પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ ગમે તેમ હોય, પણ આપણી સ્થિતિના કોઈ માણસે ધનનો ઢગલો કરવાને ઇરાદે દક્ષિણ આફ઼િકા નહીં જવું જોઈએ એ વાત હું જેટલી સ્પષ્ટ કરું તેટલી ઓછી. ત્યાં તમારે સ્વાર્ધ ત્યાગની ભાવનાથી જવું જોઈએ. ધનદોલતથી દૂર રહેવું જોઈએ. એમ કરશો તો એ એની મેળે તમને શોધતી આવશે. જો તમે એના પર નજર નાખી, તો એ એવી નટખટ નખરાંબાજ છે કે તમારું અપમાન જ થવાનું. આ મારો દક્ષિણ આફ્રિકાનો અનુભવ છે. ધનપ્રાપ્તિની ગણતરી બાજુએ રાખીને કામની વાત કરીએ તો હું તમને વચન આપું છું કે તમારા જેવા કામ કરનારને જોઈએ તેથી વધુ કામ મળશે, અને તે પણ કાનૂની કામ. સાથે જમવામાં જરા મુશ્કેલી આવે ખરી. જો તમે નિરામિષાહારથી ચલાવી શકો તો હું હિંદી તેમ જ અંગ્રેજી ઢબે રાંધેલી અત્યંત સ્વાદિષ્ટ વાનીઓ તમને પીરસી શકું. પરંતુ જો તે શકય ન હોય તો આપણે બીજો રસોઇયો રોકવો પડશે. એ કંઈ અનિવાર્ય મુશ્કેલી ન ગણાય. હું માનું છું કે મેં સ્થિતિ સ્પષ્ટતાપૂર્વક જણાવી જો કોઈ મુદ્દાઓ વિશે સ્પષ્ટીકરણની જરૂર હોય તો જણાવો એટલી જ વાર. હું જરૂર આશા રાખું છું કે તમે આર્થિક ગણતરીઓને તમારા માર્ગમાં આડે નહીં આવવા દો. મને ખાતરી છે કે તમે દક્ષિણ આફ્રિકામાં ઘણું કરી શકશો. હું જેટલું કરવામાં સાધનભૂત થયો હોઉં તેથી ખરેખર વધારે કરી શકશો. આપણા મોટા મોટા માણસોને મેં અહીં મળવા માંડયું છે. ધિ મદ્રાસ ટાફમ્સ પત્રે પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો છે, ને ગયે શુક્રવારે એમાં ધમધમતો સરસ અગ્રલેખ આવ્યો હતો. ત્ર મે પત્રે ટેકો આપવાનું વચન આપ્યું છે. સભા` ઘણું કરીને શુક્રવારે થશે. ત્યાર પછી હું કલકત્તા ને ત્યાંથી ઘણું કરીને પૂના જઈશ. પ્રોફેસર ભાંડારકરે પોતાનો સંપૂર્ણ ટેકો આપવા વચન આપ્યું છે, ને હું ધારું છું કે એ કંઈક સારું કરી શકે એવા છે. અહીં આવતાં માર્ગમાં હું એક દિવસ પૂના રોકાયો હતો. પ્રવાસીઓને લગતા બિલને શાહી સંમતિ મળી છે એ હું ધારું છું કે મેં તમને લખ્યું છે. (એક પછી એક બનાવો એવા જલદી બનતા જાય છે કે હું તરત ભૂલી જાઉં છું.) આ એક અણધારેલો અને ભયંકર ફટકો છે. રાજ્યની મદદથી પ્રવાસીઓને મોકલાતા અટકાવવાની મારી વિનંતી હવે હું ફરીથી નવેસર કરવા માગું છું. છાપાંમાં તમે વાંચ્યું હશે કે નાતાલના એજ- ન્ટ જનરલે જે ચાલાકીથી ઇન્કાર કર્યો છે તે પરથી જણાય છે કે લંડનમાં આંદોલન કરવાની જરૂર છે. ત્યાં તો, મને ખાતરી છે કે હું કરી શકું તેથી ઘણુ વધારે તમે કરી શકો. જો તમે મારી સાથે નાતાલ આવી શકો તો ઘણું સારું. તે વખતે જો સ્ટીમર હૅન્ડ મળે એમ હશે તો હું તમને મફત ટિકિટ મેળવી આપી શકું. તમારો સાચો, મો. ક. ગાંધી મો. ક. ગાંધી તમારો પત્ર મને આજે જ મળ્યો. [મૂળ અંગ્રેજી] મૂળ ઉપરથી. આર. એફ. એસ. તાલયારખાનના સૌજન્યથી, ૧. ઓક્ટોબર ૨૬ ના રાજ ગાંધીજીએ જાહેર સભાને સંબધન કર્યું હતું. જી પા. ૬૭.