OR
૧૦ ગાંધીજીનો અક્ષરદેહ જાતિઓ” એ શબ્દો હેઠળ આવી જતા ન હોય તો પછી તેમની ગણતરી કુલીઓ, આરબો, મલાયાના લોકો કે તુર્કી સામ્રાજ્યના મુસ્લિમ પ્રજાજનોમાં તો ન જ થઈ શકે. તેઓ કુલીઓ છે કે આરબો છે? જો પુસ્તકો અને ખરીતાઓ ઉપર ભરોસો રાખવામાં આવે તો તેમને એ બે વર્ગમાંથી એકમાં મૂકી શકાય નહીં. અહીં વધારામાં એ પણ જણાવવું જોઈએ કે જો ખરેખર આ કાયદો હિંદીઓને લાગુ પાડવાનો ઇરાદો હોત તો પછી કાયદામાં એ જ શબ્દ મૂકીને એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હોત. અને જો એ બાબત સંદિગ્ધ રાખ- વામાં આવી છે તો પછી તેનો અર્થ હિંદીઓની તરફેણમાં થવો જોઈએ કારણ કે આ કાયદો એક પ્રતિબંધક કાયદો છે. ફરી પાછો “કુલી” શબ્દનો વિચાર કરીએ તો વેલ્સ્ટરના શબ્દકોશમાં એનો અર્થ પૂર્વ હિંદનો સામાન ઊંચકનારો અથવા ભાર વહેનારો મજૂર, ખાસ કરીને હિંદ, ચીન વગેરે દેશોમાંથી બીજા કોઈ દેશમાં લઈ જવામાં આવેલો મજૂર એવો આપવામાં આવ્યો છે અને નાતાલના કાયદાઓએ તેમ જ બીજા અધિકારી લોકોએ પણ એ શબ્દનો બરોબર આ જ અર્થ કર્યો છે. વિન્ડન વિરુદ્ધ ધિ લેડીસ્મિથ લોકલબોર્ડ મુકદ્મામાં ફેંસલો આપતાં સર વૉલ્ટર રેંગે આ પ્રશ્નનો પૂરતો વિચાર કર્યો છે. આ મુકમાના પૂરા અહેવાલની નકલ આ સાથે જોડવામાં આવી છે. જુઓ પા. ૧૦, ૧૧, ૧૨.૧ અને પ્રજાસત્તાક રાજ્યમાંના હિંદીઓ આરબો નથી એ વાતનું સમર્થન કરવા માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી. તેઓ કદી અરબસ્તાનના હતા જ નહીં. અને હિંદુસ્તાનના મુસ્લિમાં જેમને લોકો ભૂલથી આરબ કહે છે તેઓ તો હિંદુ ધર્મમાંથી ધર્માન્તર કરીને મુસલમાન થયેલા છે. એ હકીકતથી હિંદી આરબનથી બની જતો, જેમ બૌદ્ધ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં જનાર ચીનો યુરોપિયન નથી બની જતો. કાયદામાં “કહેવાતા” શબ્દ “કુલીઓ” શબ્દની પહેલાં મૂકવામાં આવ્યો છે: હું નથી ધારતો કે એને લીધે ઉપર જે કહેવાયું છે તેની મતલબ બદલાઈ જાય છે. [મૂળ અંગ્રેજી ઑફિસ પ્રતની છબી પરથી એસ. એન. ૩૭૦૫. પરિશિષ્ટ સર વૉલ્ટર ગેંગનો ચુકાદો મિ. જસ્ટિસ ટૅગ : મને લાગે છે કે અદાલતની સમક્ષ નિર્ણય માટે સીધો મૂક- વામાં આવેલો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ૧૮૬૯ના કાયદા નં. ૧૫ના અર્થ પ્રમાણે મિસિસ વિન્ડન ‘બિનગોરી વ્યક્તિ’ છે કે નહીં. મને લાગે છે કે મારા વિદ્રાન મિત્રો ૧. સામેલ કરેલી જે નકલનો ઉલ્લેખ છે તે પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ તા. ૨૩મી માર્ચ ૧૮૯૬ના નાતાલ લેં। રિપોર્ટ્સ નં. ૧૦માંથી લીધેલેા સર વૉલ્ટર રૅગના ફેંસલા નોંધના પિરશિષ્ટ આપવામાં આવ્યા છે. ૨. આ કિસ્સા ગેરકાયદેસર ગિરફતારીનેા હતેા કે જેમાં વાદી, એક હિંદુસ્તાની ખ્રિસ્તી બાઈ મિસિસ વિન્ડને ૨૦૦ પાઉન્ડની નુકસાનીના દાવા કર્યાં હતા કારણ કે એક રાત્રે ત્યાંના દેશી સિપાઈએ તેમને પાસ બતાવવા કહ્યું હતું અને પછી તેમને જેલમાં પૂરવામાં આવ્યાં હતાં. પ્રશ્ન એ ઊભેા થયા કે કાયદાની વ્યાખ્યા પ્રમાણે તે બિનગેરી વ્યક્તિ છે કે કેમ, જન્ટે મિસિસ વિન્ડનને ખોટી ગિરફ્તારીના ખલા તરીકે ૨૦ પાઉન્ડ અપાવ્યા.