પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮. મુલાકાતીઓની નોંધપાથીમાં [ઑકટોબર ૨૬, ૧૮૯૬ના રોજ ગાંધીજીએ મદ્રાસમાં ધિ હિંદુ થિયૉલૉજિકલ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. ત્યાંની મુલાકાતીઓની નોંધપોથીમાં તેમણે આ પ્રમાણે નોંધ કરી છે ] ઑક્ટોબર ૨૬, ૧૮૯૬ આ સરસ સંસ્થાની મુલાકાતનું માન મને મળ્યું, એથી ખૂબ આનંદ થયો. આ સંસ્થા ગુજરાતી સજજનોએ શરૂ કરી હતી એ જાણીને મને ગૌરવ થાય છે, કેમ કે હું પોતે ગુજરાતી હિંદુ છું, સંસ્થાને હું ઉજજવલ ભાવિ વાંછું છું, ને તે એને લાયક છે એની મને ખાતરી છે. મારી ઇચ્છા એટલી જ છે કે આવી સંસ્થાઓ હિંદભરમાં ઠેર ઠેર ઊભી થાય અને આર્ય- ધર્મને એના શુદ્ધ સ્વરૂપમાં સાચવી રાખવામાં સાધનભૂત બને. [મૂળ અંગ્રેજી] fધ વુિ, ૨૮–૧૦–૧૮૯૬ ૯. મદ્રાસમાં વ્યાખ્યાન [ગાંધીજીએ આફ્રિકામાં દેશબાંધવોને પડતાં કષ્ટ બાબત નીચેનું વ્યાખ્યાન ઑકટોબર ૨૬, ૧૮૯૬ના રોજ મદ્રાસ, પાચિયપ્પા હૉલમાં મળેલી મોટી સભા સમક્ષ આપ્યું હતું. લોકો વક્તાને સાંભળવા ઉત્સુક હતા અને એ સભા દક્ષિણ આફ્રિકામાં ઘેરાયેલાં દુ:ખના વાદળની રૂપેરી કોર સમાન હતી.] ઑકટોબર ૨૬, ૧૮૯૬ પ્રમુખશ્રી અને સજજનો, – આજે સાંજે હું, દક્ષિણ આફ્રિકા, જે સોનાનો દેશ છે અને જ્યાં થોડા સમય પર જૅમિસનની ધાડ પડેલી ત્યાં વસતા ૧,૦૦,૦૦૦ ભારતીય બ્રિટિશ પ્રજા- જો વતી આપ સમક્ષ વિનંતી કરવા ઊભો થયો છું. આ મુખત્યારનામું આપને બતાવશે કે, તેની નીચે સહી કરનારાઓએ, જેમનો ૧,૦૦,૦૦૦ હિંદીઓનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો છે, તેમણે આ કામ મને સોંપ્યું છે. એક લાખની આ વસ્તીનો ઘણો મોટો ભાગ મદ્રાસ અને બંગાળથી આવેલા લોકોનો છે. તેથી તેઓ હિંદી હોવાને કારણે તમે તેમના પ્રશ્નમાં જે રસ લેશો તે ઉપરાંત આ બાબતમાં તમારે ખાસ રસ લેવાપણું છે. આપણા કામ માટે દક્ષિણ આફ્રિકાને નીચેના પ્રદેશોમાં વહેંચી શકીએ. નાતાલ અને કેપ ઑફ ગુડ હોપનાં બે સ્વાયત્ત સંસ્થાનો, તાજનું સંસ્થાન ઝૂલુલૅન્ડ, ટ્રાન્સવાલ અથવા દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક, ઑરેન્જ ટ્રી સ્ટેટ, સનદી પ્રદેશો અને ડેલાગોઆ બે તથા બેઈરાના ફિરંગી પ્રદેશો. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ છે તેને માટે એ દેશ નાતાલ સંસ્થાનનો ઋણી છે. નાતાલ ધારાસભાના એક સભ્યના શબ્દો અનુસાર ૧૮૬૦ની સાલમાં, જ્યારે નાતાલ “સંસ્થાનનું અસ્તિત્વ ૧. પા. ૩૭–૩૮માં આપેલું મુખત્યારનામું ગાંધીજીએ વાંચી સંભળાવ્યું હતું.