પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન ૭૫ અક્કલ વિનાનો દ્વેષભાવ ન હોત તો એ કાયદો પોતે ખરેખર કોઈ તકલીફ નહીં આપતે. વસાહતીઓનો સંરક્ષક અમલદાર જો વસાહતીઓ માટે સહાનુભૂતિ ધરાવતો હોય, બને તો તામિલ, તેલુગુ અને હિંદુસ્તાની ભાષાઓનો જાણકાર પ્રતિષ્ઠિત હિંદી ગૃહસ્થ હોય, તો ગિરમીટિયા જીવનની સાધારણ મુશ્કેલીઓ તે જરૂર ઘટાડી શકે. જે હિંદી વસાહતીનો ફી વિનાનો પાસ ખોવાય તેણે, હમેશાં નવી નકલ કઢાવવા માટે ત્રણ પાઉંડ ભરવા પડે છે. આ ડરાવીને પૈસા કઢાવવાની એક રીત સિવાય બીજું કંઈ નથી. નાતાલમાં એવો નિયમ છે કે જો રાત્રે નવ પછી કોઈ હિંદીને ઘર બહાર રહેવું કે જવું હોય તો તેની પાસે પાસ હોવો જોઈએ, નહીં તો એને કોટડીમાં પૂરી રાખવાની શિક્ષા થાય છે. આ નિયમને લીધે, ખાસ કરીને આ ઇલાકાના ગૃહસ્થોને બહુ હેરાનગતિ થાય છે. તમે જાણીને ખુશી થશો કે ઘણા ગિરમીટિયા હિંદીઓનાં બાળકો ઠીક ઠીક ભણે છે અને તેઓ હમેશાં યુરોપિયન પોશાક પહેરે છે; એ વર્ગ બહુ લાગણીપ્રધાન હોય છે; છતાં કમનસીબે, નવ વાગ્યાના નિયમ હેઠળ એ વર્ગના લોકો જ પકડાવાની શકયતા સૌથી વધારે હોય છે. નાતાલમાં કોઈ હિંદી યુરોપિયન પોશાક પહેરે તેથી તેનું વજન પડતું નથી. સ્થિતિ તેથી ઊલટી છે, કેમ કે મેમણનો ઝૂલતો ઝભ્ભો પહેરનાર આ કનડગતમાંથી મુક્ત છે. એક મજાનો પ્રસંગ લીલા ચોપાનિયામાં વર્ણવ્યો છે, તેને પ્રતાપે થોડાં વરસ થયાં ડરબનની પોલીસે એવા પોશાકવાળા હિંદીને નવ વાગ્યા પછી ન પકડવાનું રાખ્યું છે. થોડા જ માસ ઉપર એક તામિલ શિક્ષિકા, એક તામિલ શિક્ષક અને એક ખ્રિસ્તી દેવળની રવિવારની શાળાના તામિલ શિક્ષકને આ કાનૂન હેઠળ પકડીને પૂરવામાં આવ્યાં હતાં. એ સૌને ન્યાયાલયમાં તો ન્યાય મળ્યો, પણ એથી કાંઈ મનનું સમાધાન થાય? તેમ છતાં આ કેસનું પરિણામ એ આવ્યું કે હવે નાતાલની નગરપાલિકાઓ (કૉર્પોરેશન્સ) કાયદામાં એવો ફેરફાર કરવા બુમરાણ મચાવી રહી છે કે જેથી આવા હિંદીઓ ન્યાયાલયોમાં છૂટી જાય નહીં. ડરબનમાં એક પેટાકાયદો એવો છે કે બિનગોરા નોકરનાં નામ નોંધાવવાં જોઈએ. કાફર લોક કામ કરવા નારાજ હોય છે તેમને માટે આવો નિયમ જરૂરનો હશે, અને કદાચ છે; પણ હિંદીઓ સંબંધે એ તદન નિરુપયોગી છે. પણ ત્યાંની નીતિ હિંદીને શકય હોય ત્યાં કાફરના વર્ગમાં જ મૂકવાની છે. નાતાલની ફરિયાદોની યાદી અહીં પૂરી થતી નથી. પણ હવે વધુ માહિતી માટે જિજ્ઞાસુને મારે લીધું ચોપાનિયું જોવા કહેવું જોઈએ. પરંતુ, સજ્જનો, થોડા સમય પર આપને નાતાલના એજન્ટ જનરલે જણાવ્યું કે નાતાલ- માં હિંદીઓ પ્રત્યે જેવો વર્તાવ રાખવામાં આવે છે તેથી સારો બીજે કયાંય રાખવામાં આવતો નથી. મોટા ભાગના ગિરમીટિયા મજૂરો રિટર્ન ટિકિટો લાભ નથી લેતા એ જ મારા ચોપાનિયાનો સૌથી સારો જવાબ છે અને રેલવે તથા ટ્રામના કર્મચારીઓ હિંદીઓ સાથે પશુ જેવું વર્તન નથી રાખતા તેમ જ અદાલતો એમને ન્યાય આપવાની ના નથી પાડતી, એજન્ટ જનરલ પ્રત્યે પૂરા માન સાથે હું એમના પહેલા કથન પરત્વે એટલું જ કહી શકું કે રાતે નવ વાગ્યા પછી પાસ વિના ફરવા માટે કોટડીમાં પૂરવામાં આવે, મુક્ત દેશમાં ૧. આ ફકરાથી માંડીને હિંદી વસ્તીની આબાદી સાબિત કરવા આંકડા આપવાની . . .” એ રાબ્દોથી રારૂ થતા ફકરા (ન્નુએ પા. ૮૦) પૂરા થતાં સુધીને ભાગ નાતાલના એજન્ટ જનરલને જવાબરૂપે હતા. તુએ લીલા ચેષાનિયાની પ્રસ્તાવના (પા. ૧) તથા પા. ૨૨-૨૮ પણ,