OR
પરીક્ષણાત્મક મુકદ્મા પરની નોંધો ૧૧ આ મુદ્દાનો નિર્ણય આપતાં સંકોચ કરે છે એટલે મારે જે કહેવાનું છે તેને માત્ર મારો જ અભિપ્રાય ગણવો જોઈએ. હું ચોક્કસપણે એવો અભિપ્રાય ધરાવું છું કે વાદીને આ કાયદાના અર્થ અનુસાર નીચેનાં કારણોસર ‘બિનગોરી વ્યક્તિ’ કહી શકાય નહીં. ૧૮૬૯ના કાયદા નં. ૧૫ની બીજી કલમ હેઠળ જે કોઈ બિનગોરી વ્યક્તિ પરદેશમાં રખડતી જોવામાં આવે અને પોતાને વિશે સંતોષકારક ખુલાસો આપી શકે નહીં તે શિક્ષાને પાત્ર છે. પાંચમી કલમમાં ‘બિનગોરી વ્યક્તિ' એ શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે એમાં બીજાઓ સાથે ‘કુલીઓ'નો પણ સમાવેશ થાય છે. ૧૮૬૯નો એ કાયદો પસાર થયો તે પહેલાં હિંદી વસાહતીઓને લગતા અનેક કાયદાઓ અસ્તિત્વમાં હતા. એ કાયદાઓની અને ત્યાર પછીના કાયદાઓની પ્રસ્તાવના જોવાથી આપણને લાગે છે કે આ કાયદાઓ હેઠળ ‘કુલી’ શબ્દ એવા માણસોને લાગુ પાડી શકાય કે જેમને જાહેર ખર્ચે અથવા ખાનગી વ્યક્તિઓ દ્વારા પોતાના ખર્ચે ખાસ પ્રકારની સેવા માટે હિંદુસ્તાનમાંથી આ સંસ્થાનોમાં આણવામાં આવ્યા હોય. ત્યાર પછી ૧૮૭૦નો ‘કુલી એકીકરણ કાયદો’ આવ્યો કે જેમાં ફરી વાર ‘કુલી’ શબ્દનો એ જ અર્થમાં ઉપયોગ થયો હતો. છેલ્લે આપણી પાસે ૧૮૯૧નો ચાલુ કાયદો નં. ૨૫ છે કે જે ઇન્ડિયન ઈમિગ્રેશન કિંમશને (૧૮૮૫–૧૮૮૭) અનેક દૃષ્ટિએ કરેલી મહેનતને લીધે અસ્તિત્વમાં આવ્યો હતો. આ કાયદામાં એ અળખામણા શબ્દ ‘કુલી’નો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એની જગ્યાએ હિંદી વસાહતી એ શબ્દો વાપરવામાં આવ્યા છે કે જેનો અર્થ કલમ નં. ૧૧૮ની વ્યાખ્યા પ્રમાણે એવો થાય છે કે “હિંદુસ્તાનથી નાતાલમાં આવેલા બધા જ હિંદીઓ કે જેઓ એ પ્રમાણેના પ્રવાસને નિયંત્રિત કરનારા કાયદા અનુસાર આવ્યા હોય અને એવા હિંદીઓના વંશજા કે જેઓ નાતાલમાં જ રહેતા હોય.” ઘણુંખરું એશિયાઈ, આરબ, અથવા આરબ વ્યાપારી તરીકે જેમનું વર્ણન કરવામાં આવે છે તેવી વ્યક્તિઓ એ જ પ્રમાણે આવી હોય તોપણ તેમને ખાસ કરીને આ વ્યાખ્યાની બહાર રાખવામાં આવ્યા છે. હવે મિસિસ વિન્ડન આ સંસ્થાનમાં એમને પોતાને ખરચે આવ્યાં છે અને તેઓ ડેવિડ વિન્ડનનાં પત્ની છે કે જેઓને અહીં હિંદી વસાહતી તરીકે લાવવામાં આવ્યા નહોતા. એ બેમાંથી એકેને ૧૮૭૯ના કાયદા નં. ૧૫ના અર્થ પ્રમાણે ‘બિનગોરી વ્યક્તિ' કેમ જ ગણી શકાય ? હું ખૂબ ભારપૂર્વક કહું છું કે એ કાયદાના અર્થ પ્રમાણે તેઓ બિનગોરી વ્યક્તિઓ' નથી. કોઈ ‘મુક્ત’ હિંદી એટલે કે કોઈ હિંદી ગિરમીટિયો કે જે પ્રવાસના કાયદા અનુસાર અહીં આવ્યો હોય અને જેણે પોતાની સેવાની મુદત પૂરી કરી હોય તેને તેના વંશજો સાથે કાયદાના અર્થ પ્રમાણે ‘બિનગોરી વ્યક્તિ કહી શકાય કારણ કે તે ૧૮૯૧ના કાયદા નં. ૨૫ની કલમ નં. ૧૧૮ની વ્યાખ્યા હેઠળ આવી જાય છે. પરંતુ ડેવિડ વિન્ડન કે એમની પત્નીની બાબતમાં એમ નથી. [મૂળ અંગ્રેજી] વિન્ડન વિરુદ્ધ લેડીસ્મિથ લોકલ બોર્ડ ૧૮૯૬: નાતાલ લૉ રિપોર્ટ્સ.