પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
ગાંધીજીનો અક્ષરદેહ.

ઢ ગાંધીજીનો અક્ષરદેહ ડામાડોળ હતું” ત્યારે આ સંસ્થાને ગિરમીટિયા હિંદીઓને ત્યાં દાખલ કર્યા હતા. આવી રીતે ગિરમીટિયા લઈ જવાનું કાયદાથી નિયંત્રિત થયેલું છે, અને થોડાંક કૃપાપાત્ર રાજ્યો દા. ત. મોરિશિયસ, ફીજી, જમૈકા, સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સ, દમારારા ને અન્ય રાજ્યોને જ તેની પરવાનગી આપવામાં આવે છે. અને તે મદ્રાસ અને કલકત્તામાંથી જ લઈ જવા દેવામાં આવે છે. મિ. સૉન્ડર્સ નામે બીજા પ્રસિદ્ધ નાતાલી સજ્જનના શબ્દોમાં હિંદીઓના આગમનથી આબાદી આવી, ચીજવસ્તુના ભાવ વધ્યા, લોકો હવે સસ્તે વેચાઈ જાય એવા પાકો ઉગાડી કે વેચી સંતોષ માનતા નથી. હવે તેઓ વધારે કમાવા લાગ્યા છે.” સંસ્થાનના ખાંડ તથા ચાના ઉદ્યોગો, તેમજ સંસ્થાનના આરોગ્યનો આધાર મદ્રાસ અને કલકત્તાના ગિરમીટિયા હિંદીઓ પર છે, તેમ જ શાકભાજી ને મચ્છી પણ તેઓ પૂરી પાડે છે. ગિરમીટિયા હિંદીઓની ત્યાંની હાજરીએ આશરે સોળ વરસ ઉપર, વેપારીઓ તરીકે મુક્ત હિંદીઓને પણ ખેંચ્યા. પહેલાં તો તેઓ પોતાના દેશબંધુઓની હાજતો પૂરી પાડવા ત્યાં ગયા, પણ પાછળથી તેમને ઝૂલુ અગર કાફર કહેવાતા દક્ષિણ આફ્રિકાના આદિવાસી લોકો પણ બહુ સારા ઘરાક મળી ગયા. આ વેપારી ઓ મુખ્યત્વે મુંબઈના મેમણ મુસલમાન છે. અને પોતાની પ્રમાણમાં ઓછી કમનસીબ સ્થિતિને કારણે ત્યાંની સમસ્ત હિંદી વસ્તીનાં હિતના રક્ષક બની ગયા છે. આમ, સંકટથી અને સમાન હિતોથી ત્રણે ઇલાકાના હિંદીઓ એક સંગઠિત સમાજ રૂપે સંપીને વસે છે. ખાસ જરૂર પડે તો જુદી વાત, નહીં તો તેઓ હંમેશાં પોતાને મદ્રાસી કે બંગાળી કે ગુજરાતી કરતાં હિંદી તરીકે ઓળખાવવામાં ગૌરવ માને છે. પરંતુ એ જુદી વાત છે. આ હિંદીઓ હવે સમગ્ર દક્ષિણ આફ્રિકામાં ફેલાઈ ગયા છે. નાતાલ સંસ્થાનનો રાજ્ય- કારભાર મતદારોએ ચૂંટેલા ૩૭ સભ્યોની નીચલી ધારાસભા, મહારાણીના પ્રતિનિધિ તરીકે ગવર્નરે નિયુક્ત કરેલા ૧૧ સભ્યોની ઉપલી સભા, અને પાંચ સભ્યોના બદલાતા પ્રધાનમંડળ દ્વારા ચાલે છે. ત્યાં યુરોપિયન વસ્તી ૫૦,૦૦૦ની, આદિવાસી વસ્તી ૪,૦૦,૦૦૦ની અને હિંદી વસ્તી ૫૧,૦૦૦ની છે. ૫૧,૦૦૦ હિંદીઓમાં ૧૬,૦૦૦ ચાલુ ગિરમીટ કરાર હેઠળ છે, ૩૦,૦૦૦ ગિરમીટમુક્ત થઈ હવે ઘરનોકર, બાગવાન, ફેરિયા અને બીજા નાના વેપારીઓ છે, આશરે ૫,૦૦૦ પોતાને ખર્ચો અહીં આવીને વસ્યા છે. તેઓ વેપારી, દુકાનદાર, ગુમાસ્તા કે ફેરિયા છે. થોડાક શાળાશિક્ષક, દુભાષિયા ને કારકુન પણ છે. કેપ ઑફ઼ ગુડ હોપના સ્વાયત્ત સંસ્થાનમાં, હું માનું છું કે આશરે ૧૦,૦૦૦ હિંદીઓની વસ્તી છે, જેઓ વેપારી, ફેરિયા ને મજૂરો છે. સંસ્થાનની કુલ વસ્તી ૧૮,૦૦,૦૦૦ છે, જે પૈકી યુરોપિયન ૪,૦૦,૦૦૦થી વધારે નથી. બાકીના લોકો તે દેશના મૂળ વતનીઓ અને મલાયાના વતની છે. દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક –ટ્રાન્સવાલમાં બે ચૂંટાયેલાં ગૃહોનું બનેલું ફૉસરાડ (પાર્લ- મેન્ટ) છે, અને કાર્યવાહક પ્રધાનમંડળ છે. એ મંડળનો પ્રમુખ પ્રજાસત્તાકનો અધ્યક્ષ હોય છે. ત્યાં ૫,૦૦૦ હિંદીઓની વસ્તી છે, તેમાં ૨૦૦ વેપારી છે, જેમની મિલકતની રોકડ કિંમત ૧,૦૦,૦૦૦ પાઉન્ડ છે. બાકીના ફેરિયા, વેટર કે ઘરનોકર છે. ઘરનોકર આ જ (મદ્રાસ) ઇલાકામાંથી આવેલા છે. ગોરી વસ્તી આશરે ૧,૨૦,૦૦૦ અને કાફર વસ્તી આશરે ૬,૫૦,૦૦૦ની છે. આ પ્રજાસત્તાક તથા ગ્રેટ બ્રિટન વચ્ચે થયેલા સંધિકરાર અનુસાર આદિવાસીઓ સિવાયના સૌને પ્રજાસત્તાકના નાગરિકોના જેવા જ મિલકત, વેપાર અને ખેતીને લગતા હકો મળેલા છે. ૧. અત્રે ૧૮૮૪ના લંડન સંધિકરારનો ઉલ્લેખ છે.