લખાણ પર જાઓ

પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
ગાંધીજીનો અક્ષરદેહ

OR

૧૨
chapter

૮. પરીક્ષણાત્મક મુકદ્દમા પરની નોંધા ડરબન, એપ્રિલ ૪, ૧૮૯૮ તૈયબ હાજી ખાન મહમ્મદ વિરુદ્ધ ડૉ. લીડ્સના કેસમાં જોઈતા પુરાવાની નોંધ એ પુરવાર કરવા માટે પુરાવાની જરૂર છે કે (ક) વાદી ગ્રેટ બ્રિટનની રાણીનો પ્રજાજન છે. (ખ) તે ૧૮૯૩થી ચર્ચ સ્ટ્રીટ, પ્રિટોરિયામાં રહે છે અને ત્યાં વ્યાપાર કરે છે. (ગ) એ સમય દરમિયાન તેને આ દેશના કાયદાઓ સ્વીકાર્ય છે અને તેણે એનું પાલન કર્યું છે. (ઘ) તે આરબ નથી. (૩) તે તુર્કી સામ્રાજ્યનો મુસ્લિમ પ્રજાજન નથી. (ચ) તે મલાયાનો નથી. (૬) કુલી શબ્દના કોઈ પણ અર્થ પ્રમાણે તે કુલી નથી. (ક) બાબતમાં : વાદી કાઠિયાવાડના એક બંદર પોરબંદરનો રહેવાસી છે. કાઠિયાવાડ હિંદુસ્તાનના દક્ષિણ- પશ્ચિમ દિશામાં આવેલો પ્રાન્ત છે. પોરબંદર બ્રિટિશ શાસન હેઠળ છે. શ્રી. એચ. ઓ. કવીન રાજ્યના કારભારી છે અને રાજ્યોનો કારભાર કરે છે. દુનિયાનો કોઈ પણ નકશો જોવાથી જણાશે કે કાઠિયાવાડનો પ્રાન્ત બ્રિટિશ હિંદુસ્તાનમાં આવેલો છે અને લાલ રંગમાં આપેલો છે. બ્રિટિશ ઇન્ડિયાના અલગ નકશામાં કાઠિયાવાડ અને બીજા ભાગો પીળા રંગમાં આપેલા છે. બ્રિટિશ હિંદુસ્તાનના આ બે ભાગ છે. એક ખાલસાર અથવા ખાસ બ્રિટિશ ઇન્ડિયા કે જે બ્રિટિશ રાજકીય અધિકારીઓના સીધા નિયંત્રણ હેઠળ છે અને બીજો સુરક્ષિત બ્રિટિશ હિંદુ- સ્તાન કે જ્યાં પ્રજા અને બ્રિટિશ અફસરની વચ્ચે એક મધ્યસ્થ વ્યક્તિ છે. તેમ છતાં હિંદુ- સ્તાનના આ બન્ને ભાગના રહેવાસીઓ આપણા હેતુ પૂરતા તો સરખી રીતે જ બ્રિટિશ પ્રજા- જન છે. અને હિંદુસ્તાનની બહાર સરખા જ વિશેષાધિકારના હકદાર છે. આ બાબત કોઈ પણ નકશો, પ્રમાણભૂત ભૂગોળનો ગ્રંથ રજૂ કરીને અથવા તો બ્રિટિશ એજન્ટની સાક્ષી મેળવીને પુરવાર કરી શકાય એવી છે. વધારામાં વાદીએ ઘણી વખત બ્રિટિશ હિંદુસ્તાની વ્યાપારી તરીકે બ્રિટિશ એજન્ટો સાથે કામધંધો કર્યો છે અને તેને એ રીતે સ્વીકારવામાં આવ્યો છે. ટ્રાન્સવાલના બ્રિટિશ હિંદીઓ તરફથી રાણીને જે પ્રશસ્ત અભિનંદનપત્ર૩ મોકલવામાં આવ્યું હતું તેમાં બીજાઓ સાથે વાદીના પણ હસ્તાક્ષર હતા. એ પણ બ્રિટિશ એજન્ટ પુરવાર ૧. ગુજરાતનાં જૂનાં દેશી રાજ્યો, પછીથી સૌરાષ્ટ્ર, જે હાલ ગુજરાત રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું છે. ર. સરકારની સીધી હુમત હેઠળના પ્રદેશ. ૩. જીએ પુતક ૨, પા. ૨૪૩.