પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
ગાંધીજીનો અક્ષરદેહ.

'

ગાંધીજીનો અક્ષરદેહ પ્રાથમિકમાં પ્રાથમિક ગણાતા નાગરિક હકનો ઇન્કાર કરવામાં આવે, ગુલામના સ્થાનથી, બહુ કરો તો મુક્ત મજૂરના સ્થાનથી, ચડિયાતું સ્થાન આપવાની ના પાડવામાં આવે, તથા ઉપર કહેલાં અન્ય નિયંત્રણો મૂકવામાં આવે એ જો સારા વર્તાવનાં દૃષ્ટાંતો હોય તો એજન્ટ જનરલના સારા વર્તાવનો ખ્યાલ બહુ વિચિત્ર હોવો જોઈએ. અને જો આ વર્તાવને દુનિયાભરમાં હિંદીઓ પ્રત્યે રાખવામાં આવતા વર્તાવમાં શ્રેષ્ઠ લેખવામાં આવે તો દુનિયાના અન્ય ભાગોમાં અને અહીં પણ હિંદીઓની દશા ખરેખર બહુ કમનસીબ હોવી જોઈએ. ખરી વાત એમ છે કે એજન્ટ જનરલ મિ. વૉલ્ટર પીસને સરકારી કચેરીનાં ચશ્માં દ્રારા જોવું પડે છે, એટલે દરેક સરકારી વસ્તુ તેમને ઊજળી દેખાય એ સ્વાભાવિક છે. કાયદાથી લાદવામાં આવેલી ગેરલાયકાતો નાતાલ સરકારના કૃત્યને વખોડનારી છે. અને એજન્ટ જનરલ પોતે થઈને પોતાને વખોડી કાઢે એવી આશા કેવી રીતે રાખી શકાય ? મિ. પીસ, અગર જેના તેઓ પ્રતિનિધિ છે તે સરકાર, જો એટલું કબૂલ કરી લેત કે ઉપર કહેલાં કાયદેસર નિયંત્રો બ્રિટિશ રાજ્યબંધારણના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તો અત્યારે મારે આપની સમક્ષ આવવાની જરૂર ન પડત. હું અદબ સાથે કહું છું કે એજન્ટ જનરલે જે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે તેને કોઈ આરોપીના તેના પોતાના ગુનાને લગતાં કથનોને આપવામાં આવે તે કરતાં વધારે મહત્ત્વ ન આપવું જોઈએ. ૭૬ ગિરમીટિયા મજૂરો સામાન્ય રીતે પાછા ફરવાના ભાડાનો લાભ લેતા નથી એ હકીકતનો અમે વિરોધ નથી કરતા, પણ અમારી ફરિયાદોનો એ હકીકત ઉત્તમ જવાબ છે એ વાતનો તો અમે જરૂર વિરોધ કરીએ છીએ. એ હકીકતથી નિયંત્રો નથી એવું કેવી રીતે પુરવાર થાય ? એથી તો એટલું જ સાબિત થાય કે જે હિંદીઓ પાછા ફરવાના ભાડાનો લાભ લેતા નથી તેમને નિયંત્રો- ની દરકાર નથી, અથવા એવાં નિયંત્રણો હોવા છતાં તેઓ સંસ્થાનમાં રહે છે. જો પહેલી વાત ખરી હોય તો વધારે સમજુ લોકોની ફરજ છે કે હિંદીઓને તેમની સ્થિતિનું ભાન કરાવે અને તેમને સમજાવે કે એ સ્થિતિને તાબે થવાનો અર્થ અધ:પતન છે. જો બીજી વાત ખરી હોય તો, ટ્રાન્સ- વાલ લવાદીના સંબંધમાં મિ. ચેમ્બરલેને પોતાના ખરીતામાં હિંદી કોમની જે ધીરજ અને ક્ષમા- વૃત્તિનો સ્વીકાર કર્યો હતો તેનું આ એક વધુ દૃષ્ટાંત છે. હિંદીઓ એ નિયંત્રણો સહન કરી લે છે તે કાંઈ નિયંત્રણો દૂર ન કરવાનું અથવા એ નિયંત્રણોને શકધ તેટલી સારી વર્તણૂક ગણાવવાનું કારણ નથી. વળી, આ લોકો જેઓ હિંદ પાછા ફરવાને બદલે સંસ્થાનમાં ઠરીઠામ થાય છે તે કોણ છે? તેઓ હિંદના ગરીબમાં ગરીબ વર્ગોના ને ગીચમાં ગીચ વસ્તીવાળા જિલ્લાઓના તેમ જ ઘણું કરીને હિંદમાં અર્ધા ભૂખ્યા રહી જીવન ગાળનાર લોકો છે. બને તો નાતાલમાં વસવાના ઇરાદાથી, જો કંઈ કુટુંબકબીલો હોય તો તે લઈને, તેઓ નાતાલ ગયેલા. ત્યારે એવા લોકો અર્ધભૂખમરાની સ્થિતિનો સામનો કરવા પાછા ફરવા કરતાં ગિરમીટની મુદત પૂરી થયે, મિ. સૉન્ડર્સ કહે છે તેમ, જે દેશમાં હવાપાણી ખૂબ સરસ છે અને જ્યાં સારો રોટલો રળવાનું બને એમ છે ત્યાં વસવાનું પસંદ કરે એમાં શી નવાઈ? ભૂખે મરતો માણસ, સામાન્ય રીતે, રોટલાના એક ટુકડા માટે પણ ગમે તેટલી ખરાબ વર્તણૂક સહન કરી લે છે. ટ્રાન્સવાલમાં વિદેશી ગોરા લોકો (ઑઇટલૅન્ડર)ની કેટલી બધી ફરિયાદો છે? પોતાની સાથે રખાતા ખરાબ વર્તન છતાં તેઓ હજારોની સંખ્યામાં ત્યાં આવતા નથી? આવે છે, કેમ કે તેમના વતન કરતાં કન્સવાલમાં તેઓ વધારે સહેલાઈથી રોટલો રળી શકે છે.