પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

4


'લોંડણ ચડાવે લોય'

શીખલકુબાનાનેસમાં સવાર પડતાં તો રાત્રિની ભયાનકતાના ઓળા સંકેલાઈ ગયા. નીચાણમાં પહોળે પેટે વહેતી જતી રાવલ નદીનાં પાણી ઉપર ચંપારણાં સૂર્યકિરણો કોઈ સિંહણ માતાની છાતી પર નાનાં કેસરી બચ્ચાં રમે તેમ રમવા લાગ્યાં. ઊંડાણમાંથી પાણીની હેલ્ય ઉપાડી વસમા ચડાવ ચડતી એ કંકુવરણી રબારણ બહેનો, સ્ત્રીઓના ઘરકામમાં સહભાગી બની રાવણના માથા જેવડી ગોળીમાં છાશ ઘુમાવી રહેલા રબારી પિતા-પુત્રની જોડલી, અને નેસનાં પાડરુ-વાછરુ સાથે એક જીવ થઈ રમતાં નાનાં ટાબરિયાં – એ તમામે પ્રગટાવેલી પ્રીતિની હવામાં સ્મૃતિ એકાએક ક્યાં પહોંચી ? રાવલ નદી કોનાં ગીતો ગાતી ગાતી ચાલી જતી હતી? એક પ્રેમિક યુગલની મૃત્યુ-કથાનાં ગીતો :

સીંદોર ચડાવે સગા, દીવો ને નાળિયેર દોય,
(પણ) લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા !

[ઓ વહાલા ખીમરા ! તારાં બીજાં સગાં તો તારી ખાંભી ઉપર સિંદૂ૨ ચડાવે છે, દીવો પ્રગટાવી શ્રીફળ વધેરે છે. પણ તારી પ્રિયતમા આ લોડણ તો પોતાનાં લોહી જ ચડાવી રહી છે.]

ખંભાત ગામનો કોઈ સંઘ દ્વારિકા જાય છે: વચ્ચે આ રાવલ નદીના કિનારા ઉપર કોઈ નેસડા પાસે પડાવ નાખે છે. રાવલિયા નામના એ નેસના નિવાસી આહીરોમાં ખીમરો નામનો યુવક, અને પાદર પડેલા અતિથિઓની લોડણ નામની તરુણ વણિક કન્યા : બંને વચ્ચે ગીરની નદીને તીરે મમતા બંધાઈ ગઈ. સંઘે તો મુકામ ઉપાડ્યા. પણ લોડણના દિલના ડેરા-તંબુ નથી ઊપડી શકતા. ઓ ખીમરા! મને જવા દે! ખીમરો રડી પડે છે! આહીરનો બાલક બોલી શકતો નથી.

ખીમરા, ખારો દેશ, મીઠાબોલાં માનવી,
વળનાં વિસામો લેશ, ખોટ કર મા, ખીમરા !

[ઓ ખીમરા ! મેં નહોતું જાણ્યું કે આવા ખારા પ્રદેશમાં તારા જેવાં મીઠાબોલાં માનવી વસતાં હશે. પણ આજ તો મને રજા દે. હું પાછી વળતાં જરૂર રોકાઈશ.]

પણ ખીમરાનાં આંસુ અટકતાં નથી, એ વનવાસીએ, એ દૂધના ઝાડવા જેવા ગીરનિવાસી ભોળા આહીર બચ્ચાએ આજે પહેલી જ વાર – કાદમ્બરી માંહેલા કોઈ

લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ
30