પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૫૪ ગાંધીજીનો અક્ષરદેહ મિલકત ધરાવે છે. પરંતુ તેઓ કુલી વહાણમાલિકો છે અને તેમનાં વહાણ ‘કુલી વહાણ” કહેવાય છે. દરેક હિંદીને બીજા દરેક હિંદીની બાબતમાં સામાન્ય રસ તો હોય જ. પણ તે ઉપરાંત, આ પ્રશ્નમાં ત્રણ મુખ્ય ઇલાકાને વિશેષ રસ છે. જો મુંબઈ ઇલાકાએ બીજા પ્રાંતો જેટલી મોટી સંખ્યામાં પોતાના પુત્રોને દક્ષિણ આફ્રિકા નથી મોકલ્યા તેનો બદલો એ રીતે વળી રહે છે કે તેના પુત્રો પ્રમાણમાં વધારે લાગવગ ધરાવે છે અને વધારે ધનસંપત્તિના માલિક છે. અને તેઓ બીજા ઇલાકાઓમાંથી આવેલા ઓછા નસીબદાર દેશબાંધર્વોના ખરેખર વાલી બની રહ્યા છે, અને સંભવ છે કે અહીં હિંદમાં પણ દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની પોતાની મુસીબતો દૂર કરવાના પ્રયત્નમાં મુંબઈ આગળ રહે. ૧૮૯૪ના બિલના આમુખમાં એવું કહેવામાં આવ્યું હતું કે એશિયાઈ લોકોને પ્રતિનિધિ સંસ્થાઓનો પરિચય નથી. પરંતુ બિલનો ખરો ઉદ્દેશ હિંદીઓ લાયક નથી એ કારણે એમનો મતાધિકાર ખૂંચવી લેવાનો ન હતો; મતાધિકાર ખૂંચવી લેવાનું ખરું કારણ તો એ છે કે યુરોપિયન સાંસ્થાનિકો હિંદીઓને ઉતારી પાડવા માગે છે, અને વર્ગલક્ષી કાયદા ઘડવાનો — અર્થાત્ યુરોપિયનોના કરતાં હિંદીઓ પ્રતિ ભિન્ન વર્તાવ રાખવાનો — પોતાનો હક સ્થાપિત કરવા માગે છે. એ બિલના બીજા વાચન વખતે ધારાસભ્યોએ કરેલાં ભાષણો પરથી જ નહીં પરંતુ વર્તમાનપત્રોના લેખો પરથી પણ એ હેતુ સ્પષ્ટ જણાઈ આવતો હતો. હિંદી મતો યુરોપિયન મતોને કદાચ દબાવી દે, એવી દલીલ કરીને તેમણે હિંદીઓનો મતાધિકાર ખૂંચવી લેવો જરૂરી છે, એમ પણ કહેલું. પરંતુ આ દલીલનો પણ બચાવ થઈ શકે તેવો નહોતો, અને નથી. ૧૮૯૧માં ૧૦,૦૦૦ યુરો- પિયન મતદાર સામે હિંદી મતદાર માત્ર ૨૫૧ હતા. મોટાભાગના હિંદીઓ એટલા ગરીબ છે કે મિલકત દ્વારા પ્રાપ્ત થતા મતાધિકારની લાયકાત તેમને મળી શકે નહીં. અને હિંદીઓએ નાતાલના રાજકારણમાં કોઈ દિવસ માથું માર્યું નથી, અને તેમને રાજકીય સત્તા જોઈતી નથી. આ બધી હકીકત નાતાલ સરકારના મુખપત્ર નાતાજી મર્ક્યુરીએ કબૂલ કરી છે. ઉપરની હકીકતને ટેકો આપતાં એ પત્રનાં અવતરણો માટે આપ અહીં હિંદમાં પ્રસિદ્ધ કરેલી મારી નાની પુસ્તિકા જોશો. અમે નાતાલની પાર્લામેન્ટને વિનંતીપત્ર મોકલીને જણાવ્યું હતું કે હિંદીઓ પ્રતિનિધિ સંસ્થાઓથી અપિરિચત નથી. પરંતુ અમારો હેતુ સફળ થયો નહીં. પછી અમે તે વખતના સંસ્થાન મંત્રી લૉર્ડ રિપન પર વિનંતીપત્ર મોકલ્યું. બે વર્ષના પત્રવ્યવહાર બાદ આ વરસે, ૧૮૯૪નું બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું અને તેને બદલે બીજું બિલ લાવવામાં આવ્યું છે. તે પહેલા બિલ જેટલું ખરાબ નથી, તોપણ પૂરતું ખરાબ છે. એમાં કહેવામાં આવ્યું છે કે “જે દેશોમાં અત્યાર સુધી પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા પર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિ સંસ્થાઓ નથી તે દેશોના વતનીઓ કે એ વતનીઓના પુરુષ વંશજો કોઈ પણ મતદારયાદીમાં દાખલ થવાને પાત્ર થશે નહીં, સિવાય કે એઓ અગાઉથી આ કાયદામાંથી પોતાને મુક્તિ આપવા ગવર્નર ઇન-કાઉન્સિલનો હુકમ મેળવે”. જેમનાં નામ મતદારોની કોઈ યાદીમાં વાજબી રીતે દાખલ થઈ ચૂકયાં હોય તેમને પણ આ કાયદાના અમલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નીચલી ધારાસભામાં રજૂ થવા પહેલાં આ બિલ મિ. ચેમ્બરલેનને ૧. દક્ષિણ આફ્રિકાના હિંદીઓના કનેિવારણ અર્થે ભારતમંત્રીને પાછળથી ધિ બૉમ્બે પ્રેસિડેન્સી ઍસોસિયેશને વિનંતીપત્ર મેાકલ્યું હતું. ૨. લીલું ચાપાનિયું.