લખાણ પર જાઓ

પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ગાંધીજીનો અક્ષરદેહ

OR

૧૪
chapter

૧૪ ગાંધીજીનો અક્ષરદેહ આ અરસામાં અહીં હિંદી ખેત મજૂરોની મોટી વસ્તી થઈ ગઈ હતી અને ગોરા માણસો તેમને તે વખતે એમની લાગણી દૂભવવાના કોઈ જાતના ઇરાદા વગર “કુલીઓ” કહેતા હતા. જ્યારે હિંદી વ્યાપારીઓ આવ્યા ત્યારે બીજા કોઈ હિંદીઓ સાથે પરિચયમાં નહીં આવેલા હોઈને ગોરા માણસો તેમને પણ “કુલી” કહેવા લાગ્યા. પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે આ શબ્દનો વિશિષ્ટ અર્થ એક રાષ્ટ્રને નહીં પણ મજૂરોના એક વર્ગને લાગુ પડે છે. ધીમે ધીમે વ્યાપારી ઈર્ષ્યા ઊભી થઈ અને આ શબ્દ હિંદી વ્યાપારીઓને માટે તિરસ્કાર દર્શાવવાના શબ્દમાં બદલાઈ ગયો, અને બહુ છૂટથી અને જાણી જોઈને વપરાવા લાગ્યો. કેટલાક યુરોપિયનોને વ્યાપારીઓ તરફ આદર ભાવ હતો અને તેથી હિંદી વ્યાપારીઓને જુદા પાડવા માટે તેઓ તેમને આરબ કહેવા લાગ્યા. ત્યાર પછીથી હિંદુસ્તાનીઓ દક્ષિણ આફ્રિકામાં જ્યાં જ્યાં ગયા ત્યાં “કુલી” શબ્દ સામાન્ય રીતે તિરસ્કારજનક શબ્દ તરીકે તેમની પાછળ ગયો અને આજ લગી ચાલુ રહ્યો છે. એના કાયદેસરના અથવા તો શબ્દકોશના અર્થ માટે વેલ્સ્ટરનો શબ્દકોશ પ્રમાણભૂત લેખી શકાય. વેપારમાં અને સામાન્ય બોલચાલમાં આ શબ્દનો જે અર્થ થાય છે તે જોતાં ઘણા વ્યાપારીઓ સોગંદપૂર્વક જુબાની આપવા તૈયાર થશે કે તેઓ વાદી અને તેના જેવા બીજા હિંદીઓને “કુલીઓ” કહીને બોલાવવાનો વિચાર સુધ્ધાં નહીં કરે, સિવાય કે એમનું અપમાન કરવું હોય. કેટલાક સમય પહેલાં મેં મોકલેલી નોંધ તરફ પણ હું ધ્યાન ખેંચું છું જે ખાસ કરીને “કુલી” શબ્દ વિષે અને સામાન્ય રીતે કાયદાનો અર્થ ઘટાવવા વિષે હતી. વળી ‘વિન્ડન વિરુદ્ધ લેડીસ્મિથ સુધરાઈના મુકદ્દમા વિષે પણ હું ધ્યાન ખેંચું છું જેના કાગળો આ સાથે મોકલવામાં આવ્યા છે અને જેમાં “કુલી” શબ્દપ્રયોગ વિશે સર વોલ્ટર ગેંગના વિચારો આપ્યા છે. [મૂળ અંગ્રેજી] મો. ક. ગાંધી ગાંધીજીના હસ્તાક્ષરવાળી ટાઇપ કરેલી અંગ્રેજી નકલની છબી ઉપરથી; એસ. એન. ૩૭૦૪. ૯. સંસ્થાન મંત્રીને પત્ર પ્રતિ માનનીય સંસ્થાન મંત્રી, પિ. મે. બર્ગર સાહેબ, ૫૩સી, ફીલ્ડ સ્ટ્રીટ, ડરબન જુલાઈ ૨૧, ૧૮૮૯ મેં ડરબનના પ્રવાસ અધિકારીને અમુક ચાર હિંદીઓ માટે કામચલાઉ પરવાના માટે અરજી કરી હતી. જો દરેક પાસે પચીસ પાઉન્ડની અનામત રકમ જમા કરાવામાં આવે તો અધિકારી પરવાના આપવા તૈયાર છે. મેં એમને દરેક પાસે દસ પાઉન્ડ લેવાની અરજી કરી, ત્યારે એમણે મને જણાવ્યું કે અનામતની આવી નાની રકમો સ્વીકારવાનો તેમને હક નથી. ૧. જીએ પહેલાં આપેલી ‘પરીક્ષણાત્મક મુકદ્દમા પરની નોંધે’, ૨. પિટરમેરિટ્સબર્ગ.