લખાણ પર જાઓ

પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગાંધીજીનો અક્ષરદેહ

OR

chapter

૭. પરીક્ષણાત્મક મુદ્દમા પરની નોંધે [આ અને આ પછીની સામગ્રીમાં તૈયબ હાજી ખાન મહમ્મદ તરફથી પરીક્ષણાત્મક મુકમામાં ઊભા રહેલા વકીલને મદદ કરવા માટે ગાંધીજીએ તૈયાર કરેલી કાયદાની નોંધોનો સમાવેશ થાય છે. [એપ્રિલ ૪, ૧૮૯૮ પહેલાં] હું પ્રિટોરિયામાં હતો ત્યારે સરકારી વકીલે જે મત દર્શાવ્યો તેના પ્રત્યે માન હોવા છતાં હું નિવેદન કરું છું કે જે હિંદીઓને આ કાયદો લાગુ પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેઓ કાયદાની પહેલી કલમ મુજબ એની નીચે આવતા નથી. એ કલમ . આ પ્રમાણે છે: “આ કાયદો એવા માણસોને લાગુ પડશે કે જેઓ એશિ- યાની કોઈ આદિવાસી જાતિના હોય. આની અંદર કહેવાતા કુલીઓ, આરો, મલાયાના લોકો તથા તુર્કી સામ્રાજ્યના મુસ્લિમ પ્રજાજનોનો સમાવેશ થાય છે.” હું માનું છું કે જ્યાં કાયદાની અંદર જ શબ્દોની વ્યાખ્યા આવી ન જતી હોય ત્યાં, અદાલત કલમના જુદા જુદા શબ્દોના તે જ અર્થ સ્વીકારશે જે કોઈ આધારભૂત ગ્રંથ, જેવો કે શબ્દકોશમાં આપેલા હશે. સાધારણ માણસોએ અજ્ઞાન અથવા પૂર્વગ્રહને કારણે જે અર્થ કર્યો હશે તે નહીં સ્વીકારે. જો એમ હોય તો “એશિયાની આદિવાસી જાતિ” એ શબ્દોનો અર્થ તો કોઈ ઐતિ- હાસિક ગ્રંથમાં જોવાથી જ મળે. હંટરના ઇન્ડિયન મ્પાયર [હિન્દુસ્તાનનું સામ્રાજ્ય] ગ્રંથના ત્રીજા અને ચોથા પ્રકરણમાં નજર નાખવાથી તરત જ જણાઈ આવશે કે કોણ આદિવાસી છે ને કોણ નથી. આ બાબત એટલી સ્પષ્ટતાથી વ્યક્ત કરવામાં આવી છે કે બે વચ્ચેનો તફાવત જાણવામાં જરાકે ભૂલ થઈ શકે નહીં. આ પુસ્તકમાંથી તરત જણાઈ આવશે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓ ઇન્ડોજર્મનક કુળના અથવા વધારે યોગ્ય શબ્દ વાપરીએ તો આર્યન કુળના છે. મને એવી કોઈ અધિકારી વ્યક્તિની ખબર નથી કે જેણે આ મતનો વિરોધ કર્યો હોય. મોરિસ અને મૅકસમૂલરનાં પુસ્તકો જે પ્રિટોરિયામાં સહેલાઈથી મળી શકે એમ છે તેમાં પણ આ મતનું સમર્થન કરવામાં આવ્યું છે અને જો આ શબ્દોનો આ અર્થ સ્વીકારવામાં ન આવે તો મને ખબર નથી કે બીજો કયો અર્થ કરવો. “ગ્રીન બુકસ”” જેવાથી જણાશે કે સર હરક્યૂલિસ રૉબિન્સન પણ (નામ વિશે મને ખાતરી નથી) આપણે જે કલમનું વિવેચન કરીએ છીએ તેમાંથી હિંદી વેપારીઓને લગભગ આવાં જ કારણોસર બાદ રાખે છે. અને જો પ્રજાસત્તાક રાજ્યમાંના હિંદીઓ “એશિયાની આદિવાસી ૧. જીએ આના પછીની નેાંધના છેલ્લા ફકરો. ૨. ૧૮૮૫ના કાયદા નં. ૩ જે ૧૮૮૬માં સુધારવામાં આવ્યા હતા, ૩. સર વિલિયમ વિલ્સન હંટર (૧૮૪૦થી ૧૯૦૦) કે જે હિંદુસ્તાનની બાબતે વિશે આધારભૂત માહિતી ધરાવતા હતા અને બ્રિટિશ કમિટીના અગ્રગણ્ય સભ્ય હતા. જીએ પુસ્તક ૧, પા. ર૯૬. ૪. ગાંધીજીના હસ્તાક્ષરમાં હાંસિયામાં નીચે પ્રમાણે નોંધ કરવામાં આવી છે. ગ્રીન બુક નં. ૧. ૧૮૯૪, પા. ર૮, ફકરા ૭ અને ૮, તથા યા. ૩૬ પણ.”