પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
નાતાલવાસી હિંદીઓ

નાતાલવાસી હિંદીઓ ૬૧ તમે મને લખવા ઇચ્છો તો ઉપરને સરનામે લખો. તમારા પુત્રો ત્યાંથી મને મદ્રાસ પહોંચાડવામાં આવશે. હું ત્યાં કઈ હોટેલમાં ઊતરીશ તે ખબર નથી. નાતાલની હોટેલોએ મને ગભરાવી મૂકો છે. [મૂળ અંગ્રેજી] મૂળ પરથી. શ્રી. એફ. એસ. તાલયારખાનના પુત્ર શ્રી આર. એફ. તાલયારખાનના સૌજન્યથી. મંત્રીશ્રી, વિટામ્સ બાદ ફૅન્ડિયા સાહેબ, તમારો સાચો મો. ક. ગાંધી ૫. નાતાલવાસી હિંદીઓ મુંબઈ, ઑકટોબર ૧૭, ૧૮૯૬ નીચેનું લખાણ આપના વગ ધરાવતા પત્રમાં પ્રસિદ્ધ કરવાની મહેરબાની કરશો તો હું આપનો આભારી થઈશ. દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ વિષે મેં લખેલી પુસ્તિકાના જવાબમાં નાતાલના એજન્ટ જનરલે ટરને કહ્યું છે કે રેલવે અને ટ્રામવેના કર્મચારીઓ હિંદીઓને પશુ ગણીને વર્તે છે એમ કહેવું સાચું નથી, ગિરમીટિયા હિંદીઓ દેશમાં પાછા ફરવાની મફત ટિકિટનો લાભ લેતા નથી એ હકીકત મારા ચોપાનિયાનો સારામાં સારો જવાબ છે, અને હિંદીઓને ન્યાયાલયોમાં ન્યાય આપવાનો ઇન્કાર કરવામાં આવતો નથી. પહેલું તો, એ પુસ્તિકામાં સમગ્ર દક્ષિણ આફ્રિકાના હિંદીઓને પડતાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજું, નાતાલમાં રેલવે અને ટ્રામવેના કર્મચારીઓ હિંદીઓને પશુ ગણીને વર્તે છે એ કથનને હું વળગી રહું છું. આમાં કોઈ અપવાદો નીકળી આવે તો તેથી આ નિયમ સાબિત થશે. હું પોતે જ આવા અનેક દાખલાઓનો સાક્ષી છું. યુરોપિયન મુસાફરોની સગવડ સાચવવા હિંદીને એક રાતમાં ત્રણ વાર એક ખાનામાંથી બીજા ખાનામાં ખસેડવામાં આવે એ પશુ પ્રત્યેના વર્તન જેવું નથી તો બીજું શું છે? દેખીતા પ્રતિષ્ઠિત હિંદીઓને સ્ટેશન માસ્તરની લાતો ખાતા, ધક્કા ખાતા, ગાળો ખાતા જોવા એ ત્યાંનાં રેલવે સ્ટેશનો પર અસાધારણ દૃશ્ય નથી. ડરબનના વેસ્ટર્ન સ્ટેશનનો સ્ટેશન માસ્તર એટલો વધારે પડો વિનયી છે કે તે સ્ટેશન, હિંદીઓને માટે ભયરૂપ થઈ પડયું છે; અને જ્યાં હિંદીઓને ફૂટબૉલની પેઠે આમથી તેમ લાતાટવામાં આવતા હોય એવું સ્ટેશન એ એકલું જ નથી. નાતાજ મર્ચુરી (૨૪–૧૧–’૯૩)ના અંકમાંથી મળતી સ્વતંત્ર સાબિતી આ રહી :