પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
નાતાલવાસી હિંદીઓ

નાતાલવાસી હિંદીઓ ૩ ગઈ છે કે બાળકો સાહજિક રીતે હિંદીઓ તરફ તિરસ્કારની નજરે જુએ છે. વળી, એ યાદ રાખવું જોઈએ કે વળતાં પ્રવાસભાડાંની વાતને વેપારીવર્ગ સાથે કશી લેવાદેવા નથી. એ વર્ગ તો પોતાને હિસાબે ને જોખમે નાતાલ જાય છે ને એમને જ આ કોને કારણે સૌથી વધારે લાગી આવે છે. સાચી વાત એ છે કે સો અભિપ્રાય કરતાં એક હકીકત વધારે વજનદાર છે. મારા ચોપાનિયામાં મારું પોતાનું કથન નહીં જેવું છે. મારું ચોપાનિયું યુરોપિયનોનાં લખાણોમાંથી લીધેલી હકીકતોથી ઊભરાય છે; જ્યારે મિ. પીસના અભિપ્રાયોને પુરાવાઓનો આધાર નથી. પુસ્તિકાના જવાબરૂપે મિ. પીસે કહ્યું છે એટલું જ કહેવાનું હોય તો મારે કહેવું જોઈએ કે હિંદીઓ માટે નાતાલ સાધારણ સગવડવાળું સ્થાન બને તે પહેલાં ઘણું કરવાનું બાકી રહે છે. ન્યાયાલયોમાં હિંદીઓને ન્યાય મળે છે એ બાબત હું બહુ કહેવા ઇચ્છતો નથી. ન્યાયાલયોમાં હિંદીઓને ન્યાય નથી મળતો એમ મેં કદી કહ્યું નથી, તેમ જ હું એ સ્વીકારવા પણ તૈયાર નથી કે તેમને બધી કચેરીઓમાં બધી વખતે ન્યાય મળે છે. સાહેબ, મને અતિશયોક્તિ કરવાની ટેવ નથી. આપે સરકારી રાહે તપાસની માગણી કરી છે; અમે પણ એમ જ કર્યું છે. અને જે નાતાલ સરકારને કોઈ અણગમતી વાત બહાર આવ- વાનો ભય ન હોય તો બને તેટલી જલદી એ તપાસ થવા દો; અને હું ખાતરી આપું છું કે પુસ્તિકામાં દર્શાવ્યું છે તેથી ઘણું વધારે સાબિત થશે. હું માનું છું કે એવી ખાતરી આપવામાં કશું જોખમ નથી. બહુ જ સહેલાઈથી પુરવાર થઈ શકે એવા જ દાખલા મેં એમાં ટાંકયા છે. સાહેબ, અમારી સ્થિતિ અનિશ્ચિત અને ચિંતાજનક છે, આજ સુધી આપ આટલી ઉદારતાથી અમને જે સક્રિય ટેકો આપતા આવ્યા છો, તેની ભવિષ્યમાં લાંબા સમય સુધી અમને જરૂર પડશે. પ્રવાસી કાયદામાં સુધારો કરવા માટેનું બિલ, જેને આપના પત્રે તથા અન્ય સમકાલીન પત્રોએ ગયે વરસે સખત ભાષામાં વખોડી કાઢયું હતું, તેને શાહી સંમતિ મળી ગઈ છે એમ આ અઠવાડિયે આવેલાં વર્તમાનપત્રો પરથી જણાય છે. આપના વાચકોને યાદ કરાવું કે આ બિલ ગિરમીટની મુદત મૂળ પાંચ વરસ પરથી વધારી અચોક્કસ સમય સુધી લંબાવી આપે છે, અને જો પ્રથમ પાંચ વર્ષ પૂરાં થતાં નવો કરાર ન કરવામાં આવે તો હિંદીને હિંદ પાછા ફરવાનું, અલબત્ત, માલિકને ખર્ચે પાછા ફરવાનું ફરજિયાત ઠરાવે છે; કરારની આ શરત ન પાળે તેને વાર્ષિક ૩ પાઉન્ડનો માથાવેરો ભરવો પડશે, જે રકમ ગિરમીટના પગારધોરણે લગભગ અર્ધા વરસની આવક જેટલી થાય છે. આ બિલ પસાર થયું ત્યારે તેને સર્વાનુમતે અન્યાયી કહેવામાં આવ્યું હતું. તેને શાહી સંમતિ મળવા બાબત ખુદ નાતાલનાં પત્રોને શંકા હતી. છતાં એ બિલ કાયદા તરીકે જાહેર થયું છે ને તા. ૮ ઑગસ્ટથી અમલમાં આવ્યું છે. અમારા બચાવનું મુખ્ય અને કદાચ એકમાત્ર હથિયાર જાહેરાત છે. અમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર એક જણ કહે છે, “અમારાં કષ્ટ એવાં તો ગંભીર છે કે તે દૂર કરવા માટે એ જાણવાં એ જ પૂરતું છે.” સંસ્થાનમંત્રીના આ કામ બાબત આપ અને અન્ય સમકાલીન પત્રો પોતાનો અભિપ્રાય દર્શાવે એવી આપને હવે હું વિનંતી કરું છું. અમે માનીએ છીએ કે ઇંગ્લંડની સરકારનું સંસ્થાન ખાતું અમારે માટે સલામત આશ્રયસ્થાન છે. અમારો ભ્રમ હજી ભાંગ્યો ન હોય એમ બને. જો આ બિલ નામંજૂર↑ ન થઈ શકે તો સરકારની મદદથી નાતાલ મજૂરો મોકલવાનું બંધ કરવામાં આવે એવી અમે અરજ ગુજારી છે. એ ૧. જીએ પુસ્તક ૧, પા. ૧૭૮.