પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
ગાંધીજીનો અક્ષરદેહ.

કર ગાંધીજીનો અક્ષરદેહ અમે અનેક વાર નજરે જોયું છે કે આપણી રેલવે ઉપર બિનગોરા મુસાફરો તરફ, તેઓ મૂંઝાઈ મરે એટલી બધી સભ્યતા બતાવાતી નથી. અને એન. જી. આર.ના ગોરા કર્મચારીઓ યુોપિયન મુસાફરો સાથે જેટલો માનભર્યો વર્તાવ રાખે છે તેટલો જ બિનગોરા મુસાફરો તરફ રાખે એવી આશા જોકે વધારે પડતી ગણાય, છતાં અમે માનીએ છીએ કે જો એ કર્મચારીઓ બિનગોરા મુસાફરો સાથે જરા વધારે સભ્યતાપૂર્વક વર્તે તો તેમની પ્રતિષ્ઠાને આંચ નહીં આવે. ટ્રામગાડીઓમાં પણ હિંદીઓની સ્થિતિ જરાય સારી નથી. યુરોપિયન મુસાફરોના મનના તરંગોને અનુકૂળ થવા સ્વચ્છ કપડાંમાં સજ્જ, શિષ્ટ હિંદીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવામાં આવે છે. ખરેખર, ટ્રામવેના કર્મચારીઓ હંમેશાં “સામી”ને “માળ પર” જવાની ફરજ પાડે છે. કેટલાક કર્મચારીઓ તેમને આગળની બેઠકો પર બેસવા દેતા નથી. તેમને માન આપવાનો તો પ્રશ્ન જ નથી. અંદર બેસાડી શકાય એટલી જગ્યા હતી છતાં, એક હિંદી અમલદારને બાજુના પાટિયા પર ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. અલબત્ત તેમને નાતાલમાં પ્રચલિત ખાસ અપમાનકારક સ્વરે “સામી” કહીને સંબોધવામાં આવ્યા હતા. નાતાલમાં જાહેર જનતા સમક્ષ મારું નિવેદન છેલ્લાં બે વરસથી પડેલું છે. અને વે એજન્ટ જનરલ તરફથી એનો પઢે વાર ઇન્કાર કરવામાં આવે છે! ભલા, આટલું બધું મોડું શા માટે? સ્વદેશ પાછા ફરવા માટેની ટિકિટનો હિંદી ગિરમીટિયા લાભ નથી લેતા એ બાબતમાં, એજન્ટ જનરલને અદબ સાથે આટલું કહેવા રજા લઉં છું કે આ વાત વર્તમાનપત્રોમાં કંટાળો ચડે એટલી વાર ફરી ફરીને કહેવામાં આવી છે, ને હવે સરકાર પોતે એ વાત કહીને તેને ગૌરવ આપે છે, તેથી કશું વધુ સાબિત નહીં થાય. બહુ બહુ તો એથી એટલું જ સાબિત થાય કે ગિરમીટિયા હિંદીની સ્થિતિ બહુ દુ:ખદાયક નહીં હોય, અને આવા હિંદીઓને રોટલો રળવા માટે નાતાલ ઘણું સારું સ્થાન છે. હું આ બંને વાત કબૂલ રાખવા તૈયાર છું. પરંતુ તેથી, હિંદીઓની સ્વતંત્રતા ઉપર અનેક રીતે નિયંત્રણ મૂકનાર કાયદા સંસ્થાનોમાં છે જ નહીં, એવું સાબિત નથી થતું. વળી નાતાલમાં હિંદીઓ પ્રતિ ભયંકર બૂરી લાગણી પ્રવર્તે છે, એ હકીકત જૂઠી નથી ઠરતી. હિંદીઓ જો નાતાલમાં રહેતા હોય તો તેઓ આવી ગેરવર્તણૂક છતાં રહે છે. એનાથી તો એમનું આશ્ચર્યજનક ધૈર્ય સાબિત થાય છે, જેનાં વખાણ ભારે છટાથી મિ. ચેમ્બર- લેને, દક્ષિણ આફ્રિકામાં વપરાતા શબ્દો વાપરીએ તો, ‘કુલી લવાદી”ના કામ સંબંધે પોતે મોકલેલા ખરીતામાં કર્યાં છે. દક્ષિણ આફ્રિકાથી તાજેતરમાં આવેલાં છાપાં, નાતાલ સરકારને દુર્ભાગ્યે, ત્યાં હિંદીઓને ક્રૂરતાપૂર્વક કનડવામાં આવે છે એ મારા કથનને વળી વધારે ટેકો આપે છે. હિંદી કારીગરોને લાવવા ચાલતી તજવીજ સામે વિરોધ કરવા ગયા ઑગસ્ટ માસમાં યુરોપિયન કારીગરોની એક સભા મળી હતી. એમાં થયેલાં ભાષણોનું વાચન એજન્ટ જનરલને રસપ્રદ નીવડશે. એ સભામાં હિંદીઓને “કાળા કીડા” કહેવામાં આવ્યા હતા. સભામાં શ્રોતાઓમાંના એક જણે વચ્ચે કહ્યું કે “અમે પોઈન્ટ પર જઈને એમને રોકીશું.’ ઉજાણીએ નીકળેલી યુરોપિયન બાળકોની એક ટુકડીએ હિંદી અને કાફર બાળકોનો નિશાન તરીકે ઉપયોગ કર્યો ને તેમનાં મોઢાં પર ગોળીઓ છોડી. પરિણામે કેટલાંય નિર્દોષ બાળકોને ઈજા થઈ. ધિક્કારની લાગણી એટલી બધી ઊંડી ઊતરી ૧. ડરબનનું ખારું.