પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ અમારા વિનંતીપત્રનું સમર્થન કરતાં લંડનના ટાસ પત્રે કાયમી ગિરમીટની સ્થિતિને “લગભગ ગુલામીની સ્થિતિ” સાથે સરખાવી છે. વળી એ પત્ર કહે છે: હિંદ સરકાર પાસે એક સાદો ઉપાય છે. વસાહતીઓની વર્તમાન ઉન્નતિ અને ભાવિ દરજ્જા બાબત જરૂરી બાંયધરીઓ મળે નહીં ત્યાં સુધી, પરદેશી સંસ્થાનોમાં મજૂરોને મોકલવાનું મોકૂફ રાખ્યું છે તેમ, દક્ષિણ આફ્રિકામાં પણ ગિરમીટિયાને મોકલવાનું મોકૂફ રાખે. . . . આ બાબતમાં બંને પક્ષે બુદ્ધિપૂર્વકની અને સમાધાનકારી ભાવનાથી વર્તવું જોઈએ. પરંતુ હિંદી સમાજનો દરેક વર્ગ હવે જે વધારે વ્યાપક હકો માટે દાવો કરે છે, તે બાબતમાં હિંદ સરકારને પગલાં લેવાં પડે એવો સંભવ છે. દાવો એ છે કે હિંદી જાતિઓને બ્રિટિશ રૈયત તરીકેના દરજજા સાથે સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં અને તેનાં મિત્ર રાજ્યોમાં વેપાર તથા મજૂરી કરવાનો અધિકાર હોવો જોઈએ. સમ્રાજ્ઞીની સરકારે બ્રિટનમાં તેનો સ્પષ્ટ સ્વીકાર કર્યો છે. ૭૪ ... આ બિલને શાહી સંમતિ મળી તે જણાવતા પત્રો મને નાતાલથી મળ્યા છે, તેમાં મને સૂચના છે કે ગિરમીટિયાઓને મોકલવાનું બંધ કરાવવામાં અમને મદદ કરવા હિંદી પ્રજાને વિનંતી કરવી. મને બરાબર ખ્યાલ છે કે હિંદથી ગિરમીટિયાઓને મોકલવાનું મોકૂફ રાખવાની સૂચના વિષે સંભાળપૂર્વક વિચાર કરવો જોઈએ. પરંતુ મારો નમ્ર મત છે કે સૌ હિંદીઓના હિતની દૃષ્ટિએ બીજો કોઈ નિર્ણય કરવાનું શકય નથી. વિદેશગમનનો હેતુ ગીચ વસ્તીવાળા જિલ્લાઓમાંથી ગીચતા ઘટાડવાનો અને વિદેશ જનારને લાભ પહોંચાડવાનો છે. માથાવેરો ભરવાને બદલે જો હિંદીઓ હિંદ પાછા ફરે તો ગીચતાને બિલકુલ અસર કરી શકાશે નહીં. અને પાછા ફેલા લોકો વધુ મુશ્કેલીનું મૂળ બનશે, કેમ કે એમને કામ મળવું અવશ્ય મુશ્કેલ થશે અને પોતાની મૂડીના વ્યાજ પર જિવાય એટલી રોકડ રકમ એ લાવ્યા નહીં હોય. વિદેશ જનારાને તો આવું વિદેશગમન ખચીત ફાયદાકારક નહીં થાય કેમ કે ત્યાંની સરકારનું ચાલશે ત્યાં સુધી તેમને મજૂરના દરજજાથી ઊંચે ચડવા દેવામાં નહીં આવે. હકીકત તો એ છે કે એમને નીચે ને નીચે ઉતારવામાં આવે છે. આ સંજોગોમાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો આ નવો કાયદો બદલાય નહીં યા ર થાય નહીં તો, ગિરમીટિયા મજૂરોને નાતાલ મોકલવાનું મોકૂફ રખાવવાની અમારી વિનંતીને આપ ટેકો આપશો. ગિરમીટ દરમિયાન હિંદીઓ પ્રત્યે કેવો વર્તાવ રાખવામાં આવે છે એ જાણવા તમે સ્વાભાવિક રીતે ઉત્સુક હશો. એટલું તો ખરું કે ગિરમીટિયાનું જીવન કોઈ પણ સંજોગોમાં બહુ સુખસગવડવાળું ન હોઈ શકે, પણ હું નથી માનતો કે દુનિયાના બીજા ભાગોમાં આમના જેવી સ્થિતિમાં વસતા હિંદીઓ કરતાં એમની સ્થિતિ ખરાબ છે. તે સાથે એ પણ ખરું કે તેમને ભયંકર રંગદ્વેષની પીડા તો ભોગવવી જ પડે છે. એ વસ્તુનો હું અહીં માત્ર ટૂંકમાં જ ઉલ્લેખ કરીશ, અને જિજ્ઞાસુને લીબું ચોપાનિયું જોવા સૂચવીશ. એમાં એની વધારે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. નાતાલમાં અમુક જાગીરોમાં આપઘાતથી થતાં મરણોનું પ્રમાણ દુ:ખ થાય એવું છે. ગેરવર્તાવને કારણે શેઠબદલી કરાવવાનું ગિરમીટિયા માટે ખૂબ જ મુશ્કેલ છે. ગિરમીટિયો હિંદી ગિરમીટમુક્ત થાય ત્યારે એને પાસ આપવામાં આવે છે. જ્યારે જ્યારે માગવામાં આવે ત્યારે એણે એ પાસ બતાવવો પડે છે. નાસી છૂટેલા ગિરમીટિયાઓને પકડવાના હેતુથી આ પ્રથા દાખલ થઈ છે. આ પ્રથાનો અમલ મુક્ત ગરીબ હિંદીઓને ઘણી ચીડનું કારણ થઈ પડયો છે, ને ઘણી વાર એ પ્રતિષ્ઠિત હિંદીઓને બહુ અળખામણી સ્થિતિમાં મૂકી દે છે. આ કાયદાની પાછળ