લખાણ પર જાઓ

પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 3.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
ગાંધીજીનો અક્ષરદેહ

OR

૧૬
chapter

૧૧. હિંદી રાષ્ટ્રીય મહાસભાને પ્રાર્થનાપત્ર [હિંદીઓએ અલગ વાડાઓમાં જ રહેવું પડશે અને વેપાર પણ ત્યાં જ કરવો પડશે, એવા ટ્રાન્સવાલની વરિષ્ઠ અદાલતના ચુકાદા પછી હિંદીઓએ હિંદી રાષ્ટ્રીય મહાસભાને નીચેની અરજી મોકલી હતી. જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક ઑગસ્ટ ૨૨, ૧૮૯૮ પ્રતિ પ્રમુખ તથા સભ્યો, હિંદી રાષ્ટ્રીય મહાસભા સદ્ગુહા, અમે નીચે સહી કરનાર દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકના જોહાનિસબર્ગ ખાતે રહેતા બ્રિટિશ પ્રજાજનો માનપૂર્વક આપની કોંગ્રેસનું નીચેની હકીકતો પ્રત્યે ધ્યાન ખેંચવાની રજા લઈએ છીએ. ૧. અમે બ્રિટિશ પ્રજા છીએ. અમારો જન્મ બ્રિટિશ હિંદુસ્તાનમાં થયો હતો અને અમે જોહાનિસબર્ગમાં વેપારીઓ અને દુકાનદારો તરીકે ધંધો ચલાવીએ છીએ. ૨. અમારામાંના કેટલાક આ પ્રજાસત્તાકમાં બાર વર્ષ કે તેથી પણ વધારે વખતથી રહ્યા છે અને જોહાનિસબર્ગમાંની અમારી દુકાનોમાં અમારો ઘણી કિંમતને માલ ભરેલો છે. ૩. અમે માનપૂર્વક નિવેદન કરીએ છીએ કે ૧૮૮૪માં સમ્રાજ્ઞીની સરકાર અને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકની સરકારની વચ્ચે ‘લંડન સુલેહનામું’ નામે જે સમજૂતી થઈ હતી તેનો પૂરો લાભ મેળવવાના અમે હકદાર છીએ. એ સુલેહનામાની ચૌદમી કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે બધા બ્રિટિશ પ્રજાજનો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકના કોઈ પણ પ્રદેશમાં વસવાટ કરવાનો કે કામધંધો ચલાવવાનો હક ધરાવશે. ૪. આ પ્રજાસત્તાકની વડી અદાલતે તાજેતરમાં નિર્ણય આપ્યો છે કે બધા હિંદુસ્તાનીઓ અને બીજા એશિયાવાસીઓ આ પ્રજાસત્તાકની સરકાર નક્કી કરી આપે તે અમુક વાડાઓમાં જ વસવાટ અને વેપાર કરે અને બીજે કયાંય નહીં. ૫. વડી અદાલતે ઉપરોક્ત નિર્ણય આ પ્રજાસત્તાકની ધારાસભાના એક કાયદાને આધારે કરેલો છે. આ કાયદો ઉપરોક્ત સુલેહનાનું થઈ ગયા પછીથી એટલે કે ૧૮૮૫ના વર્ષમાં પસાર થયો છે. એ ૧૮૮૫નો કાયદો નં. ૩ છે. એ કાયદો ઉપરોક્ત સુલેહનામાની સ્પષ્ટ કલમોથી તદ્દન વિરુદ્ધ છે. ૬. ઉપરોક્ત ૧૮૮૫નો કાયદો નં. ૩ અમને લાગુ પડે છે એવું માની લેવામાં આવે—જોકે અમે એ સ્વીકારતા નથી, તોપણ અમે માનપૂર્વક નિવેદન કરીએ છીએ કે આ પ્રજાસત્તાકની વડી અદાલતના ઉપરોક્ત ફેંસલો કાયદાની દૃષ્ટિએ ખોટો છે. અને તે કાયદાના ખરા અર્થ અને ૧. આવાં જ પ્રાર્થનાપત્રા સંસ્થાન પ્રધાનને અને હિંદુસ્તાન માટેના સંસ્થાન પ્રધાનને મેાકલવામાં આવ્યાં હતાં અને હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસની બ્રિટિશ સમિતિને એની નકલ મેકલવામાં આવી હતી.