કરાર હેઠળ છે અને આશરે ૫,૦૦૦ દુકાનદારો અને વેપારીઓ કે તેમના ગુમાસ્તાઓ છે, જેઓ પહેલવહેલા પોતાને ખર્ચે આવ્યા હતા. આ છેલ્લા વર્ગના લોકો મુખ્યત્વે મુંબઈ ઇલાકાના વતની છે ને તેમાંના ઘણાખરા મેમણ મુસલમાન છે. થોડાક પારસી પણ છે; ને તેમાં ડરબનના મિ. રુસ્તમજી પ્રખ્યાત છે, જેમની ઉદારતા સર દિનશાને↑ શોભા અપાવે એવી છે. એમને બારણે આવેલો કોઈ પણ ગરીબ માણસ પોતાની આંતરડી ઠાર્યા વિના પાછો ફરતો નથી. ડરબનને કિનારે જે કોઈ પારસી ઊતરે તે અવશ્ય મિ. રુસ્તમજીને હાથે ભારે માનપાન મેળવ્યા વિના ન રહે. છતાં તે પોતે પણ કનડગતથી મુક્ત નથી. તે પોતે પણ એક કુલી છે. બે ગૃહસ્થો વહાણના માલિકો છે તથા વિશાળ સ્થાવર ૧. અહીં ઉલ્લેખ સર દિનશા એમ, પિટીટને છે,