પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪. એફ. એસ. તાલેયારખાનને પત્ર મેસર્સ રેવાશંકર જગજીવન ઍન્ડ કે. ચંપાગલી, મુંબઈ ઑકટોબર ૧૦, ૧૮૯૬૧ સ્નેહી શ્રી તાલેયારખાન,રે હું તમને આથી વહેલો પત્ર લખી શકયો નથી તથા આફ્રિકાના મુખ્ય પુરુષોનાં નામ મોકલી શકો નથી, તે માટે દરગુજર કરશો એની મને ખાતરી છે. ન લખી શકો તેનું કારણ એ હતું કે હું કૌટુંબિક કામમાં અત્યંત ગૂંથાયેલો હતો. આ પત્ર હું મધરાતે લખું છું. આવતી કાલે (રવિવારે) સાંજના મેલમાં હું મદ્રાસ જવા નીકળું છું. ત્યાં પખવાડિયાથી વધુ રોકાવાની મારી ધારણા નથી. ત્યાં હું સફળ થઈશ તો ત્યાંથી કલકત્તા જઈશ ને આજથી એક માસમાં મુંબઈ પાછો ફરીશ. ત્યાર બાદ પહેલી સ્ટીમરમાં હું નાતાલ જવા ઊપડીશ. નાતાલથી મળેલાં છેલ્લાં વર્તમાનપત્રો પરથી જણાય છે કે હજી લડત ઘણી બાકી છે. તમારા જેવા ઉત્સાહથી કામ કરનારા બે માણસો એકાગ્રતાથી કામ કરે તો આ કામ સારી રીતે થઈ શકે એમ છે. નાતાલમાં આવી મારી સાથે જોડાવાનું તમે જરૂર ગોઠવી શકશો એવી હું અંત:કરણપૂર્વક આશા રાખું છું. આ ધ્યેયને માટે લડત આપવી યોગ્ય છે, તેની મને ખાતરી છે. ૧. મૂળ પત્રમાં તારીખ ૧૦-૮-૧૮૯૬ છે. ૧૦-૧૦-૧૮૯૬ને બદલે આ ભૂલથી લખાઈ છે એ સ્પષ્ટ છે. “હિંદ ગયેલા ડેપ્યુટેશન અંગે થયેલા ખર્ચના હિસાબ”માં કરેલી નોંધ પરથી જણાય છે કે બીજે જ દિવસે અર્થાત્ ઑક્ટોબર ૧૧ના રોજ ગાંધીજી મદ્રાસ જવા નીકળેલા તે હકીકતથી ઉપરની વાતને ટકા મળે છે. (જુએ પા. ૧૦૩.) વિશેષમાં, ઑગસ્ટ ૧૧ને રાજ મંગળવાર હતા, રિવવાર નહીં; ઑક્ટોબરની ૧૧મીએ રિવેવાર હતા. પત્રમાં આવતા “આવતી કાલ (વિવારે) સાંજની મેલ ગાડીમાં” એ કથન સાથે આ બંધબેસતું છે. ર. ગાંધીજીએ અંગ્રેજીમાં જે Àડણી કરી છે તેના ઉચ્ચાર આવે થાય છે. પણ આજકાલ જે જોડણી કરવામાં આવે છે તેના ઉચ્ચાર ‘ તાલચારખાન’ થાય છે. ૩. શ્રી તાલચારખાનના નાતાલ જવાની બાબતમાં તેમની અને ગાંધીજીની વચ્ચે આ પહેલાં પુત્ર- વ્યવહાર થયા હશે એમ જણાય છે. ઓક્ટોબર ૧, ૧૮૯૫ને રાજ નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ સમક્ષ કરેલા વ્યાખ્યાનમાં ગાંધીજીએ શ્રોતા- ગણને કહ્યું હતું કે હું જાન્યુઆરીમાં હિંદ જઈશ, અને ત્યાં સંખ્યાબંધ સારા હિંદી રેસ્ટરાને નાતાલ આવવાને સમજાવીશ.” (જીએ પુસ્તક ૧, પા. ૧૯૨.) બૅરિસ્ટર થયા પછી તાલયારખાન અને ગાંધીજી એક જ સ્ટીમરમાં ઇંગ્લેંડથી હિંદી પાછા ફર્યા હતા.