પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
એફ. એસ. તાલેયારખાનને પત્ર

૭. એફ. એસ. તાલેયારખાનને પત્ર બકિંગહામ હોટલ, મદ્રાસ ઑકટોબર ૧૮, ૧૮૯૬ સ્નેહી શ્રી તાલેયારખાન, તમારો અગત્યનો પત્ર મળ્યો, તે બદલ તમારો આભાર માનું છું. તમે માગેલી હકીકત ખરેખર મુદ્દાની છે, અને હું તેનો ખૂબ સ્પષ્ટતાપૂર્વક જવાબ આપીશ તેની ખાતરી રાખજો. આપણે ભાગીદારીમાં કામ કરીએ એ માન્યતાના પાયા પર હું જવાબ શરૂ કરું છું. તમે તમારા પોતાના હિસાબે ને જોખમે ધંધો એકદમ આરંભો એ તો પ્રશ્ન જ નથી. આશરે ૩૦૦ પાઉન્ડના ચેક ડરબન ખાતે મારી તિજોરીમાં પડેલા છે. એ રકમ ૧૮૯૭ની સાલ માટે થયેલા વકીલાતના કરારનું ૩૧ જુલાઈ લગીનું લવાજમ છે. એ ચેક હું ભાગી- દારીમાંથી પાછા ખેંચવા ઇચ્છું છું, જેથી અહીં થયેલું દેવું ચૂકવી શકાય, અને જો શકય હોય તો ત્યાં મારી કચેરી ચલાવતાં જે ખર્ચ થાય છે તે ભરી શકાય. શકય હોય તો એમ કહેવાનું કારણ એ છે કે બાકી સિલક ડરબનમાં થતા ખર્ચને ન પણ પહોંચી વળે. જો ભૂતકાળનો અનુભવ આપણા કામ માટે જરાયે માર્ગદર્શક હોય, તો પહેલા છ માસ દરમિયાન સહિયારી આવક માસિક ૭૦ પાઉન્ડ થશે એમ કહેવામાં કશું જોખમ નથી એમ માનું છું. તે સામે હું સહિયારું ખર્ચ માસિક ૫૦ પાઉન્ડ ગણું છું, અને તે જો આપણે એક જ ઘરમાં રહીએ તો. એ હિસાબે છ માસને અંતે આપણે બે જણે સરખે હિસ્સે વહેંચી લેવાનો ચોખ્ખો નફો ૧૨૦ પાઉન્ડ રહેશે. આ ઓછામાં ઓછો અંદાજ છે અને એટલી રકમ હું એકલે હાથે હિંદી કોમનું સેવાકાર્ય કરતાં કરતાં કમાઈ લેવાની આશા રાખું છું. પરંતુ આપણે માસિક ૧૫૦ પાઉન્ડ કમાઈએ તો તેથી મને આશ્ચર્ય નહીં થાય. આટલું તો હું વચન આપી શકું. તમારો નાતાલ આવવાનો પ્રવાસખર્ચ તમારે ભોગવવો જોઈએ. વકીલાતની સનદોનો ખર્ચ કચેરી ભરશે. તમારો રહેવાજમવાનો ખર્ચ પણ કચેરીની આવકમાંથી થશે. અર્થાત્ છ માસના અખતરા દરમિયાન જે કંઈ ખોટ જશે તો તે હું ભોગ- વીશ, પણ જો કંઈ નફો થશે તો તમને તેમાં હિસ્સો મળશે. આ રીતે જો છ માસને અંતે તમને આર્થિક લાભ નહીં થાય તોપણ હિંદમાં મળે તે કરતાં ભિન્ન પ્રકારના અનુભવનો લાભ તો થશે જ. દુનિયાના એ ભાગમાં આપણા દેશ- બાંધવોની સ્થિતિ તમે જોશો, અને એક નવો દેશ જોશો. નાતાલમાં તમે નિરાશ થાઓ તોપણ મુંબઈમાંથી છ માસ ગેરહાજર રહેવાને કારણે તમારા ભવિષ્યને હાનિ નહીં પહોંચે એવા સંબંધો તમે મુંબઈમાં ધરાવો છો એમાં મને શંકા નથી. છ માસ મુંબઈ નહીં રહેવાને કારણે આવનાર ખોટનો બદલો મેં ઉપર કહ્યું તેટલાથી વળી રહેશે. ૧. હિંદી વેપારીઓનું કાનૂની અંગત કામ સંભાળવા માટે ગાંધીજીને મળેલી વકીલ તરીકેની ફી વિષેના ઉલ્લેખ છે. ગાં. ૨–૫