OR
હિંદુસ્તાનના વાઈસરૉયને તાર ચાર્લ્સટાઉન ખાતે દસ પાઉન્ડની અનામત સ્વીકારવામાં આપનું લક્ષ્ય ખેંચવાની હું રજા લઉં છું. અનામત લેવાની આ ૧૫ આવે છે એ હકીકત પ્રત્યે પદ્ધતિ ખૂબ ત્રાસજનક છે. અને હું નિવેદન કરું છું કે જે હેતુ માટે અનામત રકમ રાખવામાં આવી છે તે પૂરો પાડવા માટે દસ પાઉન્ડની રકમ પૂરતી છે. કામચલાઉ પરવાનો ધરાવતી વ્યક્તિઓની અનામત રકમ જપ્ત થઈ જાય તોપણ તેમને પકડી શકાય અને તેઓને દેશનિકાલ કરી શકાય. આ સંજોગો હેઠળ મને ભરોસો છે કે કામચલાઉ પરવાનો માગતી દરેક વ્યક્તિ પાસેથી દસ પાઉન્ડની અનામત રકમ સ્વીકારવાની સત્તા તમે ડરબનના પ્રવાસ અધિકારીને આપો. આપનો આજ્ઞાંકિત સેવક મો. ક. ગાંધી ગાંધીજીના હસ્તાક્ષરવાળા મૂળ હાથે લખેલા અંગ્રેજી કાગળમાંથી જે પિટરમેરિત્સબર્ગ આર્કાઇવ્ઝ નં. સી. એસ. ઓ. ૪૭૯૯૦૯૮માંથી મળ્યો છે. ૧૦. હિંદુસ્તાનના વાઈસરોયને તાર જોહાનિસબર્ગના બ્રિટિશ હિંદીઓ તરફથી પ્રતિ, એડન થઈને જોહાનિસબર્ગ, ઑગસ્ટ ૧૯, ૧૮૯૮ હિંદુસ્તાનના નામદાર વાઈસરૉય સાહેબ, સિમલા અમે જોહાનિસબર્ગમાં વેપાર કરતા બ્રિટિશ હિંદીઓ માનપૂર્વક આપ નામદારનું ધ્યાન ખેંચવાની રજા લઈએ છીએ કે અહીંની વડી અદાલતે એવો નિર્ણય લીધો છે॰ કે બધા હિંદીઓએ મુકરર કરેલી જગ્યાઓમાં જ વસવું અને વેપાર કરવો. [મૂળ અંગ્રેજી] પરરાષ્ટ્રવિભાગ, વિદેશમંત્રાલય, ભારત સરકાર સપ્ટેમ્બર ૧૮૯૮. નં. ૫૫–૫૬. ૧. પરીક્ષાત્મક મુદ્દમામાં અદાલતે નિર્ણય કર્યા હતા કે વસવાટની જગ્યા અને વેપારની જગ્યામાં કશે તફાવત નથી, એટલે એશિયાઈ વ્યક્તિએ સરકારે તેમને માટે મુકરર કરી આપેલી જગ્યામાં જ કામધંધેા કરવા ોઈએ અને ત્યાં જ રહેવું જોઈએ (તુએ આ પુસ્તકનું પા. ૧).