પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૮૨ ગાંધીજીનો અક્ષરદેહ એ જ છાપું આગળ ચાલતાં કહે છે: હિંદીઓની વ્યાપારી સફળતાને કારણે જ તેમની સાથે દેશી (અર્થાત્ આદિવાસી) લોકો જેવો વ્યવહાર કરવામાં આવે એવું આપણા દેશબંધુઓ ઇચ્છે તેમાં હિંદીઓ પ્રત્યે થો અન્યાય એટલો સ્પષ્ટ છે કે તેમને માટે આપણને લગભગ શરમ આવે છે. સત્તા ભોગવતી જાતિ સામે તેઓ આટલા સફળ થયા છે એ જ કારણ તેમને પેલા અપમાન- કારક સ્તરથી ઊંચે ચડાવવાને માટે પૂરતું છે. ૧૮૮૯માં જયારે આ લખાયું, ત્યારે જે એ સાચું હતું તો આજે એ બેવડું સાચું છે. કેમ કે મહારાણીની હિંદી યતનું સ્વાતંત્ર્ય મર્યાદિત કરવાના કાયદા પસાર કરવામાં દક્ષિણ આફ્રિકાની ધારાસભાઓએ અદ્દભુત પ્રવૃત્તિ કરી બતાવી છે. ત્યાંની અમારી હાજરી સામે બીજા વાંધા પણ ઉઠાવવામાં આવ્યા છે, પણ બારીક તપાસમાં એ ટકી શકે એવા નથી, અને મેં એમની ચર્ચા લીલા ચોપાનિયામાં કરી છે. છતાં હું વિનાતાજી શ્ડવર્ટાન્નરમાંથી એક ઉતારો આપું છું. એ પત્રે એક વાંધાનો ઉલ્લેખ કર્યો છે અને તેનો એક રાજનીતિજ્ઞને શોભે એવો ઉપાય પણ બતાવ્યો છે. જેટલે અંશે એ વાંધો વાજબી ગણાય તેટલે અંશે અમે fધ હવર્ટા રે સૂચવેલા ઉપાય સાથે સંપૂર્ણ રીતે સંમત છીએ. એ પત્રનો વહીવટ યુરોપિયોના હાથમાં છે અને એક વખત એ અમારું કટ્ટર વિરોધી હતું. સામ્રાજ્યના દૃષ્ટિબિંદુથી સમગ્ર પ્રશ્નની છણાવટ કરી અંતે એ લખે છે: તેથી કદાચ હજી પણ જોઈ શકાશે કે બ્રિટિશ સંસ્થાનોમાં હિંદીઓના પ્રવેશને લીધે હાલ જે ત્રુટિઓ જોવામાં આવે છે તે દૂર કરવાનું કામ જેટલું અહીં સંસ્થાનોમાં આવી વસેલા હિંદીઓની સ્થિતિ સુધારવા માટેના કાયદા એમને સંસ્કારી ઢબે અને ક્રમે ક્રમે લાગુ પાડવાથી થશે તેટલું એમને બાકાત રાખવાની જૂનીપુરાણી નીતિ ગ્રહણ કરવાથી નહીં થાય. હિંદીઓ સામે મુખ્ય વાંધાઓ પૈકી એક એ છે કે તેઓ યુરોપિયન ઢબની રહેણીકરણી રાખતા નથી. આનો ઉપાય એ છે કે તેમને વધારે સારાં ઘરોમાં વસવાની ફરજ પાડી, એમનામાં નવી રૂરિયાતોની ઇચ્છા ઉત્પન્ન કરી, ધીમે ધીમે એમનું જીવનધોરણ ઊંચું કરવામાં આવે. આવા વસાહતીઓ પાસે પોતાની નવી પરિસ્થિતિને અનુસરીને તેઓ ઊંચે ચઢે એવી અપેક્ષા રાખવી એ તેમને સદંતર અલગ રાખીને મૂળ સ્થિતિમાં રાખવા કરતાં સંભવત: વધારે સરળ જણાશે, કેમ કે મનુષ્ય જાતિની મહાન ઉત્ક્રાંતિ જોડે એ રીતે વધારે બંધબેસતી છે. વળી અમે માનીએ છીએ કે હિંદમાં વસતા હિંદીઓ વિષે યોગ્ય જ્ઞાનના અભાવને લીધે આ બૂરી લાગણી મોટે ભાગે પેદા થવા પામી છે. આવશ્યક માહિતી આપીને અમે સામાન્ય જનતામાં લોકમત કેળવવા પ્રયાસ કરીએ છીએ. કાયદા દ્વારા લાદવામાં આવેલી ગેરલાયકાર્તા બાબત, ઇંગ્લંડમાં તથા અહીં લોકમત અમારી તરફેણમાં વાળવાનો અમે પ્રયાસ કર્યો છે. તમે જાણો છો કે કન્ઝર્વેટિવો (રૂઢિચુસ્તો) તથા લિબરલો (વિનીતો) બંનેએ કશા ભેદભાવ વગર અમને ટેકો આપ્યો છે. અમારા કાર્ય અંગે લંડન ટાર્સ પત્રે બહુ સહાનુભૂતિભર્યા આઠ અગ્રલેખ લખ્યા છે. આ એક સહાયથી જ અમે દક્ષિણ આફ્રિકાના યુરોપિયનોની નજરમાં એક પગથિયું ઊંચા ચડયા છીએ અને ત્યાંનાં છાપાંનાં લખાણના નિમાં સારો સુધારો થયો છે. બહુ લાંબા વખતથી કોંગ્રેસની બ્રિટિશ કમિટી અમારે માટે કામ કરતી આવી છે. શ્રી ભાવનગરી,