પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન ૭૩ ગિરમીટમુક્ત હિંદીઓની બાબતમાં, હું નથી માનતો કે તેમને દુનિયાના કોઈ પણ ભાગમાં જવાની ફરજ પાડવી જોઈએ, સિવાય કે કોઈ ગુના માટે તેમને દેશનિકાલની સજા કરવામાં આવી હોય. આ પ્રશ્ન વિષે મેં ઘણું સાંભળ્યું છે. મને મારો અભિપ્રાય બદલવા વારંવાર કહેવામાં આવ્યું છે. પણ મારાથી તેમ થઈ શકયું નથી. એક માણસને સિદ્ધાંતની વૃષ્ટિ તેનો સંમતિથી પળ વાસ્તવમાં, વળી વાર સંમતિ વગર, અહીં લાવવામાં આવે છે, તે તેની જિંદગીનાં પાંચ ઉત્તમ વરસ અહીં આપે છે, નવા સંબંધો બાંધે છે, જૂના સંબંધો કદાચ વીસરી જાય છે. અહીં જ ઘર માંડે છે. તેને, ખરાખોટાના મારા ખ્યાલ મુજબ, હવે પાછો મોકલી શકાય નહીં. હિંદીઓ પાસેથી લેવાય તેટલું કામ લીધા પછી તેમને પાછા જવાનો હુકમ કરવા કરતાં તો હિંદીઓની નવી ભરતી સદંતર બંધ કરવી એ વધારે સારું છે. સંસ્થાનને કે સંસ્થાનના અમુક ભાગને હિંદીઓનું કામ છે એમ તો જણાય છે, પણ હિંદીઓના આગમનનાં પરિણામોમાંથી એ છટકી જવા માગે છે. હું જાણું છું ત્યાં સુધી હિંદીઓ કશી હાનિ કરતા નથી. કેટલીક બાબતમાં તો તેઓ ખૂબ ઉપયોગી છે. જે માણસ પાંચ વરસ સુધી સારી રીતે વર્તો છે તેને કાઢી મૂકી બીજી સરકારને હવાલે કરવા માટે કોઈ ન્યાયી કારણ મારા સાંભળવામાં આવ્યું નથી. ઉપર બતાવેલા ફેરફારો કરવાની સંમતિ આપવા હિંદ સરકારને સમજાવવા નાતાલથી હિંદ આવેલા મિશનના સભ્ય મિ. બિન્ને દસ વરસ પૂર્વે મિશન સમક્ષ નીચેની જબાની આપી હતી : ગિરમીટની મુદત પૂરી થયે બધા હિંદીઓને હિંદ પાછા ફરવા ફરજ પાડવી જોઈએ, એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે; તે બાબતમાં હું માનું છું હિંદી વસ્તીને એ ઘણું જ અન્યાય કરનાર છે અને હિંદ સરકાર એ કદી મંજૂર નહીં કરે. મારા અભિપ્રાય પ્રમાણે, અત્રેની મુક્ત હિંદી વસ્તી સમાજનું અત્યંત ઉપયોગી અંગ છે. પરંતુ મોટા લોકો જેમ વારંવાર ને જલદી જલદી કપડાં બદલે તેમ અભિપ્રાય પણ બદલે છે અને તેમને તેની શિક્ષા નથી થતી, પણ કેટલીક વાર ફાયદો પણ થાય છે. તેઓ કહે છે કે, અમારા વિચારોમાં થતા આવા ફેરફારો અમને સાચી ખાતરી થયે થાય છે. પણ અતિ દુ:ખની વાત એ છે કે ગરીબ ગિરમીટિયા હિંદીના કમનસીબે, હિંદ સરકાર એ ફેરફાર કદી મંજૂર નહીં કરે એ મિ. બિન્સનો ભય અગર, બરાબર કહીએ તો, તેમની ધારણા સાચી પડી નથી. આ બિલ વાંચીને લંડનના સ્ટાર પત્રે પોતાની લાગણીઓ આમ ઠાલવી હતી: ભારતીય બ્રિટિશ પ્રજાજનોની જે ઘૃણાભરી કનડગત ચાલી રહી છે તે પર પ્રકાશ ફેંકવાને આટલી વિગતો પૂરતી છે. હિંદીઓના પ્રવેશના કાયદાને સુધારવાનું આ નવું બિલ એ કનડગતનો એક વધુ દાખલો છે. એ બિલનો આશય હિંદીઓને ગુલામીની સ્થિતિમાં ઉતારી દેવાનો છે. એ તો હડહડતો અન્યાય, બ્રિટિશ પ્રજાનું અપમાન, બિલના ઘડનારાઓને માટે કલંક અને આપણે પોતાને માટે લાંછનરૂપ છે. મહારાણીના ઢંઢેરાથી તથા કાયદાથી બંને રીતે ન્યાયની દૃષ્ટિમાં જેમને બરાબર આપણા જેટલું સ્થાન આપવામાં આવ્યું છે તેમના પર દક્ષિણ આફ્રિકાના વેપારીઓનો વાણિજ્ય લોભ આવો ઘોર અન્યાય કરે છે તેને રોકવો એ દરેક અંગ્રેજનું કામ છે.