પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
મદ્રાસમાં વ્યાખ્યાન

મદ્રાસમાં વ્યાખ્યાન ૮૧ હું એક વાત કહ્યા વિના રહી શકતો નથી. સ્થાનિક પેદાશનું સોનું ખરીદ કરવું એ હિંદી માટે ત્યાં ફોજદારી ગુનો છે. ઑરેન્જી સ્ટેટનું મુખ્ય વર્તમાનપત્ર કહે છે તે પ્રમાણે ઑરેન્જ ટ્રી સ્ટેટે “બ્રિટિશ રાજ્યના હિંદીને દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓના વર્ગમાં મૂકીને જ તેમનું અહીં રહેવું અશકય કરી મૂકયું છે.” એ રાજ્યે એવો ખાસ કાયદો પસાર કર્યો છે કે જે અમને કોઈ પણ સંજોગોમાં ત્યાં વેપાર કરતાં, ખેતી કરતાં અને મિલકત ધરાવતાં અટકાવે છે. જો આ અધ:પતન કરનારી શરતો કબૂલ કરીએ તો કેટલીક અપમાનકારક વિધિઓમાંથી પસાર થયા પછી અમને ત્યાં રહેવા દે. અમને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, અમારી દુકાનો ને વખારો બંધ કરાવી દઈ અમને ૯,૦૦૦ પાઉન્ડના નુકસાનમાં ઉતાર્યા છે, ને આ ફરિયાદની અમને બિલકુલ દાદ મળી નથી. કેપ કૉલોનીની પાર્લમેન્ટે એક બિલ પસાર કરીને ત્યાંની ઈસ્ટ લંડન નગરપાલિકાને હિંદીઓને ફૂટપાથ પર ચાલતા અટકાવવા તથા લોકેશનમાં રહેવાની ફરજ પાડવા માટે પેટા કાયદા ઘડવાની સત્તા આપી છે. ઈસ્ટ ગ્રિકવાલૅન્ડના, સત્તાવાળાને, હિંદીઓને વેપારી પરવાના નહીં આપવાની સૂચના આપી છે. એશિયાઈઓની ભરતી રોકવાના ધારા ઘડવાની મંજૂરી માટે કેપ સંસ્થાનની સરકાર ઈંગ્લેંડ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવી રહી છે. સનદી પ્રદેશોના લોકો એશિયાઈ વેપારી સામે એ દેશનાં દ્વાર બંધ કરવા પ્રયાસ કરી રહ્યા છે. તાજના સંસ્થાન ઝૂલુલૅન્ડના એશોવે અને નોન્દવેની જિલ્લાઓમાં અમે સ્થાવર મિલકત ખરીદી કે બીજી રીતે પ્રાપ્ત કરી શકીએ નહીં. હાલ આ પ્રશ્ન મિ. ચેમ્બરલેનની વિચારણા હેઠળ છે. ટ્રાન્સવાલ પેઠે ત્યાં પણ સ્થાનિક પેદાશનું સાનું ખરીદવું તે હિંદીઓ માટે ફોજદારી ગુનો છે. આમ અમે ચારે બાજુથી નિયંત્રણો વડે ઘેરાઈ ગયા છીએ. અને અહીં તેમ જ ઇંગ્લંડમાં અમારે માટે કશું નહીં કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકામાં પ્રતિષ્ઠિત હિંદીનું નામનિશાન નહીં રહે એ માત્ર સમયનો સવાલ છે. અને આ માત્ર સ્થાનિક પ્રશ્ન નથી. લંડનનું ટાર્સે પત્ર કહે છે તેમ એ પ્રશ્ન ‘હિંદ બહાર બ્રિટિશ હિંદીઓના દરજાનો” છે. ધિ વન્ડરર કહે છે તેમ “જો દક્ષિણ આફ્રિકામાં તેઓ એ દરજો અર્થાત્ સમાન દરજ્જો મેળવવામાં નિષ્ફળ નીવડશે તો અન્યત્ર તેમને એ દરજ્જો મળવો અત્યંત મુશ્કેલ થઈ પડશે.” ઑસ્ટ્રેલિયા ખંડના સંસ્થાનોએ દુનિયાના એ ભાગમાં હિંદીઓને વસતા અટકાવવાને કાયદા પસાર કર્યા છે એ તો તમે છાપાંમાં વાંચ્યું જ હશે. ઇંગ્લંડની સરકાર આ સવાલનો ઉકેલ કેવી રીતે લાવે છે તે જાણવાનું રસપ્રદ થઈ પડશે. આ બધા પૂર્વગ્રહનું ખરું કારણ, દક્ષિણ આફ્રિકાનું મુખ્ય વર્તમાનપત્ર fધ લેપ ટાફન્સનું તંત્રીપદ દક્ષિણ આફ્રિકાના પત્રકારોના શિરોમણિ મિ. સેન્ટ લેજર સંભાળતા હતા ત્યારના એના શબ્દોમાં નીચે મુજબ છે: આ વેપારીઓએ પ્રાપ્ત કરેલા મોભાએ જ આજ સુધી ભારે દુશ્મનાવટ પેદા કરી છે. અને તેમના મોભાનો વિચાર કરીને જ તેમના વેપારી હરીફોએ રાજ્ય સરકાર દ્વારા પોતાના લાભ માટે એવી સજા આપવાનો પ્રયત્ન કર્યો છે જે ખરેખર ભારે અન્યાય જેવો જણાય છે. ગાં. ૨૦૬