પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
મુંબઈમાં વ્યાખ્યાન

મુંબઈમાં વ્યાખ્યાન કરી મૂકે છે, ત્યારે ટ્રાન્સવાલમાં લોકો એક ડગલું આગળ વધ્યા છે. ત્યાં કાયદો જ હિંદીઓને પહેલા અથવા બીજા વર્ગમાં પ્રવાસ કરતાં અટકાવે છે. હિંદીઓના સામાજિક દરજ્જાનો ખ્યાલ કર્યા વગર તેમને દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓ સાથે એક જ ખાનામાં ઠાંસી દેવાય છે. સોનાની ખાણોના કાયદા મુજબ હિંદીઓએ સ્થાનિક પેદાશનું સોનું ખરીદવું એ ફોજદારી ગુનો છે. વળી જો ટ્રાન્સવાલ સરકારને તેનું ધાર્યું કરવા દેવામાં આવે તો તે હિંદીઓ તરફ ઢોર જેવું વર્તન રાખીને તેમને લશ્કરી સેવા કરવાની પણ ફરજ પાડે. ઉપરથી જોતાં જ આ વાત બેહૂદી ને રાક્ષસી છે કેમ કે, લંડન ટાસ કહે છે તે પ્રમાણે, “હવે આપણે બ્રિટિશ હિંદીઓને ટ્રાન્સવાલની સંગીનોથી બ્રિટિશ લશ્કરની સંગીનો સામે હંકાતા જોઈએ એમ બને.” દક્ષિણ આફ્રિકામાં બીજું ડચ પ્રજાસત્તાક ઑરેન્જ ટ્રી સ્ટેટ છે. હિંદીઓ પ્રત્યે ધિક્કાર દર્શાવવામાં એ સૌને ટપી જાય છે. એ રાજ્યના મુખ્ય વર્તમાનપત્રના શબ્દોમાં કહીએ તો એણે “બ્રિટિશ હિંદીઓને કાર સાથે એક વર્ગમાં મૂકીને ત્યાં રહેવું અશકય કરી મૂકયું છે.” તે હિંદીઓને વેપાર કરવાનો, જમીન વાવવાનો કે સ્થાવર મિલકત ધરાવવાનો અધિકાર આપવાનો ઇન્કાર કરે છે, એટલું જ નહીં પણ, ખાસ અપમાનકારક સંજોગો બાદ કરતાં, તેને ત્યાં રહેવાનો અધિકાર આપવાનો પણ ઇન્કાર કરે છે. ૫૭ દક્ષિણ આફ્રિકાનાં જુદાં જુદાં રાજ્યોમાં હિંદીઓની સ્થિતિ ટૂંકાણમાં ઉપર પ્રમાણે છે. પણ આ રાજ્યોમાં જે હિંદીઓને આટલા બધા ધિક્કારી કાઢવામાં આવે છે તે જ હિંદીઓને નાતાલથી ફક્ત ૩૦૦ માઈલ દૂર જતાં ડેલાગોઆ બે પ્રદેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેમને માન આપવામાં આવે છે. આ બધા પૂર્વગ્રહનું ખરું કારણ, દક્ષિણ આફ્રિકાના મુખ્ય વર્તમાનપત્ર ત્રિ કેપ ટાદમ્સનું તંત્રીપદ દક્ષિણ આફ્રિકાના પત્રકારોના શિરોમણિ મિ. સેન્ટ લેજર સંભાળતા હતા ત્યારના એના શબ્દોમાં નીચે મુજબ છે: આ વેપારીઓએ પ્રાપ્ત કરેલા મોભાએ જ આજ સુધી ભારે દુશ્મનાવટ પેદા કરી છે. અને તેમના મોભાનો વિચાર કરીને જ તેમના વેપારી હરીફોએ રાજ્યસરકાર દ્વારા પોતાના લાભને અર્થે એવી શિક્ષા કરવાનો પ્રયત્ન કર્યો છે જે ઉપરથી જોતાં જ ભારે અન્યાય જેવી જણાય છે. એ જ છાપું આગળ ચાલતાં કહે છે: હિંદીઓની વ્યાપારી સફળતાને કારણે જ તેમની સાથે દેશી (અર્થાત્ આદિવાસી) લોકો જેવો વ્યવહાર કરવામાં આવે એવું આપણા દેશવાસીઓ ઇચ્છે તેમાં હિંદીઓ પ્રત્યે થો અન્યાય એટલો સ્પષ્ટ છે કે આપણા દેશવાસીઓ માટે આપણને લગભગ શરમ આવે છે. સત્તા ભોગવતી જાતિ સામે તેઓ આટલા સફળ થયા છે એ જ કારણ તેમને પેલા અપમાનકારક સ્તરથી ઊંચે ચડાવવાને માટે પૂરતું છે. ૧૮૮૯માં, જ્યારે આ લખાયું ત્યારે, એ સાચું હતું તો આજે બેવડું સાચું છે, કેમ કે સમ્રાજ્ઞીની હિંદી રૈયતનું સ્વાતંત્ર્ય નિયંત્રિત કરનાર કાયદા પસાર કરવામાં દક્ષિણ આફ્રિકાની ધારાસભાઓએ ભારે પ્રવૃત્તિ કરી બતાવી છે. અમારી સામેના વિરોધનો સ્થાપી છે, કે જેથી અમે અમારી આ જુવાળ રોકવા માટે અમે નાના પાયા પર એક સંસ્થાઅે ફરિયાદો દૂર કરાવવા આવશ્યક પગલાં લઈ શકીએ. અમે ૧. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ.