પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
મુંબઈમાં વ્યાખ્યાન

મુંબઈમાં વ્યાખ્યાન ૫૯ એવા પણ દાખલા છે જ્યારે આના કરતાં ઓછી અગત્યના પ્રસંગોએ તે દૃઢતાથી કામ લેતાં અચકાઈ નથી; આપને ખબર છે કે પ્રથમ મતાધિકાર બિલ રદ થયું તેનું કારણ આવી શુભ દરમિયાનગીરી જ હતી. વિશેષ તો એ છે કે સંસ્થાનવાસીઓ હમેશાં એ દરમિયાનગીરીથી બીતા આવ્યા છે. અને ઇંગ્લંડમાં પ્રગટ થયેલી સહાનુભૂતિને પરિણામે તથા થોડા માસ ઉપર મિ. ચેમ્બરલેનની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળને એમણે આપેલા સહાનુભૂતિભર્યા જવાબને પરિણામે દક્ષિણ આફ્રિકાનાં, કંઈ નહીં તો નાતાલનાં, ઘણાંખરાં વર્તમાનપત્રોએ પોતાનું વલણ બદલ્યું છે અને તેઓ માને છે કે દેશપ્રવેશ સંબંધી બિલોને તથા એવાં બીજાં બિલોને શાહી સંમતિ મળશે નહીં. ટ્રાન્સવાલ બાબતમાં તો લંડનની સંધિ છે જ. ઑરેન્જ ફ઼ી સ્ટેટ સંબંધમાં હું એટલું જ કહી શકું કે એક મિત્રરાજ્ય નામદાર સમ્રાજ્ઞીની રૈયતના કોઈ ભાગ સામે પોતાનાં બારણાં બંધ કરે એ અમૈત્રીનું કાર્ય છે. આમ હોવાથી, હું નમ્રપણે ધારું છું કે, તે કાર્યને અસરકારક રીતે રોકી શકાય. સજ્જનો, દક્ષિણ આફ્રિકામાંથી આવેલી છેલ્લામાં છેલ્લી ખબરો પરથી જણાય છે કે ત્યાંના યુરોપિયનો હિંદીઓને પાયમાલ કરવા લોકોને સમજાવવામાં પડયા છે. હિંદી કારીગરોને દાખલ થવા દેવા સામે આંદોલન ચલાવી રહ્યા છે અને બીજું જે કંઈ થઈ શકે તે કરી રહ્યા છે. આ બધું આપણે માટે ચેતવણીરૂપ તથા પ્રોત્સાહનરૂપ બનવું જોઈએ. દક્ષિણ આફ્રિકામાં અમે બધી બાજુથી ઘેરાયેલા છીએ. હજી અમે બાળકો છીએ. રક્ષણ માટે આપને અપીલ કરવાનો અમને અધિકાર છે. અમારી પરિસ્થિતિ આપ સમક્ષ મૂકીએ છીએ, અને હવે જે અમારી ખાંધ પરથી દમનની ધૂંસરી ઊતરશે નહીં તો તેની જવાબદારી મોટે ભાગે આપને માથે રહેશે. ધૂંસરી તળે દબાયેલા હોવાથી અમે તો વેદનાના માર્યા માત્ર ચીસો પાડી શકીએ. એ ધૂંસરી દૂર કરવાનું કામ આપનું, અમારા વડીલ ભાઈઓનું, અમારા વધુ મુક્ત ભાઈઓનું છે. મને ખાતરી છે કે અમારો પોકાર નકામો નહીં જાય. [મૂળ અંગ્રેજી] વિ ટામ્સ બૅગ ફૅન્ડિયા, ૨૭-૯-૧૮૯૬ વસ્ત્ર ૉલેટ, ૨૭–૯–૧૮૯૬ ૧. ડરબનમાં યુરેપિયનેએ વિરાટ સભાએ ભરી હતી, અને નાતાલમાં આવેલા ટાંગટના શેરડીના ખગીચાઓમાં કામ કરવા હિંદી કારીગરાને લાવવાની પરવાનગી આપતા નિર્ણય હિંદી પ્રવાસી ટ્રસ્ટ એડેં કર્યો તે સામે વિરોધ નહેર કર્યા હતા. એશિયાઈ ધસારા’ એ રાબ્દોથી જેનું વર્ણન કરવામાં આવેલું તેનો સામનો કરવા એક યુરોપિયન પ્રાર્ટેકશન ઐસેસિયેશન' (યુરેપિયન સંરક્ષણમંડળ ) તથા કાલેનિયલ પેટ્રિયેટિક યુનિયન’ (સાંસ્થાનિક દેશપ્રેમી સંઘ) સ્થાપવામાં આવ્યાં હતાં.