પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
ગાંધીજીનો અક્ષરદેહ.

'

ગાંધીજીનો અક્ષરદેહ જો મેં કોઈ આધાર વગરની ખોટી વાતો કરી હોત તો વર્તમાનપત્રોએ એ ‘ખુલ્લા પત્ર’ને આવું પ્રમાણપત્ર આપ્યું ન હોત. આશરે બે વર્ષ પહેલાં એક હિંદીએ નાતાલ રેલવેની બીજા વર્ગની ટિકિટ કઢાવી. એક જ ૭૮ રાતની મુસાફરીમાં અને ત્રણ વખત હેરાન કરવામાં આવ્યો, અને યુરોપિયન મુસાફરોને ખુશ કરવા ખાતર તેને બે વાર બો બદલવાની ફરજ પાડવામાં આવી. એનો કેસ કોર્ટ સમક્ષ ગયો ને હિંદીને દસ પાઉન્ડ નુકસાની મળી. એ કેસમાં વાદીએ આપેલી જુબાની નીચે મુજબ છે: હું ચાર્લ્સટાઉનથી બપોરે ૧-૩૦ વાગ્યે ઊપડતી ગાડીમાં બીજા વર્ગના ડબામાં બેઠો. એ જ ડબામાં બીજા ત્રણ હિંદીઓ હતા, પણ તે ન્યૂયૅસલ ઊતરી ગયા. એક ગોરાએ ડબાનો દરવાજો ખોલ્યો, અને મને ‘સામી, બહાર આવ” એમ કહેતાં હાથની નિશાની કરી. મેં પૂછ્યું, “શા માટે?” ગોરાએ કહ્યું, “પંચાત નહીં, તું તારે બહાર નીકળ. મારે કોઈ બીજાને અહીં બેસાડવો છે.” મેં કહ્યું, “મેં ભાડું ભર્યું છે; બહાર શા માટે નીકળું?’ પછી ગોરો ગયો અને એક હિંદીને લઈ આવ્યો કે જે મને લાગે છે કે રેલવેની નોકરીમાં હતો. હિંદીએ કહ્યું કે, “ગોરો તમને બહાર નીકળવાનો હુકમ કરે છે ને તમારે બહાર નીકળવું જોઈએ.” પછી હિંદી જતો રહ્યો. મેં ગોરાને કહ્યું, “તમે મને શા માટે ખસેડવા માગો છો? મેં ભાડું ભર્યું છે અને અહીં બેસવાનો મને હક છે.” આ સાંભળી ગોરાનો મિજાજ ગયો અને બોલ્યો, “ઠીક, જો તું નહીં નીકળે તો હું તારી ચરબી કાઢી નાખીશ.” ગોરો ડબામાં આવ્યો, ને મને પકડીને બહાર ખેંચી જવા પ્રયત્ન કરવા લાગ્યો. મેં કહ્યું, “મને અડકો નહીં; હું બહાર નીકળું છું.” હું ડબામાંથી ઊતર્યા એટલે ગોરાએ મને બીજા વર્ગનું બીજું ખાનું દેખાડયું ને તેમાં બેસવા કહ્યું. હું ત્યાં બેઠો. તે ખાનું ખાલી હતું. જે ડબામાંથી મને બહાર કાઢવામાં આવ્યો હતો તેમાં હું ધારું છું કે કેટલાક બૅન્ડ વગાડનાર માણસોને બેસાડવામાં આવ્યા. આ ગોરો ન્યૂયૅસલમાં રેલવેનો ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટ હતો. કોઈ જાતની હાલાકી વિના હું મેરિત્સબર્ગ પહોંચ્યો. હું ઊંઘી ગયો હતો અને મેરિત્સબર્ગમાં જાગ્યો ત્યારે મેં મારા ખાનામાં એક ગોરો, એક ગોરી બાઈ અને એક બાળકને જોયાં. એક ગોરાએ ડબા આગળ આવી અંદરના ગોરાને પૂછ્યું, “પેલો તમારો છોકરો છે?” પોતાના નાના બાળકને બતાવતાં મારી સાથેના મુસાફરે કહ્યું, “હા.” પેલાએ કહ્યું, “નહીં, હું એની વાત નથી કરતો. પણ પેલો ખૂણામાં છે ને તે મૂઓ કુલી!” પસંદગીની એ ભાષા વાપરનાર આ ગૃહસ્થ શન્ટર એટલે કે શન્ટિંગ કરનાર રેલવેનો કર્મચારી હતો. ડબામાં બેઠેલા ગોરાએ જવાબ આપ્યો, “એની કંઈ ફિકર નહીં. ભલે રહ્યો.” બહાર- વાળા ગોરાએ કહ્યું, “હું કુલીને ગોરા લોકો સાથે એક ખાનામાં નહીં બેસવા દઉં.” તેણે મને કહ્યું, “સામી, બહાર આવ.” મેં કહ્યું, “શા માટે? ન્યૂકેંસલમાં મને આ ખાનામાં બદલી કરાવી બેસાડથો છે.” ગોરાએ કહ્યું, “બહુ સારું, તારે બહાર આવવું પડશે.” પછી એ ડબામાં દાખલ થવા જતો હતો ત્યાં મેં વિચાર કર્યો કે જેમ ન્યૂયૅસલમાં બન્યું હતું તેમ તે મને પકડશે તેથી “હું જાઉં છું” એમ કહીને હું ડબામાંથી ઊતરી ગયો. ગોરાએ બીજું બીજા વર્ગનું ખાનું બતાવ્યું ને હું તેમાં બેઠો. થોડી વાર તો એ ખાલી રહ્યું, પણ ઊપડતાં પહેલાં એક ગોરો દાખલ થયો. પછી બીજો ગોરો (કર્મચારી) આવ્યો અને બોલ્યો, “જો પેલા ગંધાતા કુલી જોડે મુસાફરી કરવી ન ગમતી હોય તો હું તમને બીજો ડબો બતાવું.” (ધિ નાતાજી ઇવર્ટાક્ષર, ૨૨ નવેમ્બર, ૧૮૯૩ બુધવાર.)