પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રંગ રસિયા રે મારા દિલડામાં વસિયા
જી આંયાં રહી જાવ ને...
મોહન રંગના રસિયા !

કીયાં તેરા ડેરા ને કીયાં તેરા તંબુડા;
કેડનાં કંટારાં યે તમે કેણી પેટે કસિયાં
જી આંયાં રહી જાવ ને... - મોહન.

જમુનાને તીરે વાલો ગૌધન ચારે રે
મુખડે મોરલીયાં હુંદા સેંસા રચિયા
જી આંયાં રહી જાવ ને... - મોહન.

બાઈ મીરાં કે'છે પ્રભુ ગિરધરના ગુણ;
તમને દેખીને મારાં નેણાં હસિયાં
જી આંયાં રહી જાવ ને... - મોહન.

‘તમને દેખીને મારાં નેણાં હસિયાં જી' એ શબ્દો જાણે કે ગવાતા નહોતા, ટપકતા હતા. વનરાજી ભીંજાઈ ભીંજાઈને આવે સૂરે તો કદાચ આજ પહેલી જ વાર ધન્ય બનતી હતી. અને એ સ્વરોની સમાધિ ન ત્રુટી જાય તેટલા માટે તો અમારા એ પડછંદ પંચકેશી ભજનિકે એ જ રાગનું બીજું પદ રેલાવ્યું કે –

મહી ઢળશે રે મારાં ગોરસ ઢળશે
જી જાવા દ્યોને રે
મોહન, મહીડાં ઢળશે!

હાથંમાં ચૂડી ને માથડે મૈયારાં રે
કંકણ ચૂડીએ મોરાં કાંડા ખળકે
જી જાવા દ્યોને રે. – મોહન.

આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમુના જી
વચમાં સરજૂ રે કેરાં વહેણાં ખળકે
જી જાવા ધોને રે. – મોહન.

જમુનાને તીરે વાલો મોરલી વગાડે રે
ધુંધુણ્ય દૈશ મા! મારાં મહીડાં ઢળશે
જી જાવા ધોને રે. – મોહન.

આ શબ્દરચના, આ ઢાળ અને આ ઝોક મને મીરાંનાં ન લાગ્યાં. એના ઉપર ચોખ્ખી 'પરજ'ની, એટલે કે ચારણી સંસ્કારની છાપ છે. મીરાંના મનોભાવ અનુભવનારા અનેક પ્રેમ-જખ્ખી કવિઓએ 'મીરાં'ને પોતાની કૃતિઓ અર્પણ કરી પોતાના નામનો મોહ હોમી દીધો છે.

૨૬
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ