પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
ગાંધીજીનો અક્ષરદેહ.

90 ગાંધીજીનો અક્ષરદેહ નાતાલ લઈએ, જે હિંદીઓની દૃષ્ટિએ સૌથી અગત્યનું સ્થળ છે. હિંદીઓને લગતા ધારાઘડ- વામાં હમણાં નાતાલે સૌથી વધારે ઉત્સાહ બતાવ્યો છે. ૧૮૯૪ સુધી ત્યાં સંસ્થાનના મતાધિ- ધિકારના સામાન્ય કાયદા મુજબ હિંદીઓને યુરોપિયનો સાથે એકસરખા હક હતા. એ કાયદા મુજબ પુખ્ત ઉંમરના દરેક બ્રિટિશ પ્રજાજનને જો તેની પાસે ૫૦ પાઉન્ડ કિંમતની સ્થાવર મિલકત હોય અગર તે વાર્ષિક ૧૦ પાઉન્ડ ભાડું ભરતો હોય તો, મતદારયાદીમાં પોતાનું નામ દાખલ કરાવવાનો હક હતો. ઝૂલુઓ માટે મતાધિકારની લાયકાતનું જુદું ધોરણ છે. ૧૮૯૪માં નાતાલ ધારાસભાએ એક બિલ પસાર કરીને1 નામ દઈને સૌ એશિયાટિકોનો મતાધિકાર છીનવી લીધો. ત્યાંની સ્થાનિક પાર્લમેન્ટમાં અમે તેનો વિરોધ કર્યો, પણ કંઈ વળ્યું નહીં. પછી અમે સંસ્થાન મંત્રીને વિનંતીપત્ર મોકલ્યું, જેને પરિણામે આ વરસે એ બિલ પાછું ખેંચાયું, અને તેને બદલે બીજું આવ્યું. એ જોકે પહેલાં જેટલું તદ્ન ખરાબ નથી તોપણ પૂરતું ખરાબ છે. એમાં જણાવ્યું છે કે જે દેશોમાં અત્યાર સુધી પાર્લમેન્ટના મતાધિકાર પર આધારિત ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિરૂપ સંસ્થાઓ ન હતી તે દેશોના વતનીઓને (યુરોપિયન વંશના ન હોય તો) મતદારયાદીમાં દાખલ કરવામાં નહીં આવે, સિવાય કે તેઓ અગાઉથી ગવર્નર-ઇન-કાઉન્સિલ પાસેથી આ કાયદાના અમલમાંથી મુક્તિ મેળવે. જેમનાં નામ પહેલેથી કોઈ મતદારયાદી ઉપર યોગ્ય રીતે ચડી ચૂકયાં હોય તેમને આ બિલના અમલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ધારાસભામાં રજૂ કરતાં અગાઉ એ બિલ શ્રી ચેમ્બરલેનને મોકલવામાં આવેલું, ને તેને એમની સંમતિ મળી છે. હિંદમાં ચૂંટણી દ્વારા રચાતી સંસ્થાઓ છે એ મુદ્દા પર અમે બિલનો વિરોધ કર્યો છે અને એવી રજૂઆત કરી છે કે જો બિલનો હેતુ એશિયાઈઓનો મતાધિકાર છીનવી લેવાનો હશે તો તે હેતુ નિષ્ફળ જશે; અને આવો કાયદો અમને હિંદીઓને કનડગત કરનારો છે અને તે અમને પાર વગરની કાયદાબાજીમાં અને ખર્ચમાં ઉતારશે. આ વાત સૌએ સ્વીકારી છે. નાતાલ સરકારના મુખપત્રના કથનનો સાર આ છે: અમે જાણીએ છીએ કે હિંદમાં આવી સંસ્થાઓ છે, ને તેથી આ બિલ હિંદીઓને લાગુ પડશે નહીં. પરંતુ અમારે એ જ બિલ જોઈએ અથવા બિલકુલ નહીં. જો એથી હિંદીઓનો મતાધિકાર લઈ લેવાતો હોય તો એથી રૂડું શું? અને એમ ન થાય તોપણ અમારે કંઈ ડરવાનું નથી, કેમ કે હિંદીઓ કદી રાજકીય સર્વોપરિતા મેળવી શકવાના નથી, અને જરૂર પડે તો, અમે તરત મતાધિકાર માટે કેળવણીની કસોટી લાદી શકીએ અગર મિલકતનું જે ધોરણ છે તેને ઊંચું કરી શકીએ, જેથી તમામ હિંદીઓનો મતાધિકાર છિન- વાઈ જાય, જ્યારે એક પણ યુરોપિયનના મતદાનમાં બાધા આવે નહીં. આમ નાતાલ ધારાસભા હિંદીઓને ભોગે ‘છાપ કે કાંટા’ની રમત રમી રહી છે. નાતા- લના પાશ્ચરના પ્રાણઘાતક નસ્તર વડે જીવતાજીવની વાઢકાપ માટે અમે જ યોગ્ય પાત્ર મળી ગયા છીએ. ફેર માત્ર એટલો કે પારિસનગરનો પાશ્ચર એવી વાઢકાપ માનવજાતને લાભ પહોંચાડવા માટે કરતો હતો, જ્યારે નાતાલનો પાશ્ચર કેવળ દુરાગ્રહથી પોતાના મનોરંજન ખાતર એમ કરી રહ્યો છે. આ પગલાનો હેતુ રાજકીય નથી. હેતુ કેવળ હિંદીઓને ઉતારી પાડવાનો ૧. જીએ પા. ૧૦. ર. એજન. ૩. જી પા. ૧૦-૧૨. ૪. અત્રે ષેિ નાતાજી મર્ક્યુરીના ઉલ્લેખ છે