OR
પરીક્ષણાત્મક મુકદ્મા પરની નોંધો ૧૩ કરી શકશે. અને જો આ રસ્તો સલાહકારક લાગે અને લેવામાં આવે તો એ બીજું કંઈ નહીં તોપણ, આખા મામલાને અમુક ગૌરવ આપશે. મને એમ પણ કહેવામાં આવ્યું છે કે વાદી પાસે એક વખત એક મૅજિસ્ટ્રેટે એક ફૉર્મ ભરાવ્યું હતું. એમાં એણે પોતાનો પરિચય બ્રિટિશ પ્રજાજન તરીકે આપ્યો હતો અને તે પેલા અધિકારીએ સ્વીકાર્યો હતો. (ખ) બાબતમાં : એમ જણાય છે કે ૧૮૮૨માં વાદી તૈયબ ઇસ્માઈલનો ભાગીદાર હતો; ૧૮૮૩માં તે અબુબકર આમદ ઍન્ડ કંપનીની પેઢીમાં જોડાયો, અને એ પેઢીના પ્રિટોરિયાના વેપારમાં તે વ્યવસ્થાપક અને સ્થાનિક ભાગીદાર હતો. અબુબકર આમદ ઍન્ડ કંપની ૧૮૮૮માં તૈયબ હાજી અબદુલ્લા ઍન્ડ કંપનીમાં ફેરવાઈ ગઈ અને ૧૮૯૨થી વાદી તૈયબ હાજી ખાન મહમ્મદ ઍન્ડ કંપની તરીકે ભાગીદારો સાથે અગર ભાગીદારો સિવાય વેપાર કરે છે. ટ્રાન્સવાલમાં તેને હસ્તક બીજો કામધંધો પણ હતો અને છે. ઘણા સાક્ષીઓ આ પુરવાર કરી શકશે અથવા તો ભાગીદારીનાં ખતપત્રો કે જો લાઇસન્સો મળ્યાં હોય તો તે પણ રજૂ કરી શકાય. (ગ) બાબતમાં : વાદીએ પોતાની અગર પોતાને હસ્તકની મિલકત અંગેના કર નિયમિતપણે ભર્યા છે. તેની સામે કોઈ પણ જાતનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કરની રસીદો પણ રજ કરી શકાય. મને લાગે છે ત્યાં સુધી તેણે કમાન્ડો લેવીમાં પણ પોતાનો ફાળો ભર્યો છે. એણે પોતાની દુકાન ચોખ્ખી અને આરોગ્યજનક સ્થિતિમાં રાખી છે તેનું પ્રમાણપત્ર ડૉ. વીલ આપી શકશે. (ઘ) (૩) અને (ચ) બાબત: જો (ક) પુરવાર કરવામાં આવે એટલે કે જો વાદીને બ્રિટિશ હિંદુસ્તાની તરીકે પુરવાર કરવામાં આવે તો (ઘ), (૭) અને (ચ) આપમેળે જ પુરવાર થઈ જશે. કારણ કે જો વાદી હિંદુસ્તાની હોય તો એ આરબ કે મલાયી ન હોઈ શકે અને જો એ બ્રિટિશ પ્રજાજન હોય તો તુર્કી પ્રજાજન ન હોઈ શકે. એ મુસલમાન છે તેનો ઇન્કાર કરવામાં આવ્યો નથી અને એ હકીકતને લીધે જ ગૂંચવણ ઊભી થઈ છે. કોને ખબર કઈ રીતે, દક્ષિણ આફ્રિકાના લોકો હિંદુ- સ્તાનના મુસ્લિમોને આરબો અને તુર્કી પ્રજાજનો સમજવા લાગ્યા છે. વાદી બેમાંથી એકે નથી. એ કોઈ દિવસ અરબસ્તાન જાત્રા કરવા પણ ગયો નથી અને કદી તુર્કસ્તાન પણ ગયો નથી. હિંદી આરબ અથવા હિંદી મલાય હોવું એ તો અસંભવિત છે. હું માનું છું કે મલાયાના લોકો જાવાના વતની છે કે હતા. અને દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર તેમને ડચ લોકો લાવ્યા હતા. (છ) બાબતમાં : “કુલી” શબ્દ, જ્યારે ખરેખરા કુલીઓને એટલે કે ખેતરના મજૂરોને જમીન ઉપર કામ કરવા માટે સંસ્થાનમાં લાવવામાં આવ્યા ત્યારે, નાતાલની ધારાસભાએ સૌથી પહેલી વાર સરકારી રીતે વાપર્યો હતો. તે સમયે સંસ્થાનમાં અથવા દક્ષિણ આફ્રિકામાં બીજા કોઈ હિંદીઓ હતા જ નહીં. અને ૧૮૭૦ પહેલાં કોઈ હિંદી વ્યાપારી દક્ષિણ આફ્રિકામાં આવ્યો નહોતો. ૧. ૧૮૯૪માં ફિશના વડા માલાબેાક સામે ખાઅર સૈન્યે યુદ્ધ કર્યું તે વખતે ટ્રાન્સવાલમાં ઉઘરાવાયેલા કર